19 ઓગસ્ટના મહત્વના સમાચાર : Chandrayaan 3: બસ હવે આપણું ચંદ્રયાન ચંદ્રથી થોડા કિમી છે દૂર, થોડા સમયમાં થશે બીજું ડિબૂસ્ટિંગ

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 19, 2023 | 11:55 PM

Gujarat Live Updates : આજ 18 ઓગસ્ટના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

19 ઓગસ્ટના મહત્વના સમાચાર : Chandrayaan 3: બસ હવે આપણું ચંદ્રયાન ચંદ્રથી થોડા કિમી છે દૂર, થોડા સમયમાં થશે બીજું ડિબૂસ્ટિંગ

આજે 19 ઓગસ્ટને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
 • 19 Aug 2023 11:48 PM (IST)

  સુપરસ્ટાર રજનીકાંત CM યોગીને મળ્યા, કારમાંથી નીચે ઉતરતા જ કર્યા તેમના ચરણ સ્પર્શ

  Rajnikant met Yogi Adityanath: સુપરસ્ટાર રજનીકાંત CM યોગીને મળ્યા, કારમાંથી નીચે ઉતરતા જ તેમના ચરણ સ્પર્શ કર્યા, Video

  સાઉથના સુપરસ્ટાર રજનીકાંત હાલમાં પોતાની ફિલ્મ જેલરમાં ખૂબ જ વ્યસ્ત છે. આ ફિલ્મ દુનિયાભરમાં શાનદાર બિઝનેસ કરી રહી છે. તાજેતરમાં જ મેગાસ્ટાર રજનીકાંત ફિલ્મની સ્ક્રીનિંગના સંદર્ભમાં લખનઉ પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓ યુપીના સીએમ યોગી આદિત્યનાથને પણ મળ્યા હતા.

 • 19 Aug 2023 11:47 PM (IST)

  ભાવનગરના અલકા ટોકીઝ પાસે મારામારીની ઘટના 

  ભાવનગરમાં અલકા ટોકીઝ પાસે મારામારીની ઘટના સામે આવી છે. આ ઘટનામાં 3 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે. મારામારીનું કારણ હજુ પણ અકબંધ છે. પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને સ્થિતી કાબુમાં લીધી

 • 19 Aug 2023 11:45 PM (IST)

  સુરત માંડવીના હરિયાલ GIDCની ચોક્સી ટેક્ષોરાઇઝર નામની મિલમાં ભીષણ આગ

  સુરત માંડવીના હરિયાલ GIDCની ચોક્સી ટેક્ષોરાઇઝર ખાતે એક મિલમાં લાગી ભીષણ આગ. લાંબા સમય બાદ હજુ પણ આગ પર કાબુ મેળવવા કામગીરી શરૂ. ત્રણ વ્યક્તિ સામાન્ય દાઝતા સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયા

 • 19 Aug 2023 11:43 PM (IST)

  ભરૂચના અંકલેશ્વર શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત. રસ્તા પર જઈ રહેલા બાઈકચાલકને રખડતા પશુએ અડફેટે લીધો. ઢોરની અડફેટે બાઈકચાલકને ઈજા પહોંચી. સમગ્ર ઘટનાના સીસીટીવી આવ્યા સામે.

 • 19 Aug 2023 11:19 PM (IST)

  સુરતમાં લોકોએ ભેગા મળી પોલીસ કોન્સ્ટેબલને માર્યો માર

  સુરતમાં લોકોએ ભેગા મળી પોલીસ કોન્સ્ટેબલને માર માર્યો હોવાની ઘટના બની છે. પોલીસકર્મીએ ડંડો કાઢતા મામલો બિચકાયો હતો. સાયબર સેલમાં ફરજ બજવતા પોલીસ કર્મીને માર પડ્યો હોવાની વાત સેમ આવી છે. વાત એવી હતી કે પોલીસ કર્મીના ભાઈનું અકસ્માત થયુ હતુ. અકસ્માત બાદ સ્થાનિકો સાથે સામાન્ય બોલાચાલી થઇ હતી. અકસ્માત સર્જાનારે આ મામલે પોતાના પોલીસકર્મી ભાઈને બોલાવ્યો હતો. તુ નામનો પોલીસકર્મી ઈચ્છાપોર ગામમાં દબંગ બન્યો હતો જે બાદ આ ઘટના બની છે. પોલીસ કર્મીએ સ્થળ પર દંડો કાઢતા સમગ્ર મામલો બીચક્યો હતો.ઈજાગ્રસ્ત પોલીસ કર્મીને સારવાર અર્થે ખસેડાયો. જોકે સોશિયલ મીડિયામાં ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો.

 • 19 Aug 2023 11:13 PM (IST)

  આંગણવાડીમાં બાળકોને નાસ્તામાં અપાયા સડેલા, કાચા ચણા, ભોજન મોકલનાર એજન્સી સામે લેવાશે પગલાં

  અમદાવાદમાં  આંગણવાડીના બાળકો તંદુરસ્ત થાય તે માટે સરકાર દ્રારા પૌષ્ટીક નાસ્તો આપવામાં આવે છે પરંતુ કેટલીક આંગણવાડીમાં સડેલો નાસ્તો પીરસાતો હોવાનું સામે આવ્યું છે. વાત છે અમદાવાદની જયાં કુબેરનગરની આંગણવાડીમાં બાળકોને સડેલા અને કાચા ચણા નાસ્તામાં આપવામાં આવ્યા હતા.જો કે કેટલાક ભૂલકાઓ સડેલા ચણા ખાઈ પણ ગયા હતા.

 • 19 Aug 2023 09:43 PM (IST)

  આસામમાં ભૂકંપના આંચકા, તીવ્રતા 4.4 માપવામાં આવી

  આસામમાં શનિવારે રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું છે કે પશ્ચિમ કાર્બી આંગલોંગમાં લગભગ 8.50 વાગ્યે ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા 4.4 માપવામાં આવી છે.

 • 19 Aug 2023 09:14 PM (IST)

  લદ્દાખમાં સેનાનું વાહન ખાડીમાં પડતાં 9 જવાનો શહીદ

  કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં શનિવારે સાંજે ભારતીય સેનાના વાહનને અકસ્માત નડ્યો હતો. રાજધાની લેહ નજીક ક્યારી ગામમાં સેનાનું એક વાહન ખાડામાં પડી ગયું. અધિકારીઓએ જણાવ્યું કે આ દુર્ઘટનામાં સેનાના આઠ જવાનોના શહીદ થયા છે.સેનાએ TV9 નેટવર્ક સાથેની વાતચીતમાં પુષ્ટિ કરી છે કે લેહમાં થયેલા અકસ્માતમાં 9  સૈનિકો શહીદ થયા છે

 • 19 Aug 2023 08:51 PM (IST)

  બાપુનગર વિસ્તારમાં આતંક મચાવનારા અસામાજિક તત્વો પડ્યા ઘૂંટણીએ

  છેલ્લા ઘણા સમયથી અમદાવાદમાં આંતક મચાવનાર અસામાજિક તત્વોની પોલીસે ધરપકડ કરી લીધી છે. અસામાજિક તત્વોનો આતંક એટલો હતો કે લોકો પોલીસને ફરિયાદ કરતા પણ ડરતા હતાં. સમગ્ર ઘટનાઓ મીડિયામાં સમક્ષ આવતા પોલીસ પણ દોડતી થઈ હતી અને બે અલગ અલગ ફરિયાદો નોંધી હતી. પોલીસે ફરિયાદને આધારે બે આરોપીની ધરપકડ કરી છે.

 • 19 Aug 2023 08:37 PM (IST)

  આણંદ જિલ્લાના તત્કાલીન કલેકટરના વાયરલ થયેલ વીડિયો મુદે સમગ્ર મામલાની તપાસ ATS ને સોંપવામાં આવી

  તત્કાલીન ક્લેક્ટરના વાયરલ વીડિયોની તપાસ ATSને સોંપાઈ છે. તત્કાલીન ADM કેતકી વ્યાસ દ્વારા કાવતરૂ રચાયુ હતુ. નાયબ મામલતદાર જયેશ પટેલે સાથ આપ્યો હતો. આર્થિક લાભ લેવા માટે હનીટ્રેપ ગોઠવાઈ હતી.

 • 19 Aug 2023 07:06 PM (IST)

  આણંદમાં કલેકટરની કેબિનમાં સ્પાય કેમેરો લગાવવાના મુદે ત્રણ લોકોની ધરપકડ

  આણંદમાં કલેક્ટરની કેબિનમાં સ્પાય કેમેરો લગાવનારા અધિકારીઓ અને તેના મળતિયા પોલીસના સકંજામાં આવ્યા છે. ગુજરાત ATS ફરિયાદી બન્યું અને સમગ્ર ઘટના મુદ્દે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. એડિશનલ કલેક્ટર કેતકી વ્યાસ, નાયબ મામલતદાર જે.ડી. પટેલ અને અન્ય કર્મચારી હરેશ ચાવડાની ધરપકડ કરવામાં આવી છે.

 • 19 Aug 2023 06:22 PM (IST)

  DGPના આદેશ બાદ અમદાવાદ ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં, પોલીસ વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી

  • DGPના આદેશ બાદ અમદાવાદ ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં
  • ટ્રાફિક પોલીસની શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે સ્પેશિયલ ડ્રાઇવ
  • ટ્રાફિક નિયમોનું પાલન નહી કરતા પોલીસ વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી
  • ટ્રાફિકના નિયમો માત્ર જનતા માટે નહીં પોલીસે પણ ચુસ્ત પાલન કરવું પડશે
  • હેલ્મેટ વગર, સીટ બેલ્ટ વગર અને નંબર પ્લેટ કે બ્લેક ફિલ્મ વાળા પોલીસ વાહનોને દંડ
  • શિસ્ત નું પાલન કરાવતા પોલીસ જવાનો પણ પાલન કરે એ માટે ખાસ ડ્રાઇવ
 • 19 Aug 2023 05:55 PM (IST)

  આણંદ: કલેક્ટર ડીએસ ગઢવીની કલીપ વાયરલ કરવાનો મામલો

  • આણંદ કલેક્ટર ડીએસ ગઢવીની કલીપ વાયરલ કરવાનો મામલો
  • મુખ્ય સૂત્રધાર કેતકી વ્યાસને આણંદ એલસીબી કચેરીએ લાવવામાં આવ્યા
  • આણંદ એલસીબીમાં થઇ શકે છે વધારે પૂછપરછ
  • અન્ય આરોપીઓને પણ લાવવામાં આવી શકે છે આણંદ એલસીબી કચેરી
 • 19 Aug 2023 05:51 PM (IST)

  MLA રિવાબા જાડેજાના વર્તનને લઈ મેયર બીનાબેન કોઠારીએ કર્યા સવાલ

  જામનગરના મેયર બીના કોઠારીની સામે ક્રિકેટર પત્નિ અને સ્થાનિક ધારાસભ્ય રિવાબા જાડેજાએ ઔકાત શબ્દ પ્રયોગ કરવાને લઈ હવે વિવાદ વકર્યો છે. ઔકાત શબ્દને લઈ રાજનીતિ પણ શરુ થઈ છે. આ દરમિયાન મેયર બીના કોઠારીના પરિવારે હવે ઔકાત શબ્દને લઈ જામનગર શહેર પ્રમુખને રજૂઆત કરી છે. પરિવારના મોભી જનસંઘ વખતથી સક્રિય હોવાને લઈને પણ રજૂઆત કરી હતી. મેયરના પરિવારે આ મામલે રજૂઆત કરીને કયા પ્રકારની ઔકાત ને લઈ આ શબ્દ વાપર્યો હતો એ સવાલ કરવાાં આવ્યા છે.

  બે દિવસ અગાઉ રિવાબા જાડેજા, સાંસદ પૂનમ માડમ અને મેયર બીના કોઠારી વચ્ચે ચકમક ઝર્યાનુ સામે આવ્યુ હતુ. જાહેરમાં વિવાદ સર્જાયો હતો અને મામલો થાળે પડ્યો હોય એમ લાગી રહ્યુ હતુ. પરંતુ જે રીતે ઔકાત શબ્દને લઈ હવે મામલો ગરમાયો છે, આમ જોતા હવે જામનગર ભાજપમાં મામલો હજુ પણ ગરમાયેલો હોય એમ લાગી રહ્યુ છે. હવે ખુદ મેયરે પણ રિવાબાને સવાલ કર્યા છે કે, કયા પ્રકારની ઔકાતની વાત કરી હતી એ સ્પષ્ટ કરવામાં આવે. તેમણે વ્યક્તિગત, સામાજીક, આર્થિક, પરિવારીક કે અન્ય કઈ પ્રકારની ઔકાતને લઈ આ શબ્દ પ્રયોગ કર્યો હતો એમ Tv9 સાથેની વાતચીતમાં સવાલ કર્યા હતા.

 • 19 Aug 2023 05:22 PM (IST)

  બનાસકાંઠા: પાટણ-ડીસા હાઇવે પર એસટી બસની જોખમી મુસાફરીનો વીડિયો થયો વાયરલ

  • પાટણ - ડીસા હાઇવે પર એસટી બસની જોખમી મુસાફરીનો વીડિયો થયો વાયરલ
  • સલામત સવારી એસટી અમારી સૂત્ર સાથે ચાલતી એસટી બસમાં જ મુસાફરો બન્યા અસલામત
  • એસટી બસમાં કેપેસિટી કરતા ડબલ મુસાફરો ભરાયાનો વીડિયો થયો વાયરલ
  • બસમાં 130 જેટલાં પેસેન્જર ભર્યા હોવાનું ખુદ એસટી બસના કંડક્ટરે જ કબુલ્યું
  • એસટી બસની અછતને કારણે વિદ્યાર્થીઓ જોખમી મુસાફરી કરવા મજબુર બન્યાનું ચર્ચાસ્પદ
 • 19 Aug 2023 04:37 PM (IST)

  આણંદ કલેકટરની કેબિનમાં સ્પાય કેમેરો લગાવવાનો મુદ્દો

  • મહિલા એડીએમ કેતકી વ્યાસ, ડેપ્યુટી તાલુકા અધિકારી જે. ડી. પટેલ સહિત ત્રણ લોકોની ધરપકડ
  • ત્રણેયની કડક પૂછપરછમાં થયો ખુલાસો, કલેકટરને ફસાવવા માટે એમના કેબિનમાં લગાવાયો હતો સ્પાય કેમેરા
  • કલેકટરને ગેરહાજરીમાં એમના કેબિનમાં લાગાવાયો હતો સ્પાય કેમેરા
  • કલેકટરને ફસાવવા માટે લલનાઓ પણ બોલાવવામાં આવી હોવાનું સામે આવ્યું
  • કલેકટરનો અશ્લીલ હરકતો વાળો વીડિયો થયો હતો વાયરલ
  • આ બનાવ સામે આવ્યા બાદ કલેકટર સામે સસ્પેન્શનના લેવાયા હતા પગલાં
 • 19 Aug 2023 03:40 PM (IST)

  હિમાચલની સ્થિતિને લઈને યોજાઈ બેઠક

  પીએમ મોદીની અધ્યક્ષતામાં આ બેઠક લગભગ એક કલાક સુધી ચાલી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠકમાં હિમાચલમાં વરસાદ અને ભૂસ્ખલનથી થયેલી તબાહી અંગે ચર્ચા થઈ હતી. આ બેઠકમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ ભાગ લીધો હતો. બેઠકમાં રાજ્યની સ્થિતિ જાણવા ઉપરાંત રાજ્યમાં ચાલી રહેલી બચાવ કામગીરી અને ત્યાંના લોકોને રાહત આપવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

  બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા પોતે રવિવારે હિમાચલની મુલાકાત લેશે અને પરિસ્થિતિનો તાગ મેળવશે. નડ્ડા શિમલા અને રાજ્યના અન્ય અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત દરમિયાન નુકસાનની સમીક્ષા પણ કરશે. કુદરતી આફતના કારણે શુક્રવારે લગભગ 65 મકાનો ધરાશાયી થયા હતા અને 270થી વધુ મકાનોને નુકસાન થયું હતું.

 • 19 Aug 2023 02:34 PM (IST)

  અમદાવાદ: આગામી 7 દિવસ રાજ્યમાં રહશે વરસાદી માહોલ

  • આવતીકાલે સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી
  • લો પ્રેશર સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસટર્બન્સ સર્જાતા વરસાદની આગાહી
  • આજે અમદાવાદ, ખેડા,અરવલ્લી, પંચમહાલ, આણંદ અને મહીસાગરમાં આગાહી
  • સૌરાષ્ટ્રનાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દિવમાં પણ વરસાદની આગાહી
  • દક્ષિણ ગુજરાતના સુરત,વલસાડ,નવસારી, તાપી,ડાંગ,ભરૂચમાં આગાહી
  • આવતીકાલે રાજ્યમાં વધશે વરસાદનું જોર
  • આવતીકાલે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
  • સાબરકાંઠા,બનાસકાંઠા,અરવલ્લી,પાટણ, મેહસાણા,અમદાવાદમાં ભારે વરસાદની આગાહી
  • સુરત,વલસાડ,નવસારી,તાપી,ડાંગ,છોટા ઉદપુર,ભરૂચમાં ભારે વરસાદની આગાહી
  • સૌરાષ્ટ્ર સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર,ભાવનગર,મોરબી, બોટાદ માં ભારે વરસાદની આગાહી
 • 19 Aug 2023 02:01 PM (IST)

  અમદાવાદ: 9 લોકોના જીવ લેનારા તથ્ય પટેલની જામીન અરજી પર સુનાવણી

  • કેસમાં પીડિતોના વકીલ તરીકે રાજેન્દ્ર શુક્લા રહ્યાં હાજર
  • કોર્ટે કેસમાં તથ્યની જામીન અરજીના વાંધા માટે 21 ઓગસ્ટ સુધીનો આપ્યો સમય
  • કેસમાં સરકાર પણ પોતાનું એફિડેવિટ 21 ઓગસ્ટના રજૂ કરશે
  • વધુ સુનાવણી 21 ઓગસ્ટના હાથ ધરાશે
 • 19 Aug 2023 01:14 PM (IST)

  રાજકોટ: ભારત બેકરીમાં આરોગ્ય વિભાગના દરોડા

  • અખાધ જથ્થો મળી આવ્યો
  • એક્સપાઇરી ડેટવાળો જથ્થો મળી આવ્યો
  • આર્ટિફિશયલ એશન્સ સહિતની અનેક અખાધ જથ્થો મળી આવ્યો
  • બ્રેડનો ટેસ્ટ વધારવા માટે કેમિકલ પાવડરનો ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું
 • 19 Aug 2023 12:43 PM (IST)

  ગાંધીનગર: પાંચ રાજ્યોની ચૂંટણીમાં ગુજરાત ભાજપનાં નેતાઓને સોંપાઈ જવાબદારી

  • ગુજરાત ભાજપના ધારાસભ્યોને રાજસ્થાન, મધ્યપ્રદેશની સોંપાઈ જવાબદારી
  • ગુજરાત ભાજપનાં 48 ધારાસભ્યોને રાજસ્થાન પ્રચારની સોંપાઈ જવાબદારી
  • ગુજરાત ભાજપના ધારાસભ્યો પહોંચ્યા રાજસ્થાન
  • ભાજપના ધારાસભ્ય જીતુ વાઘાણી, અલ્પેશ ઠાકોર, મહેશ કસવાલાના રાજસ્થાનમાં ધામાં
  • MLA જે.એસ.પટેલ, હીરા સોલંકી,પ્રકાશ વરમોરા,હસમુખ પટેલ પહોંચ્યા જયપુર
  • ચૂંટણી પ્રચારની રણનીતિ અંતર્ગત કરશે ગુજરાતના ધારાસભ્યો રાજસ્થાનમાં પ્રચાર
  • ધારાસભ્યો સરકારની કામગીરીની જાણકારી ગામડાના ખૂણે ખૂણા સુધી પહોચાડશે
  • 10 દિવસ સુધી ભાજપના ધારાસભ્યા પોતાને સોંપાયેલા મત વિસ્તાારમાં કામગીરી કરશે
 • 19 Aug 2023 12:05 PM (IST)

  જોધપુરમાં મોટો રોડ અકસ્માત, ત્રણ મહિલાઓના ઘટનાસ્થળે જ મોત

  જોધપુરના બિલારામાં રામદેવરા જઈ રહેલા લોકોને ખાનગી બસે કચડી નાખ્યા. આ અકસ્માતમાં ત્રણ મહિલાઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ અકસ્માતમાં ચાર લોકો ઘાયલ પણ થયા છે. મુસાફરોનો જથ્થો રામદેવરાની મુલાકાતે જતો હતો.

 • 19 Aug 2023 12:03 PM (IST)

  છોટાઉદેપુર: જીલ્લા પોલીસ પર રાત્રી દરમિયાન બુટલેગર દ્વારા ગાડી ચઢાવી દેવાનો પ્રયાસ

  • છોટાઉદેપુર જીલ્લા પોલીસે જવાબમાં ગાડી રોકવા કર્યું 3 રાઉન્ડ ફાયરિંગ
  • બુટલેગર ગાડીમાં દારૂ ભરીને જતા પાવી જેતપુર પાસે પોલીસ પર ગાડી ચઢાવી દેવાનો પ્રયાસ
  • જીલ્લા પોલીસે વડાતળાવ પાસે ફિલ્મી ઢબે પીછો કરી ગાડીમાં સવાર ત્રણ શખ્સની કરી ધરપકડ
  • બેફામ બોલેરો ગાડી ચલાવનાર ચાલક ગાડીમાંથી કૂદીને રાતના અંધારામાં ફરાર
  • પોલીસે રૂ.૧,૫૦,૭૦૦/- ના વિદેશી દારૂ સાથે ત્રણ જણાની કરી ધરપકડ
 • 19 Aug 2023 12:00 PM (IST)

  ભાજપ કાર્યકર સચિન ઠક્કર હત્યા કેસમાં ક્રાઈમ બ્રાંચે કોર્ટમાં 1700 પેજની ચાર્જશીટ મૂકી, 80 સાક્ષી, 12 આઈ વિટનેસ દર્શાવ્યા

  Vadodra : વડોદરાના ભાજપ (BJP) કાર્યકર સચિન ઠક્કર હત્યા કેસમાં (Sachin Thakkar murder case) ક્રાઈમ બ્રાંચે કોર્ટમાં 1700 પેજની ચાર્જશીટ (charge sheet) મુકી છે. આરોપીઓ સામે ત્રણ ચાર્જશીટમાં 80 સાક્ષી અને 12 આઈ વિટનેસ દર્શાવ્યા છે. 164 મુજબનું એક નિવેદન, 14 પંચનામા, FSL રિપોર્ટ અને CCTV ફૂટેજ પણ સામેલ કરવામાં આવ્યા છે. મારામારીનો વીડિયો ઉતારનારને પણ સાક્ષી બનાવ્યા છે.

 • 19 Aug 2023 11:22 AM (IST)

  Ahmedabad: MD ડ્રગ્સ સાથે બે આરોપીની ઝોન-2 LCB સ્કોર્ડે કરી ધરપકડ

  1. અમદાવાદ: MD ડ્રગ્સ સાથે બે આરોપીની ઝોન-2 LCB સ્કોર્ડે કરી ધરપકડ
  2. ત્રણ દરવાજા પાસે ટુ -વ્હિલરમાં ડ્રગ્સ પેકેટ લઈને જતો હતો
  3. ઝોન-2 LCB સ્કોર્ડ બાતમી આધારે બંન્ને આરોપી પકડ્યા
  4. બંન્ને ડ્રગ્સ પેડલરો પાસે 6.600 ગ્રામ એમડી ડ્રગ્સ કુલ 65 હજાર કિંમત ડ્રગ્સ કબ્જે કર્યું
  5. બે આરોપીમાંથી એક પેડલર અગાઉ ડ્રગ્સ કેસમાં પકડાઈ ચુક્યો છે
 • 19 Aug 2023 11:03 AM (IST)

  Ahmedabad : રખિયાલ અને ઓઢવમાં થયા બે અકસ્માત, BRTS બસે એક્ટિવા ચાલકને અડફેટે લેતા ગંભીર ઈજાગ્રસ્ત

  Ahmedabad: રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. આવી જ એક અકસ્માતની ઘટના અમદાવાદમાં સામે આવી છે. અમદાવાદના BRTS ટ્રેકમાં બે અકસ્માત થયા છે. અમદાવાદના રખિયાલ અને ઓઢવમાં અકસ્માતમાં થયેલા અકસ્માતમાં એકનું મોત થયુ છે. જ્યારે રખિયાલમાં BRTS બસે એક્ટિવા ચાલકને અડફેટે લેતા એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે કરુણ મોત થયુ છે. ઓઢવ BRTS પાસે પણ બે બાઇક વચ્ચે અકસ્માત થયો છે. અકસ્મતમાં એક ઘાયલને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે.

 • 19 Aug 2023 09:53 AM (IST)

  Ahmedabad: ચાંદલોડિયા વિસ્તારની શાળામાં વિદ્યાર્થીને માર મરાયો, બાળકને માર મરાતા વાલીમાં રોષ

  1. ચાંદલોડિયા વિસ્તારની શાળામાં વિદ્યાર્થીને માર મરાયો
  2. ચાંદલોડિયા બ્રિજ પાસે આવેલી શક્તિ સ્કૂલના શિક્ષકે વિદ્યાર્થીને માર્યો હોવાનો આરોપ
  3. પ્રી પ્રાઇમરી વિભાગના બાળકને માર મરાતા વાલીમાં રોષ
  4. સિનિયર કે.જી.માં અભ્યાસ કરતા બાળકને માર મરાયાનો આક્ષેપ
  5. 5 વર્ષના બાળકને શિક્ષકે માર માર્યાનો આક્ષેપ
  6. વાંચતા નથી આવડતું કહીને શિક્ષકે બાળકને માર માર્યો હોવાનો વાલીનો આક્ષેપ
 • 19 Aug 2023 09:08 AM (IST)

  વલસાડ જિલ્લામાં GST વિભાગનું સર્ચ ઓપરેશન, ટોબેકોના હૉલસેલ વેપારીઓની દુકાનમાં હાથ ધર્યું સર્ચ ઓપરેશન

  1. વલસાડ જિલ્લામાં GST વિભાગનું સર્ચ ઓપરેશન
  2. જિલ્લામાં વિવિધ જગ્યાઓ પર GST વિભાગની અલગ અલગ ટીમે હાથ ધરી તપાસ
  3. ટોબેકોના હૉલસેલ વેપારીઓની દુકાનમાં હાથ ધર્યું સર્ચ ઓપરેશન
  4. GSTના બિલો સહિત તમામ સામનોની તપાસ હાથ ધરાઈ
  5. મોટા પ્રમાણમાં બિલ વગર ટોબેકોની ગેરકાયદેસર હેરાફેરી કરતા હોવાની મળી હતી બાતમી
  6. વાપીમાં શક્તિ સેલ્સ, ભેરુ સ્ટોર તથા આર.એસ ટ્રેડર્સ નામની દુકાનમાં સર્ચ તો વલસાડમાં પણ 3થી 4 દુકાનોમાં સર્ચ હાથ ધરાયુ
  7. GST વિભાગના સર્ચ ઓપરેશનથી વેપારીઓમાં ફફડાટ
 • 19 Aug 2023 08:45 AM (IST)

  Himachal Pradesh Landslide: હિમાચલમાં તબાહી, પૂર અને વરસાદના કારણે લેન્ડસ્લાઈડ, 4 દિવસમાં 74ના મોત

  હિમાચલ પ્રદેશમાં (Himachal Pradesh Landslide) ભારે વરસાદે તબાહી મચાવી છે. રાજ્યમાં વરસાદ-પૂર અને ભૂસ્ખલનના કારણે છેલ્લા ચાર દિવસમાં 74 લોકોના મોત થયા છે, જ્યારે હજારો લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારને વરસાદના કારણે 7700 કરોડથી વધુનું નુકસાન થયું છે. શિમલા પર સતત ભૂસ્ખલનનો ખતરો છે. રાજ્યના ઘણા જિલ્લાઓ ભારે વરસાદ અને ભૂસ્ખલનથી ખરાબ રીતે પ્રભાવિત છે. લેન્ડસ્લાઈડ વિસ્તારોમાં એનડીઆરફીની ટીમ સતત તૈયાર છે. તે રાહત અને બચાવ કાર્યમાં વ્યસ્ત છે. તમને જણાવી દઈએ કે જો જૂનથી લઈને અત્યાર સુધીની વાત કરીએ તો રાજ્યમાં કુદરતી આફતોના કારણે 330 થી વધુ લોકોના મોત થયા છે.

 • 19 Aug 2023 08:09 AM (IST)

  અમદાવાદ શહેરમાં નવી 11 TPને મળી મંજૂરી, AMCને થશે મોટો ફાયદો

  Ahmedabad : અમદાવાદ શહેરમાં 11 નવી TPને મંજૂર કરવામાં આવી છે. જેમાં સાબરમતી, ચાંદલોડિયા, સરખેજ, કઠવાડા અને નરોડાનો સમાવેશ થયો છે. આ ઉપરાંત ગેરતપુર, વટવા, શાહવાડી, બાકરોલ-બાદરાબાદમાં પણ નવી TPને મંજૂરી મળી છે. AMCના બોર્ડમાં મંજૂરી બાદ ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ કમિટીની દરખાસ્તને રાજ્ય સરકારમાં મોકલવામાં આવશે.

 • 19 Aug 2023 07:51 AM (IST)

  Gandhinagar: દહેગામના ખેડૂતે આર્થિક સંકડામણના પગલે કર્યો આપઘાત, મૃતકના ખિસ્સામાં મળી સુસાઈડ નોટ

  Farmer Suicide : ગાંધીનગરના દહેગામમાં એક ખેડૂતે આર્થિક ભીંસમાં પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઇને જીવન ટૂંકાવી લીધું હોવાની ઘટના સામે આવી છે. મૃતક પાસે એક સુસાઇડ નોટ પણ મળી છે. જેમાં 5 જમીન દલાલના કારણે આપઘાત કર્યાનો ઉલ્લેખ કર્યો છે. સમગ્ર ઘટનાની વાત કરીએ, તો દહેગામના શિવમ બંગલોઝ ખાતે રહેતા જશવંત પટેલ નામના 50 વર્ષીય ખેડૂતે ઘરમાં જ દોરડું બાંધીને ગળેફાંસો ખાઇ લીધો. જો કે ઘટના બાદ તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.

 • 19 Aug 2023 07:36 AM (IST)

  સુરક્ષાદળોને મોટી સફળતા, બારામુલ્લામાંથી લશ્કરના 8 આતંકવાદીઓની ધરપકડ

  આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહીમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. જમ્મુ-કાશ્મીરના બારામુલામાંથી લશ્કરના 8 આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે.

 • 19 Aug 2023 06:48 AM (IST)

  દિલ્હીમાં ભારે વરસાદ, ભેજવાળી ગરમીથી લોકોને મળી રાહત

  દિલ્હીના વિવિધ ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ વરસાદને કારણે દિલ્હીના લોકોને ભીષણ ગરમીથી રાહત મળી છે.

 • 19 Aug 2023 06:22 AM (IST)

  અમરનાથ ગુફામાંથી પરત ફરતી વખતે 300 ફૂટ નીચે પડ્યો તીર્થયાત્રી, થયુ મોત

  જમ્મુ-કાશ્મીરની અમરનાથ ગુફામાંથી પરત ફરતી વખતે બિહારના રોહતાસ જિલ્લાના તુમ્બા ગામના તીર્થયાત્રી વિજય કુમાર શાહ કાલીમાતા પાસે લપસીને 300 ફૂટ નીચે પડી ગયા હતા. જમ્મુ અને કાશ્મીર પોલીસે જણાવ્યું હતું કે તીર્થયાત્રીને માઉન્ટેન રેસ્ક્યુ ટીમ અને આર્મી દ્વારા સંયુક્ત રીતે બચાવી લેવામાં આવ્યો હતો, પરંતુ પાછળથી તેનું મૃત્યુ થયું હતું.

Published On - Aug 19,2023 6:22 AM

Follow Us:
અમદાવાદની અરિહંત એસ્ટેટના ગોડાઉનમાં ભયાનક બોઈલર બ્લાસ્ટ, 2 લોકોના મોત
અમદાવાદની અરિહંત એસ્ટેટના ગોડાઉનમાં ભયાનક બોઈલર બ્લાસ્ટ, 2 લોકોના મોત
જગન્નાથજીની રથયાત્રા પૂર્વે સામે આવેલા ખલાસીઓના વિવાદનો આવ્યો અંત
જગન્નાથજીની રથયાત્રા પૂર્વે સામે આવેલા ખલાસીઓના વિવાદનો આવ્યો અંત
રાજ્યના હવામાન વિભાગે આ ત્રણ જિલ્લામાં આપ્યુ વરસાદનું રેડ એલર્ટ
રાજ્યના હવામાન વિભાગે આ ત્રણ જિલ્લામાં આપ્યુ વરસાદનું રેડ એલર્ટ
1 ઈંચ વરસાદમાં રાજકોટના રસ્તાઓ થયા પાણી-પાણી, અનેક વાહનો ફસાયા-Video
1 ઈંચ વરસાદમાં રાજકોટના રસ્તાઓ થયા પાણી-પાણી, અનેક વાહનો ફસાયા-Video
અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, જુઓ-Video
અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, જુઓ-Video
જામનગરના મૂળિયા ગામે ભારે વરસાદમાં પૂલ તૂટ્યો, ફસાયા બાળકો
જામનગરના મૂળિયા ગામે ભારે વરસાદમાં પૂલ તૂટ્યો, ફસાયા બાળકો
અરવલ્લી અને સાબરકાંઠામાં વરસાદ, ખેડબ્રહ્મામાં 1 ઈંચ નોંધાયો, જુઓ
અરવલ્લી અને સાબરકાંઠામાં વરસાદ, ખેડબ્રહ્મામાં 1 ઈંચ નોંધાયો, જુઓ
વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જામ્યો,કેટલાક જિલ્લામાં યલો એલર
વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જામ્યો,કેટલાક જિલ્લામાં યલો એલર
નવસારીથી ચોમાસુ આગળ વધ્યુ,મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં વહેલી સવારથી વરસાદ
નવસારીથી ચોમાસુ આગળ વધ્યુ,મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં વહેલી સવારથી વરસાદ
વીજળીના કડાકા-ભડાકા સાથે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ
વીજળીના કડાકા-ભડાકા સાથે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ
g clip-path="url(#clip0_868_265)">