AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સત્તાનો દુરુપયોગ કરનારા લોકો જ અસલી ‘રાષ્ટ્ર વિરોધી’, સોનિયા ગાંધીએ કેન્દ્ર સરકાર પર કર્યા આકરા પ્રહાર

સોનિયા ગાંધીએ આરોપ લગાવ્યો કે આજની વર્તમાન સરકાર પોતાની સત્તાનો દુરુપયોગ કરી રહી છે. તે બંધારણને નષ્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. સરકાર આઝાદી, સમાનતા, ન્યાય અને બંધુત્વ જેવી પાયાની બાબતોને નબળી કરવામાં વ્યસ્ત છે.

સત્તાનો દુરુપયોગ કરનારા લોકો જ અસલી 'રાષ્ટ્ર વિરોધી', સોનિયા ગાંધીએ કેન્દ્ર સરકાર પર કર્યા આકરા પ્રહાર
Sonia Gandhi - Congress
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 14, 2023 | 2:18 PM
Share

કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ ફરી એકવાર કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા છે. આ વખતે ભારત રત્ન બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની જન્મજયંતિના અવસર પર સોનિયાએ કેન્દ્ર સરકાર પર બંધારણીય સંસ્થાઓને નષ્ટ કરવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે સરકાર સત્તાનો દુરુપયોગ કરી રહી છે. તેમણે લોકોને કહ્યું કે લોકોએ બંધારણને બચાવવા માટે આગળ આવવું જોઈએ.

કેન્દ્ર પર પ્રહાર કરતાં સોનિયા ગાંધીએ કહ્યું હતું કે, અસલી ‘રાષ્ટ્ર વિરોધી’ તે છે જેઓ ધર્મ, જાતિ, લિંગ અને ભાષાના આધારે ભારતીયોના ભાગલા પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ આ માટે તેમની સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે. ભીમરાવ આંબેડકરની 132મી જન્મજયંતિ નિમિત્તે ધ ટેલિગ્રાફમાં લખવામાં આવેલા પોતાના લેખ દ્વારા સોનિયા ગાંધીએ સરકાર પર પ્રહાર કર્યા હતા.

બંધારણીય સંસ્થાઓનો નાશ કરવાનો પ્રયાસ: સોનિયા ગાંધી

જો કે, કોંગ્રેસ સંસદીય દળના વડાએ શુક્રવારે તેમના લેખ દ્વારા સરકારનો ઉલ્લેખ કર્યા વિના કહ્યું કે સત્તાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે અને ઘણી બંધારણીય સંસ્થાઓને નષ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સોનિયા ગાંધીએ આરોપ લગાવ્યો કે આજની વર્તમાન સરકાર પોતાની સત્તાનો દુરુપયોગ કરી રહી છે. તે બંધારણને નષ્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. સરકાર આઝાદી, સમાનતા, ન્યાય અને બંધુત્વ જેવી પાયાની બાબતોને નબળી કરવામાં વ્યસ્ત છે.

આ પણ વાંચો : EDએ મનીષ સિસોદિયાના 14 ફોન તોડ્યા, 5 પોતાની પાસે રાખ્યા, આખરે શા માટે? સંજય સિંહે પૂછ્યો સવાલ

અમને બાબાસાહેબના વારસા માટે ખૂબ જ આદર છે: સોનિયા ગાંધી

આંબેડકરની જન્મજયંતિ પર બંધારણીય સંસ્થાઓની જાળવણી માટે આહવાન કરતાં તેમણે કહ્યું કે, અમને બાબાસાહેબના વારસા માટે ખૂબ જ આદર છે. આપણે બાબાસાહેબની ચેતવણીને ભૂલવી ન જોઈએ જેમાં તેમણે કહ્યું હતું કે કોઈપણ બંધારણની સફળતા તે લોકોના વર્તન પર નિર્ભર કરે છે જેમને સરકાર ચલાવવાની જવાબદારી આપવામાં આવી છે.

લોકોએ આગળ આવવું પડશે અને આગળ વધવું પડશે

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયાએ સામાન્ય લોકોને સંવિધાન બચાવવા માટે પ્રયાસ કરવા હાકલ કરી હતી. તેમણે કહ્યું, લોકોએ દેશના બંધારણને વ્યવસ્થિત હુમલાથી બચાવવા માટે આગળ આવવું જોઈએ. તેઓએ આગળ વધવું પડશે. સોનિયા ગાંધીએ તેમના લેખમાં એવો પણ આરોપ લગાવ્યો છે કે લોકોને પરેશાન કરવા માટે સત્તાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે, સામાન્ય જનતાના અધિકારો અને સમાનતાની રક્ષા કરવાને બદલે સત્તાનો ઉપયોગ ખોટા કાર્યો માટે કરવામાં આવી રહ્યો છે અને ‘કેટલાક સિલેક્ટેડ મિત્રો’ના હિતમાં કામ કરવાને કારણે દેશની મોટી વસ્તી આર્થિક રીતે પાયમાલ થઈ રહી છે.

દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર 

     દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">