AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gandhinagar: 15મી વિધાનસભાના 182 ધારાસભ્યોને પ્રોટેમ સ્પીકર યોગેશ પટેલે લેવડાવ્યા શપથ

વિધાનસભા ચૂંટણીના (Assembly elections) પરિણામો જાહેર થયા બાદ ચૂંટાયેલા ધારાસભ્યોની ધારાસભ્ય પદના શપથ લેવા મહત્વનું હોય છે. ત્યારે ધારાસભ્યો પદના શપથ લીધા બાદ જ ધારાસભ્ય તરીકેના પગાર ભથ્થા અને કામગીરી કાયદાકીય રીતે શરૂ થાય છે.

Gandhinagar: 15મી વિધાનસભાના 182 ધારાસભ્યોને પ્રોટેમ સ્પીકર યોગેશ પટેલે લેવડાવ્યા શપથ
Ronak Varma
| Edited By: | Updated on: Dec 19, 2022 | 5:26 PM
Share

15 મી વિધાનસભામાં ચૂંટાયેલા ધારાસભ્યોએ ગૃહમાં આજે ધારાસભ્ય પદના શપથ લીધા છે. પ્રોટેમ સ્પીકર તરીકે યોગેશ પટેલે પોતે પહેલા રાજભવનમાં શપથ લીધા હતા, બાદમાં વિધાનસભામાં તમામ ધારાસભ્યોને ક્રમશઃ શપથ લેવડાવ્યા હતા. વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ ચૂંટાયેલા ધારાસભ્યોની ધારાસભ્ય પધના શપથ લેવા મહત્વનું હોય છે. ત્યારે ધારાસભ્ય પદના શપથ લીધા બાદ જ ધારાસભ્ય તરીકેના પગાર ભથ્થા અને કામગીરી કાયદાકીય રીતે શરૂ થાય છે. સવારે 10:15 કલાકે વિધાનસભા ખાતે ભાજપના ચૂંટાયેલા તમામ ધારાસભ્યોની બેઠક પર મળી હતી. જેમાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને મુખ્યમંત્રીએ નવા ધારાસભ્યોને માર્ગદર્શન આપ્યું હતું.

બપોરે 12:00 કલાકે વિધાનસભા ગૃહમાં પ્રોટેમ સ્પીકર તરીકે યોગેશ પટેલે સૌથી પહેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ત્યારબાદ પૂર્વ વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરા અને ગણપત વસાવાને શપથ લેવડાવ્યા હતા. બાદમાં સમગ્ર મંત્રીમંડળ અને દંડક નાયબ દંડકને શપથ લેવડાવવામાં આવ્યા હતા. બાદમાં તમામ મહિલા ધારાસભ્યો અને ક્રમશઃ વિધાનસભાના ક્રમ મુજબ ધારાસભ્યોએ શપથ લીધા.

કયા ધારાસભ્યોએ કઇ ભાષામાં લીધા શપથ

શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે સંસ્કૃતમાં શપથ લીધા

રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય ડો. દર્શિતા શાહે સંસ્કૃતમાં શપથ લીધા

નાંદોદના ધારાસભ્ય ડો. દર્શના દેશમુખે સંસ્કૃતમાં શપથ લીધા

કચ્છ માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવે સંસ્કૃતમાં શપથ લીધા

પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકરે સંસ્કૃતમાં શપથ લીધા

ઊંઝાના ધારાસભ્ય કીરીટ પટેલે સંસ્કૃતમાં શપથ લીધા

વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરે સંસ્કૃતમાં શપથ લીધા

અર્જુન મોઢવાડિયા એ સંસ્કૃતમાં શપથ લીધા

પૂર્ણેશ મોદી અને દિનેશ કુશવાહાએ હિન્દીમાં શપથ લીધા હતા

બાકીના ધારાસભ્યોએ ગુજરાતીમાં શપથ ધીલા લીધા હતા

82 સભ્યો પ્રથમવાર ચૂંટાયા

ગુજરાત વિધાનસભાના કુલ 182 પૈકી 82 સભ્યો એવા છે કે તેઓ પ્રથમવાર ગુજરાત વિધાનસભામાં ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે પહોંચ્યા છે. લોકશાહીના મંદિરમાં આ ઉમેદવારો પ્રથમ વાર જનતાની સેવાના દ્રઢ નિશ્ચય સાથે પહોંચ્યા છે. જો તમામ 182 સભ્યો પર નજર કરવામાં આવે તો 82 સભ્યો ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે પ્રથમવાર ચૂંટાયા છે. જેમાં ભાજપના 70 સભ્યો, કોંગ્રેસના 5, AAPના 5 અને 2 અપક્ષના સભ્યો પ્રથમવાર MLA બન્યા છે.

શંકર ચૌધરી બનશે વિધાનસભા અધ્યક્ષ

બીજી તરફ 20 ડિસેમ્બર એટલે કે આવતીકાલે વિધાનસભા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી થવાની છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ પદ માટે શંકર ચૌધરી જ્યારે ઉપાધ્યક્ષ તરીકે જેઠા ભરવાડે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. બપોરે 11 કલાકે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલની ઉપસ્થિતિમાં બંને નેતાઓ વિધાનસભાના સચિવની ઓફિસમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે ઉમેદવારી ફોર્મ ભરીને સચિવને સોંપ્યું હતું. ત્યારે શંકર ચૌધરી સત્તાવાર રીતે વિધાનસભામાં સ્પીકર તરીકે ચાર્જ સંભાળતા પહેલા આજે ભાજપના સક્રિય પદેથી રાજીનામું આપશે.

શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
g clip-path="url(#clip0_868_265)">