IRCTC Hotel Booking: જો તમે સોલો ટ્રિપ પર જઈ રહ્યા છો તો IRCTC પરથી આવી રીતે કરો હોટલ બુક
છેલ્લા કેટલાક વર્ષોમાં સોલો ટ્રીપ (Solo Trip)નો ટ્રેન્ડ ઘણો વધ્યો છે. છોકરો હોય કે છોકરી દરેકને સોલો ટ્રીપ ગમે છે કારણ કે, આમાં તમે તમારા મનના માસ્ટર રહો છો.
જો તમે સોલો ટ્રીપ પર જઈ રહ્યા છો, તો IRCTC દ્વારા હોટલ બુક કરો. તમે IRCTC દ્વારા અલગ-અલગ શહેરોમાં હોટલ બુક કરાવી શકો છો. તમે તમારી સુવિધા અને બજેટ અનુસાર સસ્તાથી લઈને મોંઘા ડીલક્સ રૂમ IRCTC પરથી બુક કરાવી શકો છો. એટલું જ નહીં IRCTC હોટલ બુકિંગ પર પણ ડિસ્કાઉન્ટ મળે છે. તમે IRCTCની અધિકૃત વેબસાઇટ દ્વારા મોટા શહેરો અને રાજ્યોમાં સસ્તી હોટલ અને રિસોર્ટ બુક કરાવી શકો છો. જ્યારે કોઈ વ્યક્તિ સોલો ટ્રીપ પર જાય છે, ત્યારે તેણે અગાઉથી પોતાના માટે હોટેલ બુક કરાવી લેવી જોઈએ.
કોઈપણ ડેસ્ટિશેનશન પર હોટલ રૂમ બુક કરો
તમે IRCTC ટુરિઝમ વેબસાઈટ પર જઈને ભારતમાં કોઈપણ ડેસ્ટિશેનશન પર હોટેલ રૂમ બુક કરી શકો છો. તમારે ફક્ત અમુક ડીલ્સ અને ડિસ્કાઉન્ટની કાળજી લેવાની છે. રૂમ મોટાભાગે બે લોકો માટે હોય છે અને તમારી કિંમતમાં ટેક્સનો સમાવેશ કરવામાં આવશે નહીં. ઉપરાંત, એક વાત યાદ રાખો કે દરેક હોટલની અલગ-અલગ સર્વિસ ચાર્જ પોલિસી હોય છે. તમને આ કિંમતમાં નાસ્તો સહિત અનેક વિકલ્પો ઓફર કરવામાં આવશે.
આ પણ વાંચો : અદાણીના ટ્રેનમેન પોર્ટલ પરથી ઓનલાઈન ખરીદો ટ્રેન ટિકિટ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
IRCTC વેબસાઈટ દ્વારા આ રીતે હોટલ બુક કરો
1-સૌથી પહેલા IRCTC વેબસાઇટ www.hotel.irctctourism.com/hotel ની મુલાકાત લો.
2- અહીં તમને હોટેલનો પહેલો વિકલ્પ દેખાશે જેના પર તમારે ક્લિક કરવાનું છે
3-આ પછી તમારે જે શહેર અથવા હોટેલમાં રહેવાનું છે તેનું નામ દાખલ કરવાનું રહેશે
4-ધારો કે તમે ઋષિકેશમાં હોટલ બુક કરવી છે, તો પછી તમારે કેટલા દિવસ માટે અને કેટલા લોકો માટે હોટેલ જોઈએ છે તેની વિગતો દાખલ કરવાની રહેશે.
5- વિગતો ભર્યા પછી તમારે Find Hotel પર ક્લિક કરવાનું રહેશે
6-તમે તમારા ભાવ દરને ફિલ્ટર કરી શકો છો, ડિસ્કાઉન્ટ ઓફર પર ક્લિક કરો
7- આની સાથે તમે ઓપ્શનમાં ત્રણ, ચાર અને ફાઈવ સ્ટાર હોટલનો વિકલ્પ પણ પસંદ કરી શકો છો.
8-પછી કન્ટીન્યુ ટુ બુક પર ક્લિક કરો અને રજિસ્ટર્ડ IRCTC લોગિન આઈડી વડે લોગ ઈન કરો
9-પછી તમારી અંગત વિગતો દાખલ કરો અને વિગતો તપાસો
10-આ પછી તમારી પસંદગીની હોટેલ માટે પેમેન્ટ કરો અને તમારી હોટેલ બુક થઈ જશે