મહારાષ્ટ્રના જાણીતા બિલ્ડર મંગેશ ગાયકર ઉપર ફાયરિંગ ! પુત્ર પણ ઘાયલ
મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં એક મોટી ઘટના સામે આવી છે. જાણીતા બિલ્ડર અને મંગેશ શ્રી ગ્રુપના માલિક મંગેશ ગાયકરની ગુરુવારે થાણેના કલ્યાણ વિસ્તારમાં ગોળી વાગી છે. કહેવામાં આવી રહ્યું છે કે મંગેશ ગાયકરને તેમની ઓફિસમાં ગોળી વાગી હતી. ગોળીબારમાં તેનો પુત્ર પણ ઘાયલ થયો છે.
મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં એક મોટી ઘટના સામે આવી છે. નામાકિંત બિલ્ડર અને મંગેશ શ્રી ગ્રુપના માલિક મંગેશ ગાયકરની ગુરુવારે થાણેના કલ્યાણ શહેરમાં ગોળી વાગી છે. કહેવામાં આવી રહ્યું છે કે મંગેશ ગાયકરને તેમની ઓફિસમાં ગોળી વાગી હતી. ગોળીબારમાં તેનો પુત્ર પણ ઘાયલ થયો હતો. બંનેને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસ ઘટનાની તપાસમાં વ્યસ્ત છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ગોળી મંગેશ ગાયકરની લાયસન્સવાળી રિવોલ્વરમાંથી ચલાવવામાં આવી હતી. હવે કોઈએ તેની જ બંદૂકમાંથી તેના પર ગોળીબાર કર્યો છે કે મીસ ફાયરને કારણે ગોળી વાગી છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. પ્રાથમિક માહિતી મુજબ મંગેશ ગાયકરે પોતાના નામે લાયસન્સ બંદૂક લીધી હતી. આ બંદૂકમાંથી ગોળી ચલાવવામાં આવી હતી. પહેલા ગોળી મંગેશને વાગી, પછી તેના પુત્રને. બંનેને ઈજાગ્રસ્ત હાલતમાં તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
મંગેશ ગાયકરના બિઝનેસ પાર્ટનર્સ તેમની ઓફિસમાં સાથે બેઠા હતા. આ વખતે બંદૂક સાફ કરતી વખતે મંગેશથી ભૂલથી બંદૂકમાંથી ફાયરિંગ થયું હતું. પ્રાથમિક માહિતી મુજબ ગોળી મંગેશ ગાયકરના હાથમાંથી નીકળી ગઈ હતી અને બાદમાં તેના પુત્રને પણ વાગી હતી. આ ઘટના બાદ તરત જ બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘટના અંગે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી
પોલીસ ઘટનાસ્થળે પહોચીને ગોળીબારની ઘટના અંગે ઝીણવટભરી માહિતી મેળવી હતી. જે બાદ પોલીસ પૂછપરછ માટે મીરા હોસ્પિટલ પણ ગઈ હતી. આ કેસમાં ગાયકરને કેવી રીતે ગોળી વાગી? આ તપાસનો એક ભાગ છે. આથી પોલીસ આ મામલે ઝીણવટભરી તપાસ કરી રહી છે. પોલીસની તપાસમાં કઈ માહિતી બહાર આવે છે? તે જોવું મહત્વપૂર્ણ રહેશે.