Fact Check : PM Modi અને રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરમેન Nita Ambani નો આ ફોટો ફેક છે, જાણો શું છે હકીકત
આ ફોટો વર્ષ 2018 માં રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા પદ્મ પુરસ્કાર સમારોહ સમયનો છે અને મૂળ ઘટના તથા મૂળ ફોટોમાં વડાપ્રધાન મોદી સાથે નીતા અંબાણી (Nita Ambani) નહીં, પરંતુ પદ્મ પુરસ્કાર વિજેતા દીપિકા મોંડલ (Deepika Mondol) છે, જેને વડાપ્રધાન મોદી નમસ્કાર કરી રહ્યા છે.
Fact Check : આજકાલ સોશિયલ મીડિયામાં વડાપ્રધાન મોદી (PM Modi) અને રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરમેન નીતા અંબાણી (Nita Ambani) નો આ ફોટો ખુબ વાયરલ થઇ રહ્યો છે. આ ફોટોમાં વડાપ્રધાન મોદી નીતા અંબાણીને બે હાથ જોડીને નમસ્કાર કરી રહ્યા છે, અને નીતા અંબાણી હસી રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે આ ફોટો અસલી નથી, નકલી છે. એટલે કે આ ફોટોમાં દર્શાવાયેલી ઘટના વાસ્તવિક નથી. આ ફોટોમાં એક અન્ય મહિલા છે, જેના મહાન કાર્ય બદલ વડાપ્રધાન મોદી તેમણે નમન કરી રહ્યાં છે.
નીતા અંબાણી નહીં, આ મહિલાને વડાપ્રધાને નમસ્કાર કર્યા આ ફોટો વર્ષ 2018 માં રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા પદ્મ પુરસ્કાર સમારોહ સમયનો છે અને મૂળ ઘટના તથા મૂળ ફોટોમાં વડાપ્રધાન મોદી સાથે નીતા અંબાણી (Nita Ambani) ને નહીં, પરંતુ પદ્મ પુરસ્કાર વિજેતા દીપિકા મોંડલ (Deepika Mondol) છે, જેને વડાપ્રધાન મોદી નમસ્કાર કરી રહ્યા છે. આ મૂળ ઘટના અંગેના ફોટામાં એડીટીંગ કરીને દીપિકા મોંડલની જગ્યાએ નીતા અંબાણીનો ચહેરો લગાવવામાં આવ્યો છે અને વડાપ્રધાન મોદી પર કટાક્ષ કરવામાં આવ્યો છે.
જવાહર સીરકારે શેર કર્યો આ ફેક ફોટો વડાપ્રધાન મોદી (PM Modi) અને રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરમેન નીતા અંબાણી (Nita Ambani) નો આ ફેક ફોટો પ્રસાર ભારતીના પૂર્વ CEO જવાહર સીરકાર (Jawhar Sircar) શેર કર્યો હતો, જો કે આ ફોટો ખોટો સાબિત થતા તેમણે ટ્વીટ ડીલીટ કરી નાખ્યું. આ ફેક ફોટો સાથે તેમણે લખ્યું હતું-
“હું ઈચ્છું છું કે સાથી સાંસદો અને રાજકારણમાં અન્ય લોકોને તેમના પર કાયમ રાડો પાડતા વડાપ્રધાન દ્વારા આવું સૌજન્ય અને પ્રામાણિકતા પ્રાપ્ત થઈ હોત. પરિપક્વ લોકશાહીમાં આપણે બે પ્રકારના સંબંધોને જાણીશું, ઉપકાર લેવો અને દેવો. કોઈ દિવસ ઇતિહાસ અમને જણાવશે.”
વડાપ્રધાને દીપિકા મોંડલને નમસ્કાર કર્યા મૂળ ઘટના અને ફોટો વર્ષ 2018 માં રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા પદ્મ પુરસ્કાર સમારોહની છે. આ ફોટો એ સમયનો છે જયારે પદ્મ પુરસ્કાર વિજેતા દીપિકા મોંડલ (Deepika Mondol)નું વડાપ્રધાન મોદીએ “નમસ્તે માતાજી” કહીને અભિવાદન કર્યું હતું. આ સમગ્ર ઘટના અંગે દીપિકા મોંડલે કહ્યું કે જયારે પદ્મ પુરસ્કાર સમારોહમાં વડાપ્રધાન મોદી સૌને મળી રહ્યાં હતા ત્યારે મારી પાસે આવ્યા તે સમયે તેમણે મારું અભિવાદન આ રીતે નમસ્કાર કરીને કર્યું હતું અને હું અભિભૂત થઇ ગઈ હતી.