બોમ્બથી ઉડાવી દઈશું…મુંબઈમાં અમેરિકન એમ્બેસીને મળી ધમકી, પોલીસ એલર્ટ
મુંબઈમાં મહાવાણિજ્ય દૂતાવાસને બોમ્બની ધમકી મળી છે. આ ધમકી 9 ફેબ્રુઆરીના રોજ ઈમેલ દ્વારા મળી હતી. જે ધમકીભર્યો ઈમેલ મોકલનારા વ્યક્તિએ પોતાને અમેરિકન ભાગેડુ ગણાવ્યો હતો. હાલ પોલીસે માહિતીના આધારે ગુનાની નોંધણી કરીને તપાસ શરૂ કરી દીધી છે.
મુંબઈમાં યુએસ મહાવાણિજ્ય દૂતાવાસને બોમ્બની ધમકી મળી છે. ઈમેલ દ્વારા મળેલી આ ધમકીની માહિતી મળ્યા બાદ મુંબઈ પોલીસે સંબંધિત કલમો હેઠળ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ રજીસ્ટર કર્યો છે. ઈમેલ મોકલનારના આઈપી એડ્રેસની મદદથી પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.
આ ધમકી બે દિવસ પહેલા મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ સ્થિત એમ્બેસી ઓફિસને મોકલવામાં આવી હતી. બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ પોલીસના જણાવ્યા અનુસાર અમેરિકાની એમ્બેસી દ્વારા 9 ફેબ્રુઆરીએ માહિતી આપવામાં આવી હતી.
એમ્બેસીને ઉડાવી દેવાની ધમકી
કહેવામાં આવ્યું હતું કે, સવારે 3.50 વાગ્યે દૂતાવાસના ઓફિશિયલ આઈડી rkgtrading777@gamil.com પર ધમકીભર્યો મેલ મોકલવામાં આવ્યો છે. જેમાં ઈમેલ મોકલનારે પોતાને અમેરિકાથી ભાગેડુ ગણાવીને એમ્બેસીને ઉડાવી દેવાની ધમકી આપી છે. એટલું જ નહીં આરોપીએ અમેરિકન એમ્બેસીને ઉડાવી દેવાની ધમકી પણ આપી છે.
આ ઈમેલમાં કહેવામાં આવ્યું છે કે, અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન વ્યક્તિગત રીતે તેમની માફી માંગે અને તેમની સામે પેન્ડિંગ તમામ 19 કેસ રદ કરે. આ સાથે તેણે લખ્યું છે કે જો આમ નહીં કરવામાં આવે તો તે ‘ભારતમાં દરેક અમેરિકન એમ્બેસીને બોમ્બથી ઉડાવી દેશે.’
આઈપી એડ્રેસ દ્વારા આરોપીને શોધી રહી છે પોલીસ
આવી સ્થિતિમાં જે કોમ્પ્યુટરથી આ ધમકી મોકલવામાં આવી હતી, તેના આઈપી એડ્રેસને શોધીને પોલીસ આરોપીને ઓળખવાની ટ્રાઈ કરી રહી છે. આ ક્રમમાં પોલીસે આરોપીઓ સામે ધમકીની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. તમને જણાવી દઈએ કે દેશની અન્ય પ્રતિષ્ઠિત સંસ્થાઓ સાથે આ પહેલા પણ ઘણી વખત આવું બન્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર અત્યાર સુધી ધમકીભર્યા ઈમેલ મગજ ફરેલા લોકો દ્વારા મોકલવામાં આવ્યા છે. આ કૃત્ય પાછળ પણ કોઈ મગજ ફરેલાનો હાથ હોવાની આશંકા છે.
પોલીસ ડાયવર્ઝન પણ ચેક કરી રહી છે
આમ છતાં પોલીસ કોઈપણ પ્રકારનું જોખમ લેવા માગતી નથી. આથી પોલીસે જે રીતે શક્ય છે તે રીતે મામલાની તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર સૌથી પહેલા એ જોવામાં આવી રહ્યું છે કે જે કોમ્પ્યુટરથી આ ધમકીભર્યો મેલ મોકલવામાં આવ્યો છે તે ભારતમાં છે કે પછી વિદેશમાં બેસીને આવી કાર્યવાહી કરવામાં આવી છે કે કેમ. આ માટે પોલીસ તંત્રના ડાયવર્ઝન પણ ચકાસી રહી છે.