AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : કેટલીક મર્યાદા-હદ ક્યારેય ના ઓળંગવી જોઈએ, ભારતીય સૈન્યનો પાકિસ્તાનને ઈશારામાં કડક સંદેશ

પહલગામ આતંકવાદી હુમલો: ભારતીય સેનાએ પાકિસ્તાનને સાંકેતિક ભાષામાં કડક સંદેશ આપ્યો છે. ભારતીય સેનાએ સોશિયલ મીડિયા પર ઓપરેશન સિંદૂરના રૂપમાં પોસ્ટ કરીને પાકિસ્તાનનું નામ લીધી વિના જ સ્પષ્ટ કહ્યું છે કે, કેટલીક મર્યાદા-હદ ક્યારેય ના ઓળંગવી જોઈએ.

Breaking News : કેટલીક મર્યાદા-હદ ક્યારેય ના ઓળંગવી જોઈએ, ભારતીય સૈન્યનો પાકિસ્તાનને ઈશારામાં કડક સંદેશ
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 21, 2026 | 2:38 PM
Share

જમ્મુ કાશ્મીરના પહેલાગામના બૈસરન ઘાટીમાં, ગત 22 એપ્રિલ, 2025 ના રોજ, પાકિસ્તાનથી આવી ચડેલા મુસ્લિમ આતંકવાદીઓએ, પ્રવાસીઓના ધર્મ પુછી પુછીને ગોળીએ ઠાર કર્યા હતા. આ આતંકી ઘટનામાં 25 પ્રવાસીઓ અને એક સ્થાનિક રહેવાસીનું મોત નીપજ્યું હતું. પહેલગામ આતંકી હુમલા બાદ, ભારતે ‘ઓપરેશન સિંદૂર’ના નામે પાકિસ્તાનમાં સરકાર અને સૈન્યના આશરે રહેલા આતંકી અડ્ડાઓનો સફાયો શરૂ કર્યો હતો. પાકિસ્તાનમાં સ્થિત લશ્કર એ તૈયબા અને જૈશ એ મહોમદના આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવીને નષ્ટ કરી દેવામાં આવ્યા હતા. આ આતંકી ઘટનાને એક વર્ષ થવા આવ્યુ છે ત્યારે, ભારતીય સેનાએ પાકિસ્તાનને સાંકેતિક સ્વરૂપે કડક પરંતુ સ્પષ્ટ સંદેશ આપ્યો છે.

ભારતીય સેનાએ, પાકિસ્તાનને ઈશારામાં કડક સંદેશ આપ્યો છે. સેનાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, કેટલીક મર્યાદા-હદ ક્યારેય ઓળંગવી ના જોઈએ, જ્યારે જો આવી રેખાઓ ખરેખર ઓળંગવામાં આવે તો તેના પરિણામોની સ્પષ્ટ યાદ અપાવે છે. પહેલગામ હુમલાની વર્ષગાંઠના એક દિવસ પહેલા, ભારતીય સેનાએ ટ્વીટ કર્યું: ‘જ્યારે માનવતાની સીમાઓનું ઉલ્લંઘન થાય છે, ત્યારે પ્રતિભાવ નિર્ણાયક હોય છે. ન્યાય મળે છે. ભારત એક થાય છે.’

આ પોસ્ટ સાથે ભારતીય સૈન્યે એક ગ્રાફિકમાં એવા શબ્દો લખી જણાવ્યા છે કે, : ‘કેટલીક રેખાઓ ક્યારેય ઓળંગવી ન જોઈએ. ભારત ભૂલતું નથી.’

કાશ્મીરમાં પ્રવાસન સ્થળો પર સુરક્ષા વધારી દેવામાં આવી

દરમિયાન, પહેલગામ આતંકવાદી હુમલાના એક વર્ષમાં, સમગ્ર કાશ્મીર ક્ષેત્રમાં પ્રવાસન સ્થળો પર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. હુમલાની વર્ષગાંઠને ધ્યાનમાં રાખીને, તમામ સુરક્ષા એજન્સીઓને ખાસ કરીને પ્રવાસન વિસ્તારોની આસપાસ સંભવિત પ્રવૃત્તિઓ અંગે વધુ સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. મજબૂત અને વ્યાપક સુરક્ષા યોજના સુનિશ્ચિત કરવા માટે ગ્રાઉન્ડ લેવલ પર બેઠકો યોજવામાં આવી છે, અને વરિષ્ઠ અધિકારીઓ હાલમાં આ વ્યવસ્થાઓની સમીક્ષા કરી રહ્યા છે.

પાકિસ્તાન સમર્થિત મુસ્લિમ આતંકવાદીઓએ હિન્દુ પ્રવાસીઓ પર કરેલા હુમલાથી, પહેલગામ બૈસરન ઘાટીમાં પ્રવાસન પ્રવૃતિ ઠપ્પ થઈ ગઈ હતી. એટલુ જ નહીં, કાશ્મીર ખીણ પ્રદેશમાં, દેશના વિવિધ પ્રદેશમાંથી હિન્દુઓ દ્વારા કરાતા પ્રવાસ સાવ બંધ જેવા થઈ હતા. પ્રવાસનમાં તીવ્ર ઘટાડો થયો હતો અને લગભગ 50 પ્રવાસન સ્થળોને કામચલાઉ ધોરણે બંધ કરી દેવામાં આવ્યા હતા. સુરક્ષા વ્યવસ્થાના સઘન ચકાસણી બાદ આ પ્રવાસન સ્થળો હવે ફરીથી ખોલવામાં આવ્યા છે. પહેલગામ અને તેની આસપાસના પ્રવાસન સ્થળો ફરીથી દેશના હિન્દુ પ્રવાસીઓથી ધમધમી રહ્યાં છે.

Breaking News : છત્તીસગઢમાં ચાર્ટડ વિમાન પર્વત સાથે અથડાયું… પાઇલટ અને કો-પાઇલટના મોત

Follow Us
અમદાવાદમાં AMC એ પાણીપુરીની લારી સીલ કરી ફટકાર્યો ₹10,000 નો દંડ
અમદાવાદમાં AMC એ પાણીપુરીની લારી સીલ કરી ફટકાર્યો ₹10,000 નો દંડ
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
ગુજરાતમાં 18 મે પછી પ્રી-મોન્સૂન વરસાદ, જુઓ Video
ગુજરાતમાં 18 મે પછી પ્રી-મોન્સૂન વરસાદ, જુઓ Video
કેરળમાં 26 મે આસપાસ નૈઋત્યનુ ચોમાસુ કરશે એન્ટ્રી
કેરળમાં 26 મે આસપાસ નૈઋત્યનુ ચોમાસુ કરશે એન્ટ્રી
ડાકોરમાં ભક્તો જીત્યા! મનોરથના ભાવ વધારા પર 2 મહિનાનો બ્રેક
ડાકોરમાં ભક્તો જીત્યા! મનોરથના ભાવ વધારા પર 2 મહિનાનો બ્રેક
કેમિકલ વેસ્ટનો ટાંકો સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના ગુંગળાઈ જવાથી મોત
કેમિકલ વેસ્ટનો ટાંકો સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના ગુંગળાઈ જવાથી મોત
સુકેત અને વસવા બ્રિજની ભયજનક સ્થિતિ, વાહનચાલકોને 20 કિમીનો ધક્કો
સુકેત અને વસવા બ્રિજની ભયજનક સ્થિતિ, વાહનચાલકોને 20 કિમીનો ધક્કો
ગુજરાત સરકારે પણ જાહેર કર્યા કરકસરના પગલાં, મેટ્રો દોડશે રાતના 11 સુધી
ગુજરાત સરકારે પણ જાહેર કર્યા કરકસરના પગલાં, મેટ્રો દોડશે રાતના 11 સુધી
g clip-path="url(#clip0_868_265)">