Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જન નાયક કર્પૂરી ઠાકુરનો સમગ્ર પરિવાર PM મોદીને મળ્યો, રામનાથ ઠાકુરે 'ભારત રત્ન' આપવા બદલ માન્યો આભાર

જન નાયક કર્પૂરી ઠાકુરનો સમગ્ર પરિવાર PM મોદીને મળ્યો, રામનાથ ઠાકુરે ‘ભારત રત્ન’ આપવા બદલ માન્યો આભાર

| Updated on: Feb 12, 2024 | 5:10 PM

24 જાન્યુઆરીએ બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરના જન્મ દિવસ પર કેન્દ્ર સરકારે તેમને ભારત રત્નથી સન્માનિત કરવાની જાહેરાત કરી હતી. PM મોદીએ તેમના પુત્ર રામનાથ ઠાકુરને ફોન કર્યો હતો અને કર્પૂરી ઠાકુરને ભારત રત્ન એનાયત થવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને તેમના પરિવાર સાથે દિલ્હીમાં તેમના નિવાસસ્થાને આવવા આમંત્રણ આપ્યું હતું.

બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરના પરિવારજનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સોમવારે મુલાકાત કરી હતી. કર્પૂરી ઠાકુરના પુત્ર અને રાજ્યસભા સાંસદ રામનાથ ઠાકુર તેમના પરિવારના સભ્યો સાથે 7 લોક કલ્યાણ માર્ગ પર પહોંચ્યા, જ્યાં બધાએ PM મોદી સાથે એક ગ્રુપ ફોટો ક્લિક કર્યો. પીએમ નરેન્દ્ર મોદી અને રાજ્યસભા સાંસદ રામનાથ ઠાકુર વચ્ચે 20 મિનિટ સુધી વાતચીત પણ થઈ હતી. તેમણે તેમના પિતા કર્પૂરી ઠાકુરને ભારત રત્નથી સન્માનિત કરવા બદલ પીએમ મોદીનો આભાર માન્યો હતો.

રામનાથ ઠાકુરે બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુર પર લખેલા પુસ્તકો PM નરેન્દ્ર મોદીને અર્પણ કર્યા હતા. તમને જણાવી દઈએ કે 24 જાન્યુઆરીએ કર્પૂરી ઠાકુરની જન્મજયંતિ પર કેન્દ્ર સરકારે તેમને ભારત રત્નથી સન્માનિત કરવાની જાહેરાત કરી હતી. PM મોદીએ, કર્પૂરી ઠાકુરના પુત્ર રામનાથ ઠાકુરને ફોન કર્યો હતો અને કર્પૂરી ઠાકુરને ભારત રત્ન એનાયત થવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને તેમના પરિવાર સાથે દિલ્હીમાં તેમના નિવાસસ્થાને આવવા આમંત્રણ આપ્યું હતું.

પરિવારજનોએ વડાપ્રધાનનો આભાર માન્યો

આ સમગ્ર સન્માન બદલ પરિવારજનોએ પણ વડાપ્રધાનનો આભાર માન્યો હતો. પરિવારના સભ્ય રણજીત કુમારે કહ્યું કે, ભારત રતનની જાહેરાત કરવામાં આવી ત્યારે સમગ્ર ગામમાં ખુશીનો માહોલ હતો. ટેલિવિઝન દ્વારા લોકોને જાણ થઈ હતી, આ વાતને લઈ લોકોએ ફટાકડા ફોડ્યા મીઠાઇ વહેંચી અને દિવાળી જેવો માહોલ સર્જાયો હતો.

આ સાથે જ કર્પૂરી ઠાકુરને આ એવોર્ડ મળવાને કારણે તેમના પૌત્ર પણ ખુશ હતા, તેમણે કહ્યું કે,દાદાને આ એવોર્ડ મળ્યો જેની અમને બહુ ખુશી છે. ખાસ વાત તો એ છે પ્રધાન મંત્રીએ અમને અહીં બોલાવ્યા અને સમગ્ર પરિવારને જે સન્માન આપી પોતાનો સામે આપ્યો. તેમણે કહ્યું કે મએ તેમણે જોઈ લીધા તે જ બહુ મોટી વાત છે.

અમારી સરકારને તેમને ભારત રત્નથી સન્માનિત કરવાનું સૌભાગ્ય મળ્યું – PM

PM મોદીએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં લખ્યું હતું કે, ‘દેશભરના મારા પરિવારના સભ્યો વતી, જનનાયક કર્પૂરી ઠાકુરજીને તેમની જન્મ દિવસ પર મારી આદરપૂર્વક શ્રદ્ધાંજલિ. આ ખાસ અવસર પર, અમારી સરકારને તેમને ભારત રત્નથી સન્માનિત કરવાનું સૌભાગ્ય મળ્યું છે. તેમણે ભારતીય સમાજ અને રાજકારણ પર જે અવિસ્મરણીય છાપ છોડી છે તેના સંબંધમાં હું મારી લાગણીઓ અને વિચારો તમારી સાથે શેર કરી રહ્યો છું.

36 વર્ષની તપસ્યાનું ફળ મળ્યું

પિતાને ભારત રત્ન આપવાની જાહેરાત પર રામનાથ ઠાકુરે કહ્યું હતું કે અમને 36 વર્ષની તપસ્યાનું ફળ મળ્યું છે. તેમણે કહ્યું હતું કે, ‘હું મારા પરિવાર અને બિહારના 15 કરોડ લોકો તરફથી કેન્દ્ર સરકારનો આભાર માનું છું. તે સત્ય છે કે ઠાકુરજીએ તેમના સિદ્ધાંતો, આદર્શો અને મૂલ્યોના સમર્થનમાં તેમનું અમૂલ્ય જીવન વિતાવ્યું હતું. મહત્વનું છે કે કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપવાના કેન્દ્ર સરકારના નિર્ણય પર JDU થી RJD સુધી દરેકે ખુશી વ્યક્ત કરી હતી.

Published on: Feb 12, 2024 05:08 PM
g clip-path="url(#clip0_868_265)">