શું વરસાદનું પાણી આપણે પી શકીએ છે? વરસાદી પાણીનો ઉપયોગ કરતા પહેલા આટલું જાણી લેજો

|

Jul 05, 2023 | 1:29 PM

આકાશ માંથી ધરતી પર પડતુ વરસાદનું પાણી શું ખરેખર પીવા લાયક હોય છે?. તો તમને જણાવી દઈએ ખરેખર આ પાણી પીવા લાયક નથી હોતુ પણ જો એવા વિસ્તારોમાં તમે રહો છો જ્યાની હવા એકદમ શુદ્ધ છે

શું વરસાદનું પાણી આપણે પી શકીએ છે? વરસાદી પાણીનો ઉપયોગ કરતા પહેલા આટલું જાણી લેજો
Can we drink rain water

Follow us on

Rain Water: પૃથ્વી પર પાણી પુષ્કળ પ્રમાણમાં છે, પરંતુ સ્વચ્છ, પીવાલાયક અને સલામત પાણી ઘણું ઓછું. ત્યારે વિશ્વના ઘણા લોકો હજુ પણ સ્વચ્છ અને સુરક્ષિત પાણીથી વંચિત છે. જો કે ચાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે વરસાદ પણ ગુજરાત સહિત દેશભરમાં વરસી રહ્યો છે. ત્યારે વરસદમાં નહાવું બાળકોને ગમતુ હોય છે અને આ દરમિયાન આપડે જોઈએ છે કે બાળકો વરસાદ પડતા મો ખોલીને ઉભા રહે છે અને વરસાદનું પાણી પીવે છે. ત્યારે શું તમને ખબર છે પાણી ખરેખર પીવા લાયક હોય છે કે કેમ?.

વરસાદનું પાણી પી શકાય?

એટલે કે આકાશ માંથી ધરતી પર પડતુ વરસાદનું પાણી શું ખરેખર પીવા લાયક હોય છે?. તો તમને જણાવી દઈએ ખરેખર આ પાણી પીવા લાયક નથી હોતુ પણ જો એવા વિસ્તારોમાં તમે રહો છો જ્યાની હવા એકદમ શુદ્ધ છે તો તમે આ પાણી પી શકો છો. એટલે કે જ્યાં પર્યાવરણ શુદ્ધ હોય તો તમે વરસાદનું પાણી પી શકો છો. પણ જો તમે એવી જગ્યા કે શહેરમાં રહો છો જ્યાની હવા પ્રદૂષિત છે તો તમારે વરસાદનું પાણી ન પીવું જોઈએ. એટલે કે ઉદાહરણ તરીકે જો તમે અમદાવાદમાં રહો તો તમારે વરસાદનું પાણી ન પીવું જોઈએ.

કેમ ન પીવું જોઈએ વરસાદનું પાણી?

તમને એ તો જણાવી દીધુ કે વરસાદનું પાણી પ્રદૂષણ વિસ્તારો કે શહેરોમાં ડાયરેકટ ન પીવુ જોઈએ કારણ કે મોટા શહેરોમાં ઉદ્યોગો અને મીલો વધુ હોય છે તેમજ વાહનનોના કારણે પણ હવામાં પ્રદૂષણની માત્રા અધિક હોય છે આવી સ્થિતિમાં જો વરસાદ પડે છે તો તેના ટીપામાં હવા ફેલાયેલુ પ્રદૂષણના ઝેરી વાયુઓ પણ પાણીમાં ભડીને જમીન પર પડે છે જેને આપણે હવામાં એસિડ ફેલાયેલો હોય છે તે કહીએ છે.

મહિલાઓ માટે આ સરકારી બચત યોજના છે શાનદાર, 31 માર્ચ સુધી રોકાણ કરવાની તક
23 વર્ષની જન્નત ઝુબેરે શાહરૂખ ખાનને આ મામલે પાછળ છોડ્યો, જુઓ ફોટો
ભારતના બંધારણની સૌપ્રથમ પ્રતિ કઈ ભાષામાં લખાઈ હતી?
દરિયામાં મસ્તી કરતી જોવા મળી સચિનની લાડલી સારા, જુઓ ફોટો
ટીમ ઈન્ડિયાને જર્સી પહેરવા માટે કેટલા રૂપિયા મળે છે?
Kumbh Mela Rituals : મહાકુંભ દરમિયાન ગંગામાં સ્નાન કર્યા પછી પણ નથી ધોવાતા આવા પાપ!

વરસાદનું પાણી એસિડિક હોય છે. હવામાં પાણી અને કાર્બન ડાયોક્સાઇડ વચ્ચેની પ્રતિક્રિયાને કારણે તેની સરેરાશ pH લગભગ 5.0 થી 5.5.3 છે. આ સિવાય પાણીમાં સૂક્ષ્મ કણો (PM2.5) પણ હોઈ શકે છે જે તમને ગંભીર રીતે બીમાર કરી શકે છે. જેમ કે ઝાડા, ઈન્ફેક્શન અને ફેફસાની સમસ્યા.

વરસાદનું પાણી કેટલું શુદ્ધ છે?

વરસાદી પાણીની શુદ્ધતા પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. હકીકતમાં, પહેલાના સમયમાં જ્યારે પર્યાવરણ એટલું પ્રદૂષિત નહોતું ત્યારે લોકો તેનું પાણી પીતા હતા. પરંતુ, આજના સમયમાં આ પાણી બિલકુલ શુદ્ધ નથી. આમાં, પર્યાવરણમાં જોવા મળતા પ્રદૂષિત કણો વરસાદના પાણીમાં ભળી શકે છે અને પછી તમને ગંભીર રીતે બીમાર કરી શકે છે.

વરસાદના પાણીનો ઉપયોગ કરવાની શ્રેષ્ઠ રીત

તમે વરસાદના પાણીનો પણ ઘણી રીતે ઉપયોગ કરી શકો છો. વાસણ ધોવા, બાગકામ, સફાઈ, સ્નાન અને કપડાં ધોવા જેવી પ્રવૃત્તિઓ. જો કે, ઉત્તર પૂર્વમાં જ્યાં પુષ્કળ વરસાદ છે અને પ્રદૂષણ ઘણું ઓછું છે. અહીંના લોકો આ પાણીને ઉકાળીને પીવે છે. આવી સ્થિતિમાં, તે સ્વાસ્થ્ય માટે હાનિકારક નથી.

Next Article