TV9 નેટવર્કના OTT પ્લેટફોર્મ News9 Plusએ મુંબઈમાં 1993માં થયેલા બોમ્બ વિસ્ફોટ પર નિષ્ણાંતો સાથે વાત કરી છે, જેમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. ટેરરિઝમ એન્ડ ઓર્ગનાઈઝડ ક્રાઈમ એક્સપર્ટ કહ્યું હતુ કે મુંબઈ પરનો હુમલો ISI નું કાવતરું હતું. અને આ કામ દાઉદ ઈબ્રાહિમની ગેંગે કર્યું હતું. તમને જણાવી દઈએ કે લગભગ 30 વર્ષ પહેલા 12 માર્ચ 1993ના રોજ મુંબઈમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયો હતો.જેનાથી આખું શહેર હચમચી ગયું હતુ.
તો આ આંતકી હુમલામાં 257 લોકોના કરૂણ મોત નિપજ્યા હતા, જ્યારે 1400 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ હુમલાઓનો માસ્ટરમાઈન્ડ દાઉદ ઈબ્રાહીમની હજુ સુધી કોઈ ભાળ મળી નથી. આ ભયાનક આતંકવાદી હુમલાને 30 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે,ત્યારે ન્યૂઝ9 પ્લસએ ટેરરિઝમ એન્ડ ઓર્ગનાઈઝડ ક્રાઈમ એક્સપર્ટ પ્રેમ મહાદેવન અને મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર એમએન સિંહ સાથે Exclusive વાતચીત કરી છે.
ટેરરિઝમ એન્ડ ઓર્ગનાઈઝડ ક્રાઈમ એક્સપર્ટ પ્રેમ મહાદેવને સ્પષ્ટપણે કહ્યું હતુ કે મુંબઈમાં થયેલા આ ભયાનક આતંકવાદી હુમલા પાછળ પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થાનો હાથ છે. જ્યારે મુંબઈ પર હુમલો થયો ત્યારે લેફ્ટનન્ટ જનરલ નાસિર ISI નું નેતૃત્વ કરી રહ્યા હતા.તો મુંબઈમાં જે આતંકવાદી હુમલો થયો હતો તે વાસ્તવમાં બે ભાગમાં થયો હતો. પહેલા બોમ્બ વિસ્ફોટ કરવાનો હતો અને પછી લોકો પર અંધાધૂંધ ગોળીબાર કરવાનો હતો.
તો વધુમાં જણાવ્યુ હતુ કે,એ આંતકવાદીઓ નહોતા પણ તેણે ગુંડાઓને ભાડે રાખ્યા હતા. તેમની ભૂમિકા અને તેમનો ઉદ્દેશ્ય શહેરમાં પાયમાલ મચાવવો, અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડવાનો અને સાંપ્રદાયિક સંબંધોને ધ્રુવીકરણ કરવાનો હતો અને જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવવનો વારો આવ્યો.
મહાદેવને બીજી એક વાત સ્પષ્ટતા કરી કે મુંબઈમાં જે હુમલા થયા છે તેનો બાબરી મસ્જિદ ધ્વન્સ સાથે બિલકુલ સંબંધ નથી. જો કે ઘણા લોકો માને છે કે આ હુમલા તેના પછી કરવામાં આવ્યા હતા. તેણે વધુમાં કહ્યું હતુ કે જે લોકો તેનો હિસ્સો હતા તેઓ બોમ્બ બ્લાસ્ટથી થયેલી તબાહીથી ખૂબ જ ડરી ગયા હતા, તેથી તેઓએ તેમણે બાદમાં ગોળીબાર કરવાનુ ટાળ્યુ,પરંતુ ભારતે ફરી 2008માં 26/11ના મુંબઈ હુમલામાં આતંકવાદનો આતંક જોયો. આ હુમલાનું આયોજન પણ વિદેશથી કરવામાં આવ્યું હતું અને તે માસ્ટર પ્લાનનો ભાગ હતો.
તો આ તરફ મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર એમએન સિંહે કહ્યું હતુ કે, ‘6 ડિસેમ્બર, 1992ના રોજ બાબરી મસ્જિદના ધ્વન્સ પછી મુંબઈમાં થયેલા રમખાણો દરમિયાન હિંદુઓએ જાહેર રસ્તાઓ પર નમાજ પઢવાના વિરોધમાં “મહા આરતી” શરૂ કરી હતી. આનાથી બંને સમુદાયો વચ્ચે તણાવ વધુ વધ્યો. તેથી અમે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા હતા. બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં વિસ્ફોટ થયો હોવાનો મેસેજ મળ્યો ત્યારે હું મારી ઓફિસમાં હતો. લગભગ 1:30 વાગ્યા હતા, હું લંચ માટે જવાનો હતો ત્યારે કંટ્રોલ રૂમે મને બ્લાસ્ટ વિશે જાણ કરી. હું તરત જ સ્થળ પર પહોંચી ગયો. ઘટના સ્થળ ખૂબ જ ડરામણું હતું. જેમાં લગભગ 80 લોકોના મોત થયા હતા.
જે બાદ તેઓ સ્થળની મુલાકાત લેવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ ઈમારત વિસ્ફોટના નજીકમાં જોયું તો કારમાં હથિયારો રાખવામાં આવ્યા હતા અને અહીંથી મુંબઈ હુમલાની તપાસનો ધમધમાટ શરૂ થયો. તેણે વધુમાં કહ્યું હતુ કે, આ વાહન દાણચોર ટાઈગર મેમણનું હતું. મેમણ માહિમની અલ-હુસૈની બિલ્ડિંગમાં રહેતો હતો. તેનું પૂરું નામ મુસ્તાક ઈબ્રાહીમ મેમણ હતું. તેની સામે અટકાયતનો હુકમ પેન્ડિંગ હતો.અમે તરત જ અલ-હુસૈની બિલ્ડિંગમાં ગયા,ત્યાં ઘરને તાળુ હતુ. પડોશીઓએ અમને કહ્યું કે તેઓ દુબઈ ગયા છે અને ત્યારે જ અમને ખબર પડી કે તે બોમ્બે અંડરવર્લ્ડનું કામ હતુ. આના પરથી અમને ખબર પડી કે તે દાઉદ ઈબ્રાહિમ-ટાઈગર મેમણ લિંક દ્વારા થયુ છે.
Published On - 6:51 am, Sun, 12 March 23