AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Army Contingent Area: આર્મીના કેન્ટોન્ટમેન્ટ એરીયામાં પોલીસ, અધિકારી કે સામાન્ય લોકો કેમ મંજૂરી વિના પ્રવેશી શકતા નથી ? જાણો વિગતો

દેશની સુરક્ષાને લગતી માહિતી જો દુશ્મનના હાથે લાગી જાય તો દેશને પારાવાર નુકશાન પણ પહોચી શકે છે, જેના કારણે આ વિસ્તારને ખુબ જ સુરક્ષિત અને પોલીસ, અધિકારીઓ સહીતના અન્ય લોકો માટે પ્રવેશબંધી સાથે કેટલાક કડક નિયંત્રણો રાખવામાં આવે છે.

Army Contingent Area: આર્મીના કેન્ટોન્ટમેન્ટ એરીયામાં પોલીસ, અધિકારી કે સામાન્ય લોકો કેમ મંજૂરી વિના પ્રવેશી શકતા નથી ? જાણો વિગતો
આર્મી કન્ટેન્ટમેન્ટ એરીયા શું હોય છે?Image Credit source: Google
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 12, 2023 | 3:11 PM
Share

આર્મી કેન્ટોનમેન્ટ એરીયા એવો વિસ્તાર છે, કે જ્યાં સામાન્ય લોકો, પોલીસ કે સરકારી અધિકારી પૂર્વ મંજૂરી વિના જઈ શકતા નથી. કેન્ટોનમેન્ટ એરીયા એવા વિસ્તારમાં આવે છે, જ્યા દેશની સુરક્ષા બાબતે ખાનગી માહિતી હોય છે. દેશની સુરક્ષા સાથે જોડાયેલી મહત્વપૂર્ણ માહિતી અને શસ્ત્ર સંરજામ આ વિસ્તારમાં હોવાના કારણે સામાન્ય લોકો, પોલીસ કે મોટા અધિકારીઓને પણ આના વિશે જાણકારી મળતી નથી.

આ પણ વાચો: Knowledge: આર્મીના માત્ર વિમાનો જ અલગ નથી હોતા, પરંતુ તેમનું ઇંધણ પણ સામાન્ય ઇંધણ કરતા અલગ હોય છે, જાણો તેના ઇંધણમાં શું તફાવત છે

દેશમાં ઘણી જગ્યાએ આર્મી કેન્ટોનમેન્ટ એરીયા છે. આવા વિસ્તારને ખાસ પ્રકારે જાહેરનામા દ્વારા સૈન્ય સિવાયના લોકો માટે પ્રવેશબંધી ફરમાવેલ હોય છે. આ વિસ્તારમાં પ્રાથમિક સુવિધા ઊભી કરવા માટે સૈન્યની જ એક પાંખ દ્વારા કરવામાં આવે છે. આના માટે ખાસ બજેટ ફાળવવામાં આવે છે અને કેન્ટોન્ટમેન્ટ માટે સમયાંતરે કેન્ટોન્ટમેન્ટ બોર્ડની બેઠક પણ યોજવામાં આવે છે.

દેશની સુરક્ષાને લગતી માહિતી જો દુશ્મનના હાથે લાગી જાય તો દેશને પારાવાર નુકશાન પણ પહોચી શકે છે, જેના કારણે આ વિસ્તારને ખુબ જ સુરક્ષિત અને પોલીસ, અધિકારીઓ સહીતના અન્ય લોકો માટે પ્રવેશબંધી સાથે કેટલાક કડક નિયંત્રણો રાખવામાં આવે છે.

કેન્ટોનમેન્ટ એરીયા એટલે શું ?

છાવણી ભારતીય સેનાની એ જગ્યાને કહેવામાં આવે છે, જ્યાં આર્મી યુનિટ લાંબા સમય સુધી રહે છે. તેને કાયમી લશ્કરી મથકો પણ કહી શકાય છે. કેન્ટોનમેન્ટની અંદર રહેતી વસ્તીના કદના આધારે કેન્ટોનમેન્ટની ચાર શ્રેણીઓ છે. આજે કેન્ટોનમેન્ટમાં હરિયાળા વિસ્તારો છે જે નાણાકીય અને જમીનના પ્રતિબંધો છતાં પર્યાવરણનું સંતુલન જાળવવામાં મદદ કરે છે, ખાસ કરીને રહેણાંક અને વ્યાપારી પ્રવૃત્તિઓ માટે તેનો અનુમતિપાત્ર ઉપયોગ થાય છે. કેન્ટોનમેન્ટ બોર્ડની રચના કેન્ટોનમેન્ટ એક્ટ 2006 હેઠળ કરવામાં આવી છે.

62 આર્મી કેન્ટોનમેન્ટ એરીયા

1. આગ્રા 2. અલ્હાબાદ 3. અલમોડા 4. બરેલી 5. ચક્રતા 6. ક્લેમેન્ટ ટાઉન 7. દાનાપુર 8. દેહરાદૂન 9. ફૈઝાબાદ 10. ફતેહગઢ 11. જબલપુર 12. કાનપુર 13. લેંડોર 14. લેન્સડાઉન 15. લખનૌ 16. મથુરા 17. મેરઠ 18. મહુ 19. નૈનીતાલ 20. પંચમઢી 21. રામગઢ 22. રાણીખેત 23. રૂરકી 24. શાહજહાંપુર 25. વારાણસી

પૂર્વીય કમાન્ડ

1. બરકપુર 2. શિલોંગ 3. જલાપહાડ 4. લેબોંગ

ઉત્તરીય કમાન્ડ

1. બદામીબાગ

દક્ષિણ કમાન્ડ

1. અમદાવાદ 2. અહમદનગર 3. અજમેર 4. ઔરંગાબાદ(છત્રપતિ સંભાજીનગર) 5. બબીના 6. બેલગામ 7. કેનનોર 8. દેહુરોડ 9. ડાયોલાઈ 10. ઝાંસી 11. કેમ્પટી 12. કિર્કી 13. મોરાર 14. નસીરાબાદ 15. પુણે 16. સગર 17. સિકંદરાબાદ 18. સેન્ટ થોમસ માઉન્ટ કમ પલ્લવરમ 19. વેલિંગ્ટન

પશ્ચિમી કમાન્ડ

1. અંબાલા 2. અમૃતસર 3. બકલોહ 4. દગશાઈ 5. ડેલહાઉસી 6. દિલ્હી 7. ફિરોઝપુર 8. જલંધર 9. જમ્મુ 10. જુટોળ 11. કસૌલી 12. ખાસ્યોલ 13. સુભાથુ

દેશના ટોચના 10 કેન્ટોનમેન્ટ શહેરો

રાનીખેત- ઉત્તરાખંડ

ઉત્તરાખંડના રાનીખેતમાં આવેલી ભારતીય સેનાની છાવણીને ભારતની સૌથી સુંદર છાવણી માનવામાં આવે છે. અલ્મોડા જિલ્લામાં આવેલું રાનીખેત પર્વતોથી ઘેરાયેલું છે. તે કુમાઉ રેજિમેન્ટ અને નાગા રેજિમેન્ટનું ઘર છે. તેના મહત્વપૂર્ણ શહેરની દેખરેખ ભારતીય સેના કરે છે.

કસૌલી- હિમાચલ પ્રદેશ

સુંદર છાવણીઓમાં કસૌલી બીજા ક્રમે છે. આ એક નાનું હિલ સ્ટેશન છે જે સોલન જિલ્લામાં આવેલું છે. આ કેન્ટોનમેન્ટની સ્થાપના અંગ્રેજો દ્વારા 1842માં કરવામાં આવી હતી. લાઇટ ઇન્ફન્ટ્રી યુનિટને પ્રથમ અહીં મૂકવામાં આવ્યું હતું. બ્રિગેડ હેડક્વાર્ટર હજુ પણ અહીં છે.

ચક્રતા – ઉત્તરાખંડ

ચકરાતા એ દેહરાદૂનથી 92 કિમીના અંતરે સ્થિત એક છાવણી છે, જે યમુના અને ટોન્સ નદી પર સ્થિત છે. સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્સનું કાયમી રહેઠાણ હોવા ઉપરાંત, કેન્ટોનમેન્ટનો ઉપયોગ ભારતીય સુરક્ષા એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW) અધિકારીઓને તાલીમ આપવા માટે થાય છે. ચક્રતા તેના ગાઢ જંગલો, હરિયાળી અને ખુશનુમા હવામાન માટે જાણીતું છે.

ડેલહાઉસી – હિમાચલ પ્રદેશ

ડેલહાઉસીની સ્થાપના બ્રિટિશ શાસન દરમિયાન 1854માં થઈ હતી. તે સૈનિકો અને અમલદારોને ગરમીથી રાહત આપવા માટે બનાવવામાં આવ્યું હતું. અંગ્રેજ વાઇસરોય લોર્ડ ડેલહાઉસીના નામ પરથી તેનું નામ ડેલહાઉસી રાખવામાં આવ્યું છે. 1860માં તે બ્રિટિશ સેનાનું મનપસંદ સ્થળ હતું. ડેલહાઉસી કેન્ટોનમેન્ટની સ્થાપના 1867માં થઈ હતી.

પંચમઢી – મધ્યપ્રદેશ

બ્રિટિશ આર્મીના કેપ્ટન જેમ્સ ફોર્સીથ અને સુબેદાર મેજર નાથુ રામજી પંવારે 1857માં જ્યારે તેઓ તેમની સેનાને ઝાંસી લઈ જઈ રહ્યા હતા ત્યારે પંચમઢીમાં સ્થિત ઉચ્ચપ્રદેશ જોયો હતો. ભારતના મધ્ય પ્રાંતોમાં સ્થાયી થયેલા બ્રિટિશ સૈનિકો માટે તે ઝડપથી હિલ સ્ટેશન અને સેનિટેરિયમ તરીકે વિકસિત થયું. આ કેન્ટોનમેન્ટની સ્થાપના 1872માં થઈ હતી.

શિલોંગ- મેઘાલય

શિલોંગ કેન્ટોનમેન્ટની સ્થાપના 1885માં થઈ હતી. એવું કહેવાય છે કે તેની ટેકરીઓ યુરોપિયન દેશ સ્કોટલેન્ડની યાદ અપાવે છે, તેથી જ તેને પૂર્વનું સ્કોટલેન્ડ કહેવામાં આવે છે. શિલોંગ શહેરની સ્થાપના 1864માં બ્રિટિશ સરકાર દ્વારા કરવામાં આવી હતી. ભૂકંપે શહેરને નષ્ટ કરી નાખ્યું હતુ, ત્યારબાદ 1897માં તેનું પુનઃસ્થાપન થયું હતુ.

હરસિલ- ઉત્તરાખંડ

હરસિલ એ ભાગીરથી નદી પર સ્થિત એક છાવણી વિસ્તાર છે. તે હિમાલયની ગોદમાં છુપાયેલા રત્ન તરીકે જોવામાં આવે છે. કેન્ટોનમેન્ટ વિસ્તાર હોવા ઉપરાંત, તે ચીન સરહદની નજીક છે. આ કારણથી અહીં લોકોને પ્રવેશવા દેતા પહેલા સેના ખૂબ જ સતર્ક રહે છે. અહીં વિદેશી નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ છે.

લેન્સડાઉન- ઉત્તરાખંડ

લેન્સડાઉનનું નામ સ્થાપક અને અંગ્રેજ વાઇસરોય લોર્ડ લેન્સડાઉનના નામ પરથી રાખવામાં આવ્યું છે. તેની સ્થાપના 1887માં થઈ હતી. તે ગઢવાલ રાઈફલ્સના સૈનિકોને તાલીમ આપવા માટે બનાવવામાં આવ્યું હતું. આજે પણ અહીં ગઢવાલ રાઈફલ્સની કમાન્ડ ઓફિસ મોજૂદ છે. તે બ્રિટિશ રાજ દરમિયાન સ્વતંત્રતા સેનાનીઓની પ્રવૃત્તિઓનું સ્થળ પણ રહ્યું છે.

લેન્ડૌર- ઉત્તરાખંડ

દેહરાદૂનથી 35 કિમીના અંતરે આવેલું, તે બ્રિટિશ રાજ દરમિયાન ખૂબ જ લોકપ્રિય હતું. તેની સ્થાપના 1827માં બ્રિટિશ આર્મી દ્વારા કરવામાં આવી હતી. અહીં તેણે સેનેટોરિયમ બનાવ્યું હતું. આ સેનેટોરિયમ હવે ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી મેનેજમેન્ટ પાસે છે, જે DRDO સંસ્થા છે.

બકલોહ- હિમાચલ પ્રદેશ

અંગ્રેજોએ તેને 1866માં ચંબાના રાજા પાસેથી 5000 રૂપિયામાં ખરીદ્યું હતું. 1866માં અહીં છાવણીની સ્થાપના કરવામાં આવી હતી. તે ગોરખા કેન્ટોનમેન્ટની ચોથી રેજિમેન્ટ માટે બનાવવામાં આવી હતી.

ટાઈફોઈડના 85 દર્દીઓ સારવાર હેઠળ, પાણીના એક હજારથી વધુ નમૂના લેવાયા
ટાઈફોઈડના 85 દર્દીઓ સારવાર હેઠળ, પાણીના એક હજારથી વધુ નમૂના લેવાયા
દેશમાં સતત ત્રીજીવાર ચૂંટાયેલા 110 સંસદ સભ્યની આવકમાં અઘધઘધ વધારો
દેશમાં સતત ત્રીજીવાર ચૂંટાયેલા 110 સંસદ સભ્યની આવકમાં અઘધઘધ વધારો
ઉત્તરાયણને સુરક્ષિત અને પર્યાવરણમિત્ર બનાવવા શિક્ષણ વિભાગનો પ્રયાસ
ઉત્તરાયણને સુરક્ષિત અને પર્યાવરણમિત્ર બનાવવા શિક્ષણ વિભાગનો પ્રયાસ
ગાંધીનગરમાં વકર્યો ટાઇફોઇડ, અત્યાર સુધીમાં કુલ 144 કેસ નોંધાયા
ગાંધીનગરમાં વકર્યો ટાઇફોઇડ, અત્યાર સુધીમાં કુલ 144 કેસ નોંધાયા
મોલમાં ધમધમતી ડ્રગ્સ લેબ ઝડપાઈ, સુરત SOGની મોટી કાર્યવાહી, 3 ઝડપાયા
મોલમાં ધમધમતી ડ્રગ્સ લેબ ઝડપાઈ, સુરત SOGની મોટી કાર્યવાહી, 3 ઝડપાયા
વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની IOC મુલાકાતે લેશે
વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની IOC મુલાકાતે લેશે
પાણીપુરી ના શોખીનો સાવધાન! પકોડી ખાતા પહેલા એકવાર જોઈ લેજો આ Video
પાણીપુરી ના શોખીનો સાવધાન! પકોડી ખાતા પહેલા એકવાર જોઈ લેજો આ Video
હર્ષ સંઘવી પીડિતો માટે બન્યા દેવદૂત, ‘તેરા તુજકો અર્પણ’ અભિયાન ચલાવ્યુ
હર્ષ સંઘવી પીડિતો માટે બન્યા દેવદૂત, ‘તેરા તુજકો અર્પણ’ અભિયાન ચલાવ્યુ
હાડ થીજવતી ઠંડી. નલિયા 7.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર
હાડ થીજવતી ઠંડી. નલિયા 7.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર
બિઝનેસમાં તમને સફળતા મળશે, આધ્યાત્મિક ગુરુ પાસે જઈ શકો છો
બિઝનેસમાં તમને સફળતા મળશે, આધ્યાત્મિક ગુરુ પાસે જઈ શકો છો
g clip-path="url(#clip0_868_265)">