Independence Day 2023: ભારતનો રાષ્ટ્રધ્વજ ક્યાં બને છે? જાણો શું છે ત્રિરંગો બનાવવાના નિયમ

દેશનું આ એકમાત્ર ત્રિરંગો બનાવવાનું યુનિટ છે. તેને વર્ષ 2005-06માં બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ તરફથી પ્રમાણપત્ર મળ્યું હતું. જે બાદ અહીં ત્રિરંગો બનવા લાગ્યો હતો. દેશમાં જ્યાં પણ સત્તાવાર રીતે ત્રિરંગાની  જરૂરિયાત હોય ત્યાં આ યુનિટ ત્રિરંગાની સપ્લાય કરે છે.

Independence Day 2023: ભારતનો રાષ્ટ્રધ્વજ ક્યાં બને છે? જાણો શું છે ત્રિરંગો બનાવવાના નિયમ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2023 | 6:30 PM

ભારત 15 ઓગસ્ટ 2023 ના રોજ તેનો 77મો સ્વતંત્રતા દિવસ (Independence Day 2023) ઉજવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) દિલ્હીના લાલ કિલ્લા પરથી ધ્વજ ફરકાવશે અને દેશને સંબોધન પણ કરશે. વડાપ્રધાન મોદી આ અવસર પર નવી જાહેરાત પણ કરી શકે છે. શું તમે જાણો છો કે ભારતનો રાષ્ટ્રધ્વજ ક્યાં બને છે અને તેને બનાવવાના નિયમ શું છે?

ત્રિરંગો બનાવવાનું દેશનું એકમાત્ર યુનિટ

કર્ણાટક ખાદી ગ્રામોદ્યોગ સંયુક્ત સંઘ ત્રિરંગો તૈયાર કરે છે. આ ખાદી ગ્રામોદ્યોગ કર્ણાટકના હુબલી શહેરના બેનગેરી વિસ્તારમાં સ્થિત છે. તેને ખાદી ગ્રામોદ્યોગ દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યું છે. દેશનું આ એકમાત્ર ત્રિરંગો બનાવવાનું યુનિટ છે. તેને વર્ષ 2005-06માં બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ તરફથી પ્રમાણપત્ર મળ્યું હતું. જે બાદ અહીં ત્રિરંગો બનવા લાગ્યો હતો. દેશમાં જ્યાં પણ સત્તાવાર રીતે ત્રિરંગાની  જરૂરિયાત હોય ત્યાં આ યુનિટ ત્રિરંગાની સપ્લાય કરે છે.

ખામીઓ જણાય તો તેને રિજેક્ટ કરવામાં આવે છે

ત્રિરંગો બનાવ્યા બાદ ભારતીય માનક બ્યુરો તેની તપાસ કરે છે. સહેજ પણ ખામીઓ જણાય તો તેને રિજેક્ટ કરવામાં આવે છે. નિયમો અનુસાર, ત્રિરંગો બનાવતી વખતે રંગ, દોરો અને કદમાં ઘટાડો કરવો ગુનો માનવામાં આવે છે. ત્રિરંગાના નિર્માણ માટે ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયામાં જોગવાઈઓ અને નિયમો આપવામાં આવ્યા છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

કેવી રીતે બને છે ત્રિરંગો

ત્રિરંગો ત્રણ લંબચોરસ ભાગોનો બનેલો છે. આ ત્રણ લંબચોરસની લંબાઈ અને પહોળાઈ બરાબર હોય છે. રાષ્ટ્રધ્વજમાં સૌથી ઉપર કેસરી રંગ, વચ્ચે સફેદ રંગ અને નીચે લીલો રંગ હોય છે. ત્રિરંગાની મધ્યમાં સફેદ રંગના લંબચોરસમાં વાદળી રંગનું અશોક ચક્ર હોય છે.

આ પણ વાંચો : Independence Day 2023: જો તમે દેશભક્તિ સાથે સુંદર જગ્યા પર ફરવા જવાનું વિચારો છો, તો આ સ્થળોની મુલાકાત લઈ શકો

રાષ્ટ્રધ્વજમાં કયા ફેબ્રિકનો ઉપયોગ થાય છે

ભારતનો રાષ્ટ્રધ્વજ કોટન, રેશમ અને ઊનથી બને છે. ભારતના રાષ્ટ્રધ્વજની લંબાઈ-પહોળાઈ વિશે વાત કરીએ તો, તે હંમેશા 3:2 હોય છે. એટલે કે જો લંબાઈ 3 ઈંચ હોય તો પહોળાઈ 2 ઈંચ હોય છે.

નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">