AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજ્યસભાના 12 ટકા સાંસદ અરબપતિ, જાણો કયા રાજ્યના સાંસદ છે સૌથી વધુ અમીર

એડીઆરએ રાજ્યસભાના 233માંથી 225 સાંસદોની ગુનાહિત, આર્થિક અને અન્ય પૃષ્ઠભૂમિની તપાસ કર્યા બાદ આ માહિતી શેર કરી છે. રાજ્યસભામાં હાલમાં એક સીટ ખાલી છે.

રાજ્યસભાના 12 ટકા સાંસદ અરબપતિ, જાણો કયા રાજ્યના સાંસદ છે સૌથી વધુ અમીર
Parliament
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 19, 2023 | 6:45 AM
Share

Rajya Sabha MP: વર્તમાન રાજ્યસભાના 12 ટકા સાંસદો અબજોપતિ છે અને સૌથી વધુ સાંસદો આંધ્રપ્રદેશ અને તેલંગાણાના છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ એટલે કે એડીઆર (ADR) દ્વારા આ વાત કહેવામાં આવી છે. એડીઆરએ રાજ્યસભાના 233માંથી 225 સાંસદોની ગુનાહિત, આર્થિક અને અન્ય પૃષ્ઠભૂમિની તપાસ કર્યા બાદ આ માહિતી શેર કરી છે. રાજ્યસભામાં હાલમાં એક સીટ ખાલી છે.

ADRના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આંધ્ર પ્રદેશના કુલ 11 રાજ્યસભા સાંસદોમાંથી 5 અબજોપતિ છે. આ આંકડો રાજ્યમાંથી આવતા કુલ સાંસદોના 45 ટકા છે. જ્યારે તેલંગણાના 7માંથી 3, મહારાષ્ટ્રના 19માંથી 3, દિલ્હીના 3માંથી 1, પંજાબના 7માંથી 2, હરિયાણાના 5માંથી 1 અને મધ્યપ્રદેશના 11માંથી 2 સાંસદોએ પોતાની સંપતિ 100 કરોડ રૂપિયાથી વધારે જણાવી છે.

આ પણ વાંચો: Gujarat Live Updates : અમરનાથ ગુફામાંથી પરત ફરતી વખતે 300 ફૂટ નીચે પડ્યો તીર્થયાત્રી, થયુ મોત

યુપીના 30 સાંસદોની સંપત્તિ ભેગી કરીએ તો પણ તેલંગાણાના 7 સાંસદોથી ઓછી

આ રિપોર્ટમાં ઘણા ચોંકાવનારા આંકડાઓ શેર કરવામાં આવ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો તેલંગાણાના સાતેય રાજ્યસભા સાંસદોની સંપત્તિ ભેગી કરવામાં આવે તો આ આંકડો 5,596 કરોડ રૂપિયા સુધી પહોંચે છે. બીજી તરફ જો આંધ્રપ્રદેશના તમામ 11 સાંસદોની સંપત્તિની એક સાથે ગણતરી કરીએ તો 3,823 કરોડ રૂપિયા થાય છે. ઉત્તર પ્રદેશના તમામ 30 સાંસદોની કુલ સંપત્તિ 1,941 કરોડ છે, જે આંધ્ર પ્રદેશ અને તેલંગાણાના સાંસદોની તુલનામાં સંખ્યાબળમાં તો ઘણા વધારે છે, પરંતુ સંપત્તિ ઘણી ઓછી છે.

75 સાંસદો સામે ફોજદારી કેસ નોંધાયેલા, બેની સામે હત્યાના કેસ

એડીઆરના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યસભાના 225 વર્તમાન સાંસદોમાંથી 75એ તેમની વિરુદ્ધ અપરાધિક મામલાનો ઉલ્લેખ કર્યો છે. 41એ ગંભીર ગુનાના કેસોની માહિતી શેર કરી છે અને બેએ હત્યાના કેસોની માહિતી પણ શેર કરી છે. રાજ્યસભાના ચાર સાંસદોએ પણ તેમના સોગંદનામામાં તેમની સામે નોંધાયેલા ગુનાનો ઉલ્લેખ કર્યો છે.

ભાજપને 85માંથી 23, કોંગ્રેસને 30માંથી 12, તૃણમૂલ કોંગ્રેસને 13માંથી 4, રાષ્ટ્રીય જનતા દળને 6માંથી 5, કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઈન્ડિયા-માર્કસવાદીને 5માંથી 4, આમ આદમી પાર્ટીને 10માંથી 3, YSRCPને 3માંથી NCPના 3માંથી 9 અને 2 સાંસદોએ તેમના સોગંદનામામાં તેમની સામે નોંધાયેલા ફોજદારી કેસોનો ઉલ્લેખ કર્યો છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટમાં શિક્ષકોને BLOની જવાબદારી સોંપાતા વિરોધ બન્યો ઉગ્ર
રાજકોટમાં શિક્ષકોને BLOની જવાબદારી સોંપાતા વિરોધ બન્યો ઉગ્ર
રાજ્યમાં 48 કલાક બાદ શરૂ થશે ઠંડીનો આવશે ભીષણ રાઉન્ડ
રાજ્યમાં 48 કલાક બાદ શરૂ થશે ઠંડીનો આવશે ભીષણ રાઉન્ડ
માવઠા સામે હારી ગયેલા ખેડૂતોને હવે સતત બદલાતા વાતાવરણે રડાવ્યાં
માવઠા સામે હારી ગયેલા ખેડૂતોને હવે સતત બદલાતા વાતાવરણે રડાવ્યાં
ઋષિ ભારતી બાપુએ અલ્પેશ ઠાકોરનું ખોલ્યું મોટું રાજ, જુઓ Video
ઋષિ ભારતી બાપુએ અલ્પેશ ઠાકોરનું ખોલ્યું મોટું રાજ, જુઓ Video
પનીર, ચીઝ, ઘીનું વેચાણ કરતી 41 દુકાનો પર આરોગ્ય વિભાગના દરોડા
પનીર, ચીઝ, ઘીનું વેચાણ કરતી 41 દુકાનો પર આરોગ્ય વિભાગના દરોડા
રણુજા જતા મિની ટેમ્પાનો થયો ગમખ્વાર અકસ્માત, 5 ગુજરાતીના મોત
રણુજા જતા મિની ટેમ્પાનો થયો ગમખ્વાર અકસ્માત, 5 ગુજરાતીના મોત
દિલ્હી કાર વિસ્ફોટ સ્થળેથી પિસ્તોલ નહીં પણ 9mmના 3 કારતૂસ મળ્યાં
દિલ્હી કાર વિસ્ફોટ સ્થળેથી પિસ્તોલ નહીં પણ 9mmના 3 કારતૂસ મળ્યાં
વડોદરા મનપામાં ₹3.81 કરોડના ફાયર સામાનના કૌભાંડનો મોટો પર્દાફાશ
વડોદરા મનપામાં ₹3.81 કરોડના ફાયર સામાનના કૌભાંડનો મોટો પર્દાફાશ
જેતપુરમાં સાડી પ્રિન્ટિંગ કારખાનામાં લાગી ભીષણ આગ
જેતપુરમાં સાડી પ્રિન્ટિંગ કારખાનામાં લાગી ભીષણ આગ
ખનીજ માફિયાઓ સામે લાલ આંખ ! 11 ડમ્પર જપ્ત કર્યા
ખનીજ માફિયાઓ સામે લાલ આંખ ! 11 ડમ્પર જપ્ત કર્યા
g clip-path="url(#clip0_868_265)">