ઇઝરાયેલ હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને વિશ્વ આખું હેરાન છે. સતત બે દિવસથી ચાલી રહેલા આ વોરની અસર હવે ભારતીય બજારો પર પણ જોવા મળી રહી છે. ત્યારે આજે હુમલાની અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી હતી. પશ્ચિમ એશિયામાં વધતા તણાવને કારણે સપ્તાહના પ્રથમ બજાર ભારે ઘટાડા સાથે ખુલ્યું હતું.
જો કે ભારત ઈઝરાયલ વચ્ચે વ્યવસાઈક સંબંધો છે અને ભારત ઘણી વસ્તુઓ ઈઝરાયલ પાસેથી આયાત કરતુ રહ્યું છે ત્યારે શું આ વોરના કારણે તેની અસર તે આયાત પર જોવા મળી શકે છે. ત્યારે ચાલો જાણીએ કે ભારત ઈઝરાયલ પાસેથી શું આયાત કરે છે.
ભારત ઇઝરાયેલના લશ્કરી સાધનોનો સૌથી મોટો ખરીદાર છે અને રશિયા પછી ઇઝરાયલ ભારતને લશ્કરી સાધનો સૌથી મોટા પ્રમાણમાં સપ્લાઈ કરે છે. 1999 થી 2009 સુધી, બંને દેશો વચ્ચે લશ્કરી વેપાર આશરે US$9 બિલિયન હતો. બંને દેશો વચ્ચેના સૈન્ય અને વ્યૂહાત્મક સંબંધોમાં આતંકવાદી જૂથો પર ગુપ્ત માહિતીની આપ-લે અને સંયુક્ત લશ્કરી તાલીમનો સમાવેશ થાય છે.
તાજેતરના વર્ષોમાં, દ્વિપક્ષીય વેપાર ફાર્માસ્યુટિકલ્સ, કૃષિ, IT અને ટેલિકોમ્યુનિકેશન્સ અને હોમલેન્ડ સિક્યુરિટી જેવા ઘણા ક્ષેત્રોમાં વૈવિધ્યસભર બન્યો છે. ભારત એશિયામાં ઇઝરાયેલનો ત્રીજો સૌથી મોટો વેપાર ભાગીદાર છે અને વૈશ્વિક સ્તરે સાતમો સૌથી મોટો વેપાર ભાગીદાર છે. ભારતથી ઈઝરાયેલમાં થતી મુખ્ય નિકાસમાં કિંમતી પથ્થરો અને ધાતુઓ, રાસાયણિક ઉત્પાદનો, કાપડ અને કપડાં વગેરેનો સમાવેશ થાય છે.
ઇઝરાયલમાંથી ભારતની મુખ્ય આયાતમાં કિંમતી પથ્થરો અને ધાતુઓ, રસાયણો અને ખનિજ ઉત્પાદનો, બેઝ મેટલ્સ અને મશીનરી અને પરિવહન સાધનોનો સમાવેશ થાય છે.
ભારત વિવિધ દેશોમાંથી અનેક પ્રકારની વસ્તુઓ આયાત કરે છે. ઇઝરાયેલ દ્વારા આયાત કરાયેલા મુખ્ય ઉત્પાદનોમાં રાસાયણિક અને ખનિજ ઉત્પાદનો, કિંમતી ધાતુઓ અને પથ્થરો, બેઝ મેટલ્સ, મશીનરી અને ઇલેક્ટ્રિકલ સાધનોનો સમાવેશ થાય છે, પરંતુ તે તેના સુધી મર્યાદિત નથી. નીચે કેટલાક ઇઝરાયેલ ઉત્પાદનોની સૂચિ છે જે અન્ય દેશોની સાથે ભારતમાં વ્યાપકપણે લોકપ્રિય છે.
આ ઈઝરાયલની કેટલીક વસ્તુઓ છે જેનો ભારતના લોકો ઉપયોગ કરે છે.