દિલ્લીના LGએ ખખડાવ્યો ગુજરાત કોર્ટનો દરવાજો, કેસ શરૂ ન કરવા કરી વિનંતી

મે 2022માં દિલ્લીના લેફ્ટનન્ટ ગવર્નર (LG) બનેલા સક્સેના અને ગુજરાત ભારતીય જનતા પાર્ટી (BJP)ના ધારાસભ્ય અમિત પી શાહ સહિત અન્ય ત્રણ સામે રમખાણો, હુમલો, ખોટી રીતે સંયમ, ગુનાહિત ધાકધમકી અને ઇરાદાપૂર્વક અપમાનના સંબંધમાં 21 વર્ષ જૂનો કેસ નોંધવામાં આવ્યો છે.

દિલ્લીના LGએ ખખડાવ્યો ગુજરાત કોર્ટનો દરવાજો, કેસ શરૂ ન કરવા કરી વિનંતી
Image Credit source: Google
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 07, 2023 | 11:56 AM

દિલ્લીના લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાએ 2002માં સામાજિક કાર્યકર્તા મેધા પાટકર પરના કથિત હુમલાના કેસમાં ટ્રાયલ મુલતવી રાખવા ગુજરાતની કોર્ટમાં અરજી કરી છે. જ્યાં સુધી તેઓ બંધારણીય હોદ્દો (લેફ્ટનન્ટ ગવર્નર) ન સંભાળે ત્યાં સુધી ફોજદારી ટ્રાયલ સ્થગિત રાખવા વિનંતી કરી છે. અમદાવાદમાં એડિશનલ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ પીએન ગોસ્વામીની કોર્ટમાં કેસની સુનાવણી ચાલી રહી છે અને કેસની આગામી સુનાવણી આગામી તા. 9 માર્ચના રોજ થશે.

મે 2022માં દિલ્લીના લેફ્ટનન્ટ ગવર્નર (LG) બનેલા સક્સેના અને ગુજરાત ભારતીય જનતા પાર્ટી (BJP)ના ધારાસભ્ય અમિત પી શાહ સહિત અન્ય ત્રણ સામે 21 વર્ષ જૂનો કેસમાં રમખાણો, હુમલો, ખોટી રીતે સંયમ, ગુનાહિત ધાકધમકી અને ઇરાદાપૂર્વક અપમાનના સંબંધમાં કેસ નોંધવામાં આવ્યો છે.

અરજી 1 માર્ચના રોજ દાખલ કરવામાં આવી હતી

એડિશનલ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ ગોસ્વામી સમક્ષની તેમની અરજીમાં, સક્સેનાએ બંધારણની કલમ 361(1) હેઠળ લેફ્ટનન્ટ ગવર્નરને આપવામાં આવેલી ઇમ્યુનિટીને તેમની સામે ટ્રાયલ સ્થગિત રાખવા કોર્ટને પ્રાથના કરી હતી. એલજીના વકીલ અજય ચોક્સીએ જણાવ્યું કે અરજી 1 માર્ચના રોજ દાખલ કરવામાં આવી હતી.

અંકિતા લોખંડે અને વિકી જૈન બંન્નેમાંથી કોણ વધુ પૈસાદાર છે, જુઓ ફોટો
Black and Red Carrot : કાળા અને લાલ ગાજર વચ્ચેનો શું છે તફાવત
આજનું રાશિફળ તારીખ : 18-12-2024
સંજુ સેમસનને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો
પાકિસ્તાનમાં કેટલા છે હિન્દુ મંદિરો, કોણ રાખે છે તેની સંભાળ ?
ગુજરાતી સિંગર કૈરવી બુચે ડોક્ટર સાથે લગ્ન કર્યા, જુઓ ફોટો

આ પણ વાચો: Gandhinagar: ડુંગળી-બટાકાના ખેડૂતો માટે રાહતના સમાચાર, કૃષિમંત્રી રાઘવજી પટેલ કરશે મહત્વપૂર્ણ જાહેરાત

ગાંધી આશ્રમ ખાતે નર્મદા બચાવો આંદોલન અર્તગત આવેલા મેધા પાટકર પર હુમલા કેસની સુનાવણી મેટ્રોકોર્ટમાં છે. નોંધનીય છે કે,આ કેસમાં ઘટના 10 વર્ષ બાદ કેસની સુનાવણી યોજાઇ હતી. ચારેય આરોપીઓ સામે તહોમતનામું ઘડાયા બાદ 24 એપ્રિલ 2012થી ફરિયાદીની જુબાની બાદ ચાલી રહી છે. હાલના બે ધારાસભ્ય પણ તેમાં આરોપી છે. જેમાં અમિત શાહ અને અમિત ઠાકરનો સમાવેશ થાય છે.

હુમલા અંગે સાબરમતી પોલીસ મથકે ફરિયાદ કરી હતી

ગેાધરાકાંડ બાદ ગાંધી આશ્રમ ખાતે નર્મદા બચાવો આંદોલન અતર્ગત સ્વૈચ્છિક સંસ્થાના આમંત્રણથી આવેલા મેધા પાટકર પર 7 એપ્રિલ 2002ના રોજ આવ્યા હતા. તે સમયે તેમના પર થયેલા હુમલા અંગે સાબરમતી પોલીસ મથકે ફરિયાદ કરી હતી. જેથી પોલીસે આરોપી રોહિત પટેલ, અમિત ઠાકર, અમિત પી શાહ સહિતના ચાર સામે ચાર્જશીટ કરી હતી. ત્યારબાદ કેસ ચાલવા પર આવ્યો હતો. જેમાં વખતો વખત મુદત પડી હતી. જેમાં અમૂક મુદતમાં મેઘા પાટકર હાજર રહ્યાં હતાં. પરંતુ કોરોના બાદ આ કેસ ચાલ્યો ન હતો. પરંતુ આજથી આ કેસની સુનાવણી મેટ્રોકોર્ટમાં છે.

અમદાવાદ મહાનગરપાલિકાએ ટેક્સ વસુલવા અપનાવી નવી રીત
અમદાવાદ મહાનગરપાલિકાએ ટેક્સ વસુલવા અપનાવી નવી રીત
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ભૂવાએ કરી તાંત્રિકવિધિ
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ભૂવાએ કરી તાંત્રિકવિધિ
બ્રાન્ડેડ કંપનીના નામે નકલી લિપ બામ બનાવાતી હોવાનો પર્દાફાશ
બ્રાન્ડેડ કંપનીના નામે નકલી લિપ બામ બનાવાતી હોવાનો પર્દાફાશ
તસ્કરોએ બેંકના 6 લોકર તોડી લાખો રુપિયાની કરી ચોરી
તસ્કરોએ બેંકના 6 લોકર તોડી લાખો રુપિયાની કરી ચોરી
ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફુંકાતા ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીની આગાહી
ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફુંકાતા ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીની આગાહી
કચ્છ: હાજીપીરના બિસ્માર રોડનુ સમારકામ ન થતા ફુટ્યો જન આક્રોષ- Video
કચ્છ: હાજીપીરના બિસ્માર રોડનુ સમારકામ ન થતા ફુટ્યો જન આક્રોષ- Video
ગાંધીનગર મનપા દ્વારા અટલ વૃદ્ધ સહાય આરોગ્ય રથને અપાઈ લીલી ઝંડી
ગાંધીનગર મનપા દ્વારા અટલ વૃદ્ધ સહાય આરોગ્ય રથને અપાઈ લીલી ઝંડી
ઊંઝા APMCની ચૂંટણીમાં પૂર્વ ચેરમેન દિનેશ પટેલ પેનલનો દબદબો યથાવત
ઊંઝા APMCની ચૂંટણીમાં પૂર્વ ચેરમેન દિનેશ પટેલ પેનલનો દબદબો યથાવત
APPAR કાર્ડ કઢાવવામાં આવી રહેલી સમસ્યા અંગે શિક્ષણમંત્રીએ કહી મોટી વાત
APPAR કાર્ડ કઢાવવામાં આવી રહેલી સમસ્યા અંગે શિક્ષણમંત્રીએ કહી મોટી વાત
અંકલેશ્વરમાં નરાધમે બાળકીને નિર્દયતાથી માર મારી આચર્યુ દુષ્કર્મ
અંકલેશ્વરમાં નરાધમે બાળકીને નિર્દયતાથી માર મારી આચર્યુ દુષ્કર્મ
g clip-path="url(#clip0_868_265)">