AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું તમારો ફોન એ ધીમી ગતિ એ ચાલે છે? અપનાવો આ રીતે થઈ થશે નવો નકોર

શું તમારો સ્માર્ટફોન વારંવાર હેંગ થાય છે? નવો ફોન ખરીદતા પહેલા આ રિપોર્ટ ચોક્કસ વાંચો. માત્ર 4 ફેરફાર અને તમારો જૂનો ફોન બની જશે સુપરફાસ્ટ.

શું તમારો ફોન એ ધીમી ગતિ એ ચાલે છે? અપનાવો આ રીતે થઈ થશે નવો નકોર
ભારતમાં કાર્યરત કંપનીઓએ તેમના મિડ-રેન્જ અને પ્રીમિયમ સેગમેન્ટ સ્માર્ટફોનના ભાવમાં વધારો કર્યો છે. આ નવી કિંમતો તેમના સત્તાવાર પોર્ટલ પર અપડેટ કરવામાં આવી છે.Image Credit source: AI
| Updated on: Apr 27, 2026 | 4:35 PM
Share

આજના યુગમાં સ્માર્ટફોન વગર એક મિનિટ પણ પસાર કરવી મુશ્કેલ છે. વિચારો કે તમારે કોઈને ઇમરજન્સીમાં પેમેન્ટ કરવાનું હોય કે મહત્વનો મેસેજ મોકલવાનો હોય અને બરાબર એ જ સમયે તમારો ફોન હેંગ થઈ જાય! મોટાભાગના લોકો માને છે કે ફોન જૂનો થઈ ગયો હોવાથી સ્લો ચાલે છે, પરંતુ હકીકતમાં સમસ્યા ફોનના સોફ્ટવેર પર વધી ગયેલા ‘બોજ’માં હોય છે. જો તમે તમારા ફોનમાં આ 4 સેટિંગ્સ સુધારી લો, તો મોંઘા ખર્ચ વગર તમારો મોબાઈલ નવા જેવો થઈ શકે છે.

કેશ ડેટાનો કચરો સાફ કરો

જેમ ઘરમાં બિનજરૂરી સામાન જમા થાય તો જગ્યા ઓછી પડે, તેમ મોબાઈલમાં એપ્સ વાપરતી વખતે ‘કેશ ડેટા’ જમા થાય છે. આ એવી ફાલતુ ફાઈલો છે જે મેમરી રોકે છે. સેટિંગ્સમાં ‘Apps’ પર જઈ વધુ વપરાતી એપ્સનો ‘Clear Cache’ કરો. ધ્યાન રાખજો કે ‘Clear Data’ ન કરો, નહીં તો તમારે ફરીથી લોગિન કરવું પડશે.

બેકગ્રાઉન્ડમાં ચાલતી એપ્સ

ઘણીવાર આપણને લાગે છે કે એપ બંધ કરી દીધી છે, પણ તે પાછળથી પ્રોસેસર અને રેમ (RAM) વાપરતી હોય છે. આનાથી બેટરી પણ જલ્દી ઉતરે છે અને ફોન ગરમ થાય છે. બેટરી સેટિંગ્સમાં જઈ બિનજરૂરી એપ્સને ‘Force Stop’ કરો. આનાથી પ્રોસેસર પરનો ભાર ઘટશે અને ફોન સ્મૂધ ચાલશે.

સ્ટોરેજનું ગણિત સમજો

જો તમારા ફોનની મેમરી 80 ટકાથી વધુ ભરાઈ જાય, તો સિસ્ટમને શ્વાસ લેવાની જગ્યા નથી મળતી. વોટ્સએપ પર આવતા ગુડ મોર્નિંગના વીડિયો અને ડુપ્લિકેટ ફોટા ફોનના સૌથી મોટા દુશ્મન છે. અઠવાડિયે એકવાર ફાલતુ વીડિયો અને ફોટા ડિલીટ કરો. જે એપ તમે મહિનાથી વાપરી નથી, તેને તરત જ અનઇન્સ્ટોલ કરી દો.

ઓટો-અપડેટ પર લગાવો લગામ

પ્લે-સ્ટોરમાં ઘણીવાર ઓટો-અપડેટ ચાલુ હોય છે, જે વાઈ-ફાઈ મળતા જ પોતાની જાતે એપ્સ અપડેટ કરવા લાગે છે. આના કારણે ચાલુ ફોન અચાનક સ્લો થઈ જાય છે. Google Play Store ના સેટિંગ્સમાં જઈ ઓટો-અપડેટ બંધ કરો. જ્યારે જરૂર હોય ત્યારે જ મેન્યુઅલી અપડેટ કરો જેથી પ્રોસેસર ફ્રી રહે.

આ સાદા ફેરફારો તમારા ફોનને હેંગ થતા બચાવશે અને યુઝર એક્સપિરિયન્સને બમણો કરી દેશે. હવે નવો ફોન લેતા પહેલા આ સેટિંગ્સ ચોક્કસ તપાસી લેજો!

શું ઈરાન-અમેરિકા યુદ્ધ તમારી આગામી કાર નક્કી કરશે? તેલના સંકટ વચ્ચે ભારતમાં EV કારને વધારે વેગ…!

Follow Us
અમદાવાદમા બ્રાન્ડેડ વસ્તુઓના નામે નકલી પ્રોડક્ટ્સ બનાવતુ ગોડાઉન ઝડપાયુ
અમદાવાદમા બ્રાન્ડેડ વસ્તુઓના નામે નકલી પ્રોડક્ટ્સ બનાવતુ ગોડાઉન ઝડપાયુ
ગુજરાતમાં હજુ એક સપ્તાહ સુધી ગરમીમાંથી નહીં મળે રાહત
ગુજરાતમાં હજુ એક સપ્તાહ સુધી ગરમીમાંથી નહીં મળે રાહત
ભાલ પંથકમાં બે- બે મહિનાથી પાણી નથી આવતુ , છતા તંત્ર નીંદ્રાધીન- Video
ભાલ પંથકમાં બે- બે મહિનાથી પાણી નથી આવતુ , છતા તંત્ર નીંદ્રાધીન- Video
મુંબઈમાં વરસાદનું આગમન, ગુજરાતમાં ક્યારે મળશે ગરમીથી રાહત!
મુંબઈમાં વરસાદનું આગમન, ગુજરાતમાં ક્યારે મળશે ગરમીથી રાહત!
મહિલા ખેલાડીઓ સાથે કબડ્ડી રમતા દેખાયા મંત્રી 'મનસુખ માંડવિયા'
મહિલા ખેલાડીઓ સાથે કબડ્ડી રમતા દેખાયા મંત્રી 'મનસુખ માંડવિયા'
અમદાવાદનો મેડિકલનો વિદ્યાર્થી જ્યોર્જિયામાં ગુમ થતા પરિવાર ચિંતિત
અમદાવાદનો મેડિકલનો વિદ્યાર્થી જ્યોર્જિયામાં ગુમ થતા પરિવાર ચિંતિત
છોટાઉદેપુર તાલુકા પંચાયતની જીતમાં ભાન ભૂલ્યા સાંસદ ?
છોટાઉદેપુર તાલુકા પંચાયતની જીતમાં ભાન ભૂલ્યા સાંસદ ?
દેવભૂમિ દ્વારકામાં ગેરકાયદે ડીઝલનો મોટો જથ્થો જપ્ત! જુઓ Video
દેવભૂમિ દ્વારકામાં ગેરકાયદે ડીઝલનો મોટો જથ્થો જપ્ત! જુઓ Video
CNG, પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી સ્કૂલ વર્ધીની રિક્ષા, વાન થશે મોંઘી ?
CNG, પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી સ્કૂલ વર્ધીની રિક્ષા, વાન થશે મોંઘી ?
વાલીઓને મોટો ઝટકો! સ્કૂલ વાન અને રિક્ષા ભાડા વધવાની શક્યતા-Video
વાલીઓને મોટો ઝટકો! સ્કૂલ વાન અને રિક્ષા ભાડા વધવાની શક્યતા-Video
g clip-path="url(#clip0_868_265)">