AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદમાં ફૂડ સેફ્ટીના ધજાગરા! રાણીપની ઘટના બાદ 'AMC' એક્શનમાં, લારી સીલ કરી અને ફટકાર્યો ₹10,000 નો 'મોટો દંડ' - જુઓ Video

અમદાવાદમાં ફૂડ સેફ્ટીના ધજાગરા! રાણીપની ઘટના બાદ ‘AMC’ એક્શનમાં, લારી સીલ કરી અને ફટકાર્યો ₹10,000 નો ‘મોટો દંડ’ – જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: May 16, 2026 | 4:05 PM
Share

અમદાવાદમાં પાણીપુરીના રસિકો માટે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. શહેરના રાણીપ બસ સ્ટેન્ડ પાસે આવેલ 'ક્રિષ્ણા પાણીપુરી' નામની લારી પરથી એક મહિલા પાણીપુરી ખાઈ રહી હતી, જેમાંથી હાડકાનો ટુકડો નીકળ્યો હોવાનો આક્ષેપ થયો છે.

અમદાવાદમાં પાણીપુરીના રસિકો માટે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. શહેરના રાણીપ બસ સ્ટેન્ડ પાસે આવેલ ‘ક્રિષ્ણા પાણીપુરી’ નામની લારી પરથી એક મહિલા પાણીપુરી ખાઈ રહી હતી, જેમાંથી હાડકાનો ટુકડો નીકળ્યો હોવાનો આક્ષેપ થયો છે.

સોશિયલ મીડિયા પર મહિલાના આક્ષેપોવાળો વીડિયો વાયરલ થયા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) નું આરોગ્ય વિભાગ તાત્કાલિક એક્શનમાં આવ્યું હતું અને ઘટનાસ્થળે જઈને તપાસ હાથ ધરી હતી. એકતરફ મહિલાનો આક્ષેપ છે કે, પાણીપુરીમાંથી હાડકાનો ટુકડો નીકળ્યો હતો, જ્યારે બીજી તરફ લારી સંચાલકના નિવેદન અનુસાર તે હાડકું નહીં પણ લાકડાનો ટુકડો હતો.

ગ્રાહકના જણાવ્યા અનુસાર, પાણીપુરીમાંથી પહેલા વાળ મળી આવ્યો હતો અને ત્યારબાદ આ હાડકાનો ટુકડો નીકળ્યો હતો. એવામાં આરોગ્ય વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી અને આવી ગંભીર બેદરકારી બદલ પાણીપુરીની લારીને સીલ કરી દીધી છે. આ સાથે જ કાયદેસરની કાર્યવાહી કરીને સંચાલકને 10 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

Census 2027 Rules: જનગણનામાં ખોટી માહિતી આપી તો જેલ ભેગા થવાનો વારો આવશે, જાણી લો આ કડક નિયમો અને દંડની જોગવાઈ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">