હદ કરી.. ઓનલાઈન Loan App એ કર્યું જોવાય નહીં તેવું કામ ! મોર્ફ કરેલા આપતીજનક ફોટો મોકલી વસૂલાત માટે મહિલાને કરી બ્લેકમેલ

લોન શાર્કે બ્યુટિશિયનને તેના ફોટોગ્રાફ્સ સાથે ચેડા કરીને બ્લેકમેલ કરવાનો પ્રયાસ કર્યો હતો. ઓનલાઈન લોન એપ્સ અને ડિજિટલ લોન શાર્ક દ્વારા નાણાકીય કટોકટીથી પીડિત લોકોનું શોષણ સતત વધી રહ્યું છે.

હદ કરી.. ઓનલાઈન Loan App એ કર્યું જોવાય નહીં તેવું કામ ! મોર્ફ કરેલા આપતીજનક ફોટો મોકલી વસૂલાત માટે મહિલાને કરી બ્લેકમેલ
Follow Us:
| Updated on: Apr 10, 2024 | 9:12 PM

ઓનલાઈન લોન એપ્સ અને ડિજિટલ લોન શાર્ક દ્વારા નાણાકીય કટોકટીથી પીડિત લોકોનું શોષણ સતત વધી રહ્યું છે. મુંબઈમાં એક બ્યુટિશિયન સાથે બનેલી ઘટનાએ ફરી એકવાર આ સમસ્યાને ઉજાગર કરી છે. લોન શાર્કે બ્યુટિશિયનને તેના ફોટોગ્રાફ્સ સાથે ચેડા કરીને બ્લેકમેલ કરવાનો પ્રયાસ કર્યો હતો.

એક મીડિયા અહેવાલ મુજબ, મુંબઈની એક બ્યુટિશિયને સોશિયલ મીડિયા પર દેખાતી એક એપથી 10,000 રૂપિયાની લોન લીધી હતી. આ ઓનલાઈન લોન એપ્સની પ્રક્રિયા મુજબ, લોન લેનાર વ્યક્તિએ તેની ઓળખ, દસ્તાવેજો અને મોબાઈલ એક્સેસની પરવાનગી આપવી પડશે. મહિલાએ 1 એપ્રિલે ‘ઓછા વ્યાજ’ અને ‘સાત દિવસમાં ચૂકવણી’ની શરતે લોન લીધી હતી.

મોર્ફ ફોટા તેના કોન્ટેક્ટને મોલકવા આપી ધમકી

7 એપ્રિલના રોજ મહિલાને લોનની ચુકવણી માટે ફોન આવવા લાગ્યા હતા. લોન એજન્ટોએ તેણીને ધમકી આપી હતી કે જો તેણી તરત જ પૈસા ચૂકવશે નહીં, તો તેના ફોટા તેના સંપર્કોને મોકલવામાં આવશે. ડરના કારણે, મહિલાએ ઉતાવળમાં પેમેન્ટ કર્યું, પરંતુ તેમ છતાં તેણીને તેના મોબાઇલમાં તેના પોતાના નગ્ન ફોટા મળ્યા જે સાથે છેડછાડ કરવામાં આવી હતી.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

મહિલાએ એલટી માર્ગ પોલીસનો સંપર્ક કર્યો અને ભારતીય દંડ સંહિતા અને માહિતી ટેકનોલોજી અધિનિયમની વિવિધ કલમો હેઠળ અજાણ્યા ગુનેગારો સામે કેસ નોંધવામાં આવ્યો છે.

એક મીડિયા અહેવાલ મુજબ, YouGov દ્વારા ગયા વર્ષે નવેમ્બરમાં હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે 72 ટકા ભારતીયો તાજેતરના ભૂતકાળમાં અમુક પ્રકારના ઓનલાઈન કૌભાંડ/છેતરપિંડીનો ભોગ બન્યા છે. સર્વેમાં જાણવા મળ્યું છે કે ઓનલાઈન શોપિંગ કૌભાંડો સૌથી સામાન્ય છે (27 ટકા), ત્યારબાદ નકલી જોબ ઓફર (26 ટકા), બેંક/કાર્ડ ફિશિંગ (21 ટકા), રોકાણ કૌભાંડ (18 ટકા), ખોટા લોટરી વચનો (18 ટકા), સોશિયલ મીડિયા અને લોન ઑફર (17 ટકા), નકલી ચેરિટી અને સરકારી ફિશિંગ (12 ટકા), અને ડેટિંગ એપ્લિકેશન છેતરપિંડી (11 ટકા) સાથે સંકળાયેલા કૌભાંડો.

માત્ર 30 ટકા લોકો પોલીસને કરે છે જાણ

જો કે મોટી સંખ્યામાં ભારતીયો આ કૌભાંડોનો ભોગ બન્યા છે, પરંતુ માત્ર 30 ટકા લોકોએ સંબંધિત અધિકારીઓને તેની જાણ કરી હતી અને 48 ટકા લોકોએ તેમના પૈસા પાછા મળી ગયાનો દાવો કર્યો હતો. આ સર્વે 18 વર્ષથી વધુ ઉંમરના 1,022 લોકો પર કરવામાં આવ્યો હતો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">