Porbandar Video : ઇઝરાયલ-પેલેસ્ટાઇન યુદ્ધમાં ફસાયા ગુજરાતી પરિવારો, ઇઝરાયલમાં ફસાયેલા પોરબંદરના યુવકે વર્ણવી આપવિતી
વિજય ભૂંડિયા નામનો યુવક જેરૂસલેમમાં 9 વર્ષથી ઓલ્ડ કેરનું કામ કરી રહ્યો છે. યુવકના જણાવ્યા મુજબ 25 હજાર ગુજરાતીઓ હાલ ઇઝરાયલમાં વસે છે. જ્યાં હાલ તમામ પરિવારો સુરક્ષિત છે. ગુજરાતીનું માનીએ તો સૌથી વધુ ખરાબ સ્થિતિ ગાઝા વિસ્તારની છે અને અહીં વ્યાપક નુકસાન સર્જાયું છે.
Porbandar : ઇઝરાયલ-પેલેસ્ટાઇન યુદ્ધમાં (Israel Palestine Conflict) કેટલાંક ગુજરાતી પરિવારો ફસાયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. વર્ષોથી ઇઝરાયલના જેરૂસલેમમાં કામ કરતા પોરબંદરના રાણાવાવના યુવકનો વીડિયો સામે આવ્યો છે. યુવકના જણાવ્યા મુજબ ઈતિહાસમાં પ્રથમવાર જેરૂસલેમમાં હમાસે હુમલો કર્યો છે. અત્યાર સુધી અન્ય શહેરો સુધી હુમલાઓ સિમિત હતા. જો કે, પ્રથમવાર જેરૂસલેમમાં હુમલાથી સ્થાનિકો પણ આવાક બન્યા હોવાની વાત ગુજરાતી યુવક કરી રહ્યો છે.
વિજય ભૂંડિયા નામનો યુવક જેરૂસલેમમાં 9 વર્ષથી ઓલ્ડ કેરનું કામ કરી રહ્યો છે. યુવકના જણાવ્યા મુજબ 25 હજાર ગુજરાતીઓ હાલ ઇઝરાયલમાં વસે છે. જ્યાં હાલ તમામ પરિવારો સુરક્ષિત છે. ગુજરાતીનું માનીએ તો સૌથી વધુ ખરાબ સ્થિતિ ગાઝા વિસ્તારની છે અને અહીં વ્યાપક નુકસાન સર્જાયું છે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos