અમિત શાહે એકનાથ શિંદે અને અજીત પવારને રોકડું પરખાવ્યું, લોકસભાની આટલી જ બેઠકો મળશે, વિધાનસભા વખતે જોયું જશે

અમિત શાહે ગઈકાલ મોડી રાત્રીએ મંગળવારે મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈને સહયોગી પક્ષોના વડા સાથે બેઠકોની વહેંચણી પર વિચાર વિમર્શ કર્યો. તેમણે અજિત પવાર અને એકનાથ શિંદે સામે એક મુશ્કેલ ડીલ રજૂ કરી હતી.

અમિત શાહે એકનાથ શિંદે અને અજીત પવારને રોકડું પરખાવ્યું, લોકસભાની આટલી જ બેઠકો મળશે, વિધાનસભા વખતે જોયું જશે
Amit Shah, Eknath Shinde, Ajit Pawar, Devendra Fadnavis
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 06, 2024 | 1:05 PM

અમિત શાહે, ગઈકાલ મંગળવારે મોડી રાત્રે લોકસભા ચૂંટણી 2024 માટે મહારાષ્ટ્રમાં NDA ગઠબંધનની બેઠકોની વહેંચણી અંગે, એકનાથ શિંદે અને અજીત પવાર સાથે ચર્ચા કરી હતી. અમિત શાહ, સીએમ એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ અજિત પવારની સાથેસાથે દેવેન્દ્ર ફડણવીસને મળ્યા હતા. લોકસભાની ચૂંટણીને લઈને બેઠકોની વહેંચણીના મુદ્દે એકનાથ શિંદે અમિત શાહ સમક્ષ થોડા નરમ દેખાયા અને શિવસેના, જે શરૂઆતમાં 22 બેઠકોની માંગ કરી રહી હતી, તેમણે ઘટાડીને 13 લોકસભા બેઠકોઆપવાની વાત કરી.

અજિત પવારે પણ બારામતી સહિત 8 બેઠકો આપવામાં આવે તેવી માંગણી કરી હતી. આના પર અમિત શાહે એક મુશ્કેલ ડીલ રાખી અને એકનાથ શિંદેની શિવસેનાને 10 બેઠકો ઓફર કરી અને અજિત પવારની પાર્ટીને માત્ર 4 સીટો આપવાનું કહ્યું હતું.

અજીત પવારને જે ચાર બેઠકો આપવાની વાત કરી હતી તેમાં એક બેઠક બારામતી અને બીજી બેઠક ગઢ ચિરૌલીની છે. બારામતી બેઠક પરથી અજિત પવાર તેમની પત્ની સુનેત્રાને મેદાનમાં ઉતારવા માંગે છે. શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલે બારામતી બેઠક પરથી સાંસદ રહી ચૂકી છે અને તે આ જ બેઠક પરથી 2024ની પણ ચૂંટણી લડશે તેમ મનાય છે.

પહેલા મગર તો હવે સાપ વારો, નેકલેસ પહેરી Cannesમાં ઉતરી ઉર્વશી રૌતેલા, જુઓ-Photo
બિહારી અને ઈન્દોરી પૌઆમાં શું અંતર છે? સ્વાદના ચટાકાથી જ તમે જાણી શકશો
આજનું રાશિફળ તારીખ : 20-05-2024
ઉનાળામાં પેટમાં એસીડિટીથી રાહત મેળવવા માટે કરો આ ઉપાય
ઘરના માટલામાં જ મળશે Fridge જેવું ઠંડુ પાણી, કરી લો બસ આ કામ, જુઓ-VIDEO
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો

અજિત પવાર રાજ્ય સરકારના મંત્રી ધરમરાવ બાબા આત્રામને ગઢચિરોલીથી લોકસભાની ચૂંટણીના મેદાનમાં ઉતારવા માંગે છે. મહારાષ્ટ્રમાં લોકસભાની કુલ 48માંથી 32 બેઠકો પર ભાજપ ચૂંટણી લડવા માંગે છે અને બાકીની બેઠકો ગઠબંધન ભાગીદારો એકનાથ શિંદે ની શિવસેના અને અજીત પવારની એનસીપીને ઓફર કરી છે.

અમિત શાહે આ બન્નેને 14 બેઠકોની ઓફર કરતા કહ્યું કે લોકસભાની ચૂંટણીમાં બીજેપીની જીતની શક્યતાઓ વધારે છે. તેથી ભાજપને વધુ બેઠકો આપો. તેની સામે ભાજપ, મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ગઠબંધન ભાગીદારો માટે વધુ બેઠકો ફાળવશે. આ રીતે અમિત શાહે મુશ્કેલ ડીલ કરવાની સાથે એક મોટું વચન પણ આપી દીધુ છે.

ભાજપ મહારાષ્ટ્રની પરભણી, ઔરંગાબાદ, ઉસ્માનાબાદ અને રત્નાગીરી સિંધુદુર્ગની બેઠકોમાં પણ ફેરબદલ ઈચ્છે છે. હવે મુંબઈની વાત કરીએ તો એકનાથ શિંદેની પાર્ટીએ અહીં 2 સીટોની માંગણી કરી છે. પરંતુ ભાજપ માત્ર થાણે સીટ આપવા માંગે છે.

આ બેઠક એકનાથ શિંદેની શિવસેનાનો ગઢ રહી છે અને ખાસ કરીને એકનાથ શિંદેનો સારો પ્રભાવ રહ્યો છે. મોડી રાત સુધી ચાલેલી બેઠકમાં અમિત શાહે સ્પષ્ટ ઓફર કરી હતી કે તમે લોકો હવે ઓછી બેઠકો લો. પછી બદલામાં તમને વિધાનસભામાં વધુ સીટો ઓફર કરવામાં આવી શકે છે.

દરમિયાન બીજેપીના એક નેતાએ કહ્યું કે હવે મહારાષ્ટ્રની સીટો પર પણ વિચાર કરવામાં આવશે. હાલમાં જે બેઠકો માટે મતભેદ છે તે સિવાયના કેટલાક ઉમેદવારોના નામ જાહેર થઈ શકે છે. તેઓ આગામી થોડા દિવસોમાં ત્રણેય સહયોગી બેઠકોનો મુદ્દો ઉકેલશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમિત શાહની મહારાષ્ટ્ર મુલાકાત સીટ વહેંચણીના દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ હતી. દરમિયાન તેમણે સંભાજીનગરમાં એક રેલીને પણ સંબોધી હતી. અહીં તેમણે વર્તમાન સાંસદ ઈમ્તિયાઝ જલીલનો ઉલ્લેખ કરતા કહ્યું કે અહીંથી નિઝામના શાસનને ખતમ કરવાની જરૂર છે.

Latest News Updates

માર્કેટમાં આવ્યું ગરમીમાં ઠંડક આપતું જેકેટ ! જાણો ક્યાં મળે છે?
માર્કેટમાં આવ્યું ગરમીમાં ઠંડક આપતું જેકેટ ! જાણો ક્યાં મળે છે?
ગુજરાતના આ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં જ 10 લોકોના મોત
ગુજરાતના આ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં જ 10 લોકોના મોત
આ પાંચ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
આ પાંચ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
g clip-path="url(#clip0_868_265)">