લો બોલો, રાજ્યસભામાં કોંગ્રેસની જીત બાદ, કર્ણાટકમાં ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના લાગ્યા નારા, ભાજપે શેર કર્યો વીડિયો

ભારતીય જનતા પાર્ટી (BJP) એ આરોપ લગાવ્યો છે કે, રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીના નેતા નાસિર હુસૈનની જીતની ઉજવણી કરતી વખતે કોંગ્રેસના કાર્યકરોએ વિધાનસભાની અંદર "પાકિસ્તાન ઝિંદાબાદ" ના નારા લગાવ્યા હતા. કોંગ્રેસે આ દાવાઓને ફગાવી દીધા અને કહ્યું કે તેના કાર્યકરો માત્ર નસીર હુસૈન માટે સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. મંગળવારે કોંગ્રેસે કર્ણાટકમાં રાજ્યસભાની ચારમાંથી ત્રણ બેઠકો જીતી હતી.

લો બોલો, રાજ્યસભામાં કોંગ્રેસની જીત બાદ, કર્ણાટકમાં 'પાકિસ્તાન ઝિંદાબાદ'ના લાગ્યા નારા, ભાજપે શેર કર્યો વીડિયો
Image Credit source: PTI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 28, 2024 | 3:57 PM

રાજ્યસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા પછી તરત જ, બીજેપી આઈટી સેલના વડા અમિત માલવિયાએ, કોંગ્રેસ પાર્ટીના નેતા નાસિર હુસૈનની જીતની ઉજવણી કરતા કોંગ્રેસના કાર્યકરોનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો દ્વારા અમિત માલવિયાએ આરોપ લગાવ્યો છે કે તેમાં ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા લગાવવામાં આવી રહ્યા છે.

માલવિયાએ કહ્યું, “કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના રાજકીય સચિવ નસીર હુસૈન કર્ણાટકમાંથી રાજ્યસભાની ચૂંટણી જીત્યા બાદ પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવવામાં આવ્યા હતા. કોંગ્રેસનો પાકિસ્તાન પ્રત્યેનું જુસ્સો ખતરનાક છે. તે ભારતને ભાગલા તરફ લઈ જઈ રહ્યું છે. અમે તેને સહન કરી શકતા નથી. તેમ તેમણે જણાવ્યું છે.”

બિહારી અને ઈન્દોરી પૌઆમાં શું અંતર છે? સ્વાદના ચટાકાથી જ તમે જાણી શકશો
પહેલા મગર તો હવે સાપ વાળો નેકલેસ પહેરી Cannesમાં ઉતરી ઉર્વશી રૌતેલા, જુઓ-Photo
આજનું રાશિફળ તારીખ : 20-05-2024
ઉનાળામાં પેટમાં એસીડિટીથી રાહત મેળવવા માટે કરો આ ઉપાય
ઘરના માટલામાં જ મળશે Fridge જેવું ઠંડુ પાણી, કરી લો બસ આ કામ, જુઓ-VIDEO
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો

કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર અને કર્ણાટકના નેતા સીટી રવિ સહિત ભાજપના અન્ય ઘણા નેતાઓએ પણ આ જ દાવા સાથે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કર્યો છે.

ભાજપના દાવાને નકારી કાઢતા કોંગ્રેસના નેતા નસીર હુસૈને કહ્યું કે તેમણે માત્ર ‘નસીર હુસૈન ઝિંદાબાદ’, ‘કોંગ્રેસ પાર્ટી ઝિંદાબાદ’, ‘નસીર ખાન ઝિંદાબાદ’ અને ‘નસીર સાબ ઝિંદાબાદ’ જેવા નારા સાંભળ્યા છે. “મીડિયામાં જે પણ બતાવવામાં આવ્યું હતું તે મેં સાંભળ્યું નથી. જો મેં સાંભળ્યું હોત, તો મેં વાંધો ઉઠાવ્યો હોત, નિવેદનની નિંદા કરી હોત અને તેની સામે જરૂરી કાર્યવાહીની માંગ કરી હોત,” તેમ નાસીર હુસૈને કહ્યું.

કર્ણાટક ભાજપ દ્વારા સૈયદ નસીર હુસૈન અને તેમના સમર્થકો વિરુદ્ધ વિધાનસભામાં પાકિસ્તાન તરફી નારા લગાવવા બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ અંગે ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે, ‘રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષમાંથી નસીર હુસૈનની જીત બાદ વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના કાર્યકરો દ્વારા પાકિસ્તાની નારા લગાવવામાં આવ્યા હતા. તેની નિંદા કરવાને બદલે, નસીર હુસૈન ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને કહે છે કે કોઈ ફેક ન્યૂઝ ફેલાવી રહ્યું છે, જે વધુ ખતરનાક છે. જ્યારે કોંગ્રેસ પાર્ટી સત્તામાં હતી ત્યારે તે પાકિસ્તાન સાથે મિત્રતા કરતી હતી. હવે તેઓ પાકિસ્તાનને સીધુ સમર્થન આપી રહ્યા છે. તેથી હું આની સખત નિંદા કરું છું અને હું રાહુલ ગાંધીને પૂછું છું કે આ અંગે તેમનો શું અભિપ્રાય છે.

Latest News Updates

કન્યાની વિદાય થતાની સાથે જ દુલ્હનનું થયુ અપહરણ,પોલીસે હાથ ધરી તપાસ
કન્યાની વિદાય થતાની સાથે જ દુલ્હનનું થયુ અપહરણ,પોલીસે હાથ ધરી તપાસ
માર્કેટમાં આવ્યું ગરમીમાં ઠંડક આપતું જેકેટ ! જાણો ક્યાં મળે છે?
માર્કેટમાં આવ્યું ગરમીમાં ઠંડક આપતું જેકેટ ! જાણો ક્યાં મળે છે?
ગુજરાતના આ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં જ 10 લોકોના મોત
ગુજરાતના આ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં જ 10 લોકોના મોત
આ પાંચ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
આ પાંચ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
g clip-path="url(#clip0_868_265)">