ATM In Train : યાત્રીગણ કૃપ્યા ધ્યાન દે…….. હવે ચાલુ ટ્રેનમાં તમે ATMમાંથી પૈસા ઉપાડી શકશો
ભારતીય રેલવેએ ટ્રેનમાં એટીએમ લગાવી સફર પરિક્ષણ કર્યું છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેમાં એટીએમને ટ્રેનમાં કેવી રીતે લગાવવામાં આવ્યું છે, તે રજુ કરે છે.હવે તમે ચાલું ટ્રેનમાં પણ એટીએમમાંથી પૈસા કાઢી શકશો.

ભારતમાં પહેલી વખત ટ્રેનની અંદર એટીએમ મશીન લગાવવામાં આવ્યું છે. આ રીતે સફર પરિક્ષણ મહરાષ્ટ્રની મનમાડ સીએસએમટી પંચવટી એક્સપ્રેસ ટ્રેનમાં કરવામાં આવ્યું હતુ. આ પહેલા એટીએમ ઓન વ્હીલ્સ નામ આપવામાં આવ્યું છે. રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે આ એટીએમનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યો છે.જે વીડિયો હાલ ખુબ ટ્રેન્ડિંગમાં છે.
આ પહેલ રેલ્વે બોર્ડના નિર્દેશનો એક ભાગ છે કે ભાડા સિવાય આવક વધારવા માટે નવા વિચાર અને નવી પદ્ધતિઓ અપનાવી છે. આ અંતર્ગત, 25 માર્ચ, 2025ના રોજ, રેલવેએ તમામ સંભવિત વિ વેન્ડરો સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં ચાલતી ટ્રેનોમાં મોબાઈલ એટીએમ લગાવવાનો વિચાર રાખવામાં આવ્યો હતો, જેને બાદમાં મંજૂરી આપવામાં આવી હતી.
In a first, ATM facility in train. pic.twitter.com/onTHy8lxkd
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) April 16, 2025
કેવી રીતે થયું ટ્રાયલ ?
ટ્રેનમાં એટીએમની પ્રથમ ટ્રાયલ 10 એપ્રિલ 2025ના રોજ મનમાડ-સીએસએમટી પંચવટી એક્સપ્રેસમાં કરવામાં આવ્યું હતુ. ટ્રેનની મિની પેન્ટ્રી વાળા ભાગમાં એટીએમ લગાવવામાં આવ્યું હતુ. રેલવેની મેકેનિકલ ટીમે આ કામ કર્યું છે અને એટીએમને સુરક્ષિત રીતે ફિટ કર્યું હતુ. રબર પેડ અને બોલ્ટની મદદથી એટીએમ ટ્રેન ચાલતી વખતે લાગનારા ઝટકા લાગશે નહી.સલામતી જાળવવા માટે તે સ્થળે બે અગ્નિશામક ઉપકરણો પણ લગાવવામાં આવ્યા છે.
આ પહેલનો હેતુ શું છે?
ટ્રેનમાં એટીએમ લગાવવાથી યાત્રિકો ક્યાંય પણ જાય છે પૈસા નિકાળવાની સુવિધા આપવાની છે. ભાડા ઉપરાંત રેલ્વેને વધારાની આવકનો સ્ત્રોત મળશે તેમજ રેલ્વે વધુ આધુનિક અને સ્માર્ટ બનશે.રેલ્વે સતત આધુનિકીકરણ તરફ આગળ વધી રહી છે અને ‘વિકસિત ભારત 2047’ના સ્વપ્નને સાકાર કરવામાં વ્યસ્ત છે.
રેલવેએ ટ્રાયલ દરમિયાન એક ટ્રેનમાં ATM મશીન લગાવ્યું છે. જેનાથી મુસાફરીઓ કોઈ મુશકેલીઓ વગર પૈસા કાઢી શકે, જો આ ટ્રાયલ રેલવેનું સફર રહ્યું તો ટુંક સમયમાં અનેક ટ્રેનમાં પણ ATMની સુવિધા આપવામાં આવશે.
ભારતીય રેલવે એ મોટી રેલવે લાઈન છે. આ દૂનિયાની ચોથા ક્રમ પર આવતી રેલવે સેવા છે. ભારતમાં રેલવેની કુલ લંબાઈ 1,15,000 કિલોમીટર સુધીની છે. રેલવેના આવા અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..
