AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Garud Puran: મૃત્યુની બરાબર 5 મિનિટ પહેલા માણસને શું દેખાય છે? જાણો ગરુડ પુરાણનું ચોંકાવનારુ રહસ્ય

ગરુડ પુરાણ ભગવાન વિષ્ણુ અને ગરુડના સંવાદ દ્વારા મૃત્યુના રહસ્યો ઉજાગર કરે છે. મૃત્યુની બરાબર 5 મિનિટ પહેલાં વ્યક્તિ કેવી શું અનુભવે છે. સમગ્ર જીવનનો ચિત્તાર શું તેને એ પાંચ મિનિટ દરમિયાન દૃશ્યમાન થાય છે? મૃત્યુ પછી આત્મા શું અનુભવે છે, યમરાજાનો ન્યાય કેવો હોય છે અને 84 લાખ યોનિનું ચક્ર કેવી રીતે કાર્ય કરે છે. એ દરેક સવાલોનો જવાબ ગરુડ પુરાણમાંથી મળે છે.- વાંચો મૃત્યુની પાંચ મિનિટ પહેલાનું ચોંકાવનારુ રહસ્ય

Garud Puran: મૃત્યુની બરાબર 5 મિનિટ પહેલા માણસને શું દેખાય છે? જાણો ગરુડ પુરાણનું ચોંકાવનારુ રહસ્ય
| Updated on: Jun 02, 2026 | 4:28 PM
Share

Garud Puran: મૃત્યુ એક એવુ સત્ય છે જેને કોઈ નકારી નથી શકતું. મૃત્યુના આ રહસ્યો અંગે ભગવાન વિષ્ણુ અને તેમના વાહન, ગરુડ વચ્ચેનો સંવાદ ગરુડ પુરાણમાં વર્ણવેલ છે. એકવાર, ગરુડે ભગવાન વિષ્ણુને પૂછ્યું: “મનુષ્યનું મૃત્યુ કેવી રીતે થાય છે? અને તેની અંતિમ ક્ષણોમાં તે શું અનુભવે છે?”  જેનો જવાબ ભગવાન વિષ્ણુએ કંઈક આ મુજબ આપ્યો છે.

પ્રથમ આધ્યાય: મૃત્યુ પહેલાની 5 મિનિટનું રહસ્ય

ભગવાન વિષ્ણુ જણાવે છે કે જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થવાનું હોય છે ત્યારે તેની ઇન્દ્રિયો શિથિલ થવા લાગે છે. મૃત્યુની બરાબર 5 મિનિટ પહેલા, મનુષ્ય એક વિશિષ્ટ અવસ્થામાં પ્રવેશ કરે છે – જેને દિવ્ય દૃષ્ટિ નો ઉદય કહેવામાં આવે છે. આ અવસ્થામાં, તેના સમગ્ર જીવનની ઘટનાઓ તેમની સામે પ્રગટ થવા લાગે છે; તેના બધા જ સારા નરસા કાર્યો તેની આંખો સમક્ષ આવી જાય છે. આ ક્ષણે, તેનો અવાજ રૂંધાઈ જાય છે. તે ઈચ્છે તો પણ બોલી શક્તો નથી. આ સમયે યમદૂત (મૃત્યુના સંદેશવાહક) ત્યાં આવે છે. આ સમયે પાપી આત્માને યમદેવતાનો દેખાવ અત્યંત ભયાનક અને વિચિત્ર દેખાય છે, જ્યારે સદાચારી, પુણ્યાત્માને તેનામાં દિવ્ય તેજપૂંજ સાથે દેવદૂતના દર્શન થાય છે.

દ્વીતિય આધ્યાય: મૃત્યુ પછીનો માર્ગ અને યમલોકની યાત્રા

મૃત્યુ પછી, યમદૂતો આત્માને પકડી લે છે અને તેને યમલોક તરફ લઈ જાય છે. આ એક કઠિન અને લાંબી યાત્રા હોય છે. આ માર્ગ પર વૈતરણી નદી આવે છે, જે લોહી અને પરુથી ભરેલી ભયાનક નદી છે, જેમા પાપી આત્માઓને ત્રાસ આપતા ભયાનક પ્રાણીઓ અને મગરોથી ભરેલી છે. આ માર્ગ અનેક નગરોમાંથી પસાર થાય છે જ્યાં આત્માને તેના ભૂતકાળના કાર્યો અનુસાર દંડ મળે છે. ક્યાંક આગ તો ક્યાંક બરફ અને ક્યાંક કાંટાળા વન હોય છે.

એક કથામાં રાજા શ્વેતનું વર્ણન મળે છે, જેમણે જીવનમાં ફક્ત દાન આપ્યુ પરંતુ પિતૃ તર્પણ ન કર્યુ, તેના કારણે મૃત્યુ બાદ સ્વર્ણ મહેલ તો મળે પરંતુ ભોજન નહીં મળે અને તે અત્યંત પીડામાં રહેશે. જે બાદ તેને કર્મ બોધ થશે.

તૃતીય આધ્યાય: યમરાજનો દરબાર અને ન્યાય

યમરાજના દરબારમાં, ચિત્રગુપ્ત દરેક આત્માના કાર્યોનો સંપૂર્ણ લેખા-જોખા રજૂ કરે છે અને ત્યાં કોઈપણ સત્ય છુપી નથી શક્તુ. અહીં, દરેક વ્યક્તિને તેના કાર્યો અનુસાર દંડ આપવામાં આવે છે: ઉદાહરણ તરીકે, જેમણે કોઈનું ધન પડાવી લીધુ હોય તે તેને ગરમ કઢાઈ જેવા નરકમાં મોકલવામાં આવે છે. જેમણે ગુરુઓ અથવા વડીલોનું અપમાન કર્યુ હોય તેમને રૌરવ નરક મળે છે.

સ્ત્રીઓનું અપમાન કરનારાઓને કઠોર યાતનાઓ આપવામાં આવે છે. ભગવાન વિષ્ણુ સમજાવે છે કે જે વ્યક્તિ ગૌદાન, જલદાન, તરસ્યાને પાણી આપે છે, અથવા ભૂખ્યાને ભોજન આપે છે, તેમને યમલોક ના કઠિન માર્ગ પર કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી અને તેમના આત્માને ગહન શાંતિ મળે છે.

ચોથો અધ્યાય: ઋષિ વશિષ્ઠનો મોક્ષ ઉપદેશ

એક દૃષ્ટાંત વર્ણવતા, ભગવાન વિષ્ણુ સમજાવે છે, “ઋષિ વશિષ્ઠ તેમના શિષ્યોને શીખવે છે કે આ ભૌતિક શરીર એક વસ્ત્ર જેવું છે. જેને આત્મા ધારણ કરે છે. અને જ્યારે નિયત સમય આવે છે, ત્યારે તેને છોડી દે છે. આત્માનું આ ચક્ર જન્મ અને મૃત્યુ ના રૂપે ચાલે છે. આ ચક્રમાંથી મુક્તિ ફક્ત ભક્તિ, જ્ઞાન, અને સત્કર્મ દ્વારા પ્રાપ્ત થાય છે. મૃત્યુ સમયે, ‘ૐ’ નો જાપ, પવિત્ર ગંગાજળ અને તુલસીના પાનને અત્યંત મહત્વનું માનવામાં આવે છે. કારણ કે આ તત્વો પ્રસ્થાન કરનાર આત્માને શાંતિ આપે છે અને તેને દેવી માર્ગ તરફ દોરી જાય છે.

પાંચમો અધ્યાય: પુરુષો અને સ્ત્રીઓ માટે કર્મોનું ફળ

ગરુડ પુરાણમાં જણાવાયું છે કે જે સ્ત્રી પોતાના પરિવારની સેવા ધર્મ સમજીને કરે છે. તેને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. જે પુરુષ તેની પત્ની, પરિવાર અને બાળકોનું સન્માન કરે છે તેને પિતૃલોક પ્રાપ્ત થાય છે. તેનાથી વિપરીત જે વ્યક્તિ પરિવારમાં કલેશ અને દ્વેષ ફેલાવે છે, તે અંધકારમય નર્કમાં જાય છે, જ્યાં તેને લાંબા સમય સુધી કષ્ટો સહેવા પડે છે.

છઠ્ઠો અધ્યાય: અંતિમ સંસ્કાર અને પિંડ-દાન નું મહત્વ

મૃત્યુ પછી દસ દિવસ સુધી કરવામાં આવતી પિંડ-દાન ની વિધિને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે; તેના દ્વારા, આત્માને એક સૂક્ષ્મ શરીર પ્રાપ્ત થાય છે, જેનાથી તે યમલોકની યાત્રા કરી શકે છે.

જો શ્રાદ્ધ અને તર્પણને વિધિ અનુસાર કરવામાં નથી આવતુ તો આત્મા પ્રેત યોનિમાં ભટક્તો રહે છે. આ દરમિયાન આત્મા માનસિક કષ્ટ અનુભવે છે. આથી તર્પણવિધિને અત્યંત જરૂરી માનવામાં આવે છે.

સાતમો અધ્યાય: ભગવાન વિષ્ણુનું આશ્વાસન

ભગવાન વિષ્ણુ ગરુડને જણાવે છે કે જે કોઈ પણ વ્યક્તિ ગરુડ પુરાણનું શ્રદ્ધા સાથે શ્રવણ કરે છે અથવા પાઠ કરે છે તે તેના તમામ પાપોનો નાશ થાય છે. અંતે, આવી આત્માને વૈકુંઠ ધામ ભગવાન વિષ્ણુનું સ્વર્ગીય નિવાસસ્થાન પ્રાપ્ત થાય છે. આ જ્ઞાન ફક્ત ભયભીત કરવા માટે જ નહીં, પરંતુ મનુષ્યને ધર્મ અને સત્ય ના માર્ગ પર ચાલવા માટે આપવામાં આવે છે.

આઠમો અધ્યાય: સૂક્ષ્મ શરીરની યાત્રા

મનુષ્યના મૃત્યુ બાદ, આત્મા એક સૂક્ષ્મ શરીર ધારણ કરે છે. જેને ભૂખ અને તરસની અનુભૂતિ થાય છે. યમદૂત આ આત્માને તેમના કર્મો અનુસાર આગળ લઈ જાય છે અને તેમને તેના પરિવાર દ્વારા દાન કરવામાં આવેલા કર્મોનું ફળ પ્રાપ્ત થાય છે. આ જ કારણ છે કે મૃત્યુ પછી દાન અને પુણ્યનું મહત્વ ઘણુ વધી જાય છે.

નવમો આધ્યાય: યમલોકના ચોકીદાર

યમલોકની યાત્રા દરમિયાન  યમપુરીના મુખ્ય દ્વાર પર શ્યામ અને શબલ નામના બે ભયાનક શ્વાન પહેરો ભરતા હોય છે. જે માત્ર પાપી આત્માઓને જ ડરાવે છે, જે આત્મા ધર્મ, દયા અને સત્યના માર્ગ પર ચાલી હોય છે, તે શાંતિપૂર્વક યમલોકમાં પ્રવેશ કરે છે કારણ કે ત્યાં માત્ર કર્મોના આધારે ન્યાય થાય છે. પછી ગમે તે હોદ્દો, સામાજિક દરજ્જો કે પદાધિકારી કેમ ન હોય.

દસમો આધ્યાય: પુનર્જન્મનું ચક્ર

વ્યક્તિના કર્મો ના આધારે, આત્મા 84 લાખ યોનીમાં જન્મ લઈ શકે છે જેમ કે પશુ, પક્ષી, વૃક્ષ કે અન્ય જીવ. જેમા મનુષ્ય જન્મ અત્યંત દુર્લભ માનવામાં આવે છે તે માત્ર પાછલા જન્મોના ફળસ્વરૂપે પ્રાપ્ત થાય છે. આથી જ એવુ કહેવાય છે કે આ જીવનને વ્યર્થ ગુમાવવુ ન જોઈએ કારણ કે આ જ મોક્ષ પ્રાપ્તિનું અંતિમ તક છે. મોક્ષનો માર્ગ ભક્તિ, દાન અને સત્કર્મોથી જોડાયેલો છે. દાન, સેવા, સત્ય અને સત્કર્મ આત્માને શાંતિ આપે છે.

ધાર ભોજશાળા: જ્યાં કાલિદાસ અને બાણભટ્ટ વિદ્યા વહેંચતા, સરસ્વતીનું એ પવિત્ર ધામ જે ફરી ગુંજશે વેદ મંત્રોથી

Follow Us
હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
સુરતમાં નાસીરનગર ડિમોલિશન મુદ્દે ભારે હોબાળો, કમિશનર બંગલે ધરણા
સુરતમાં નાસીરનગર ડિમોલિશન મુદ્દે ભારે હોબાળો, કમિશનર બંગલે ધરણા
બે વર્ષથી ગટર અને રોડનું કામ અધૂરું, સ્થાનિકોએ કર્યો 'હલ્લાબોલ'
બે વર્ષથી ગટર અને રોડનું કામ અધૂરું, સ્થાનિકોએ કર્યો 'હલ્લાબોલ'
એક જ પિતાના જોડિયા દીકરા, પણ અલગ અલગ જ્ઞાતિના પ્રમાણપત્રથી નોકરી મેળવી
એક જ પિતાના જોડિયા દીકરા, પણ અલગ અલગ જ્ઞાતિના પ્રમાણપત્રથી નોકરી મેળવી
લોકાર્પણના ગણતરીના વર્ષોમાં જલારામ અંડરપાસ જર્જરિત, જુઓ-Video
લોકાર્પણના ગણતરીના વર્ષોમાં જલારામ અંડરપાસ જર્જરિત, જુઓ-Video
Breaking News : મેયરના વોર્ડમાં આવતું RMCનું પાણી પીવાલાયક નહી
Breaking News : મેયરના વોર્ડમાં આવતું RMCનું પાણી પીવાલાયક નહી
Breaking news Rajkot: રાજકોટ-દિલ્લી ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ
Breaking news Rajkot: રાજકોટ-દિલ્લી ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ
પાટણમાં 398 કરોડના સાયબર ફ્રોડનો ભાંડાફોડ
પાટણમાં 398 કરોડના સાયબર ફ્રોડનો ભાંડાફોડ
g clip-path="url(#clip0_868_265)">