AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monsoon 2023: દેશના અનેક રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, દિલ્હી- મુંબઈમાં અપાયું એલર્ટ

દિલ્હીના કેટલાક વિસ્તારોમાં મંગળવારે ભારે વરસાદ થયો હતો. હવામાન વિભાગે આગામી છથી સાત દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે ભારેથી અતીભારે વરસાદની આગાહી કરી છે.

Monsoon 2023: દેશના અનેક રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, દિલ્હી- મુંબઈમાં અપાયું એલર્ટ
Monsoon 2023
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 05, 2023 | 12:34 PM
Share

Monsoon: ચોમાસુ બેસી જતા હવે દેશના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. અનેક મોટા શહેરોમાં ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાય રહ્યુ છે ત્યારે આજે પણ કેટલાક મહાનગરોમાં વરસાદની સ્થિતીને જોતા એલર્ટ આપવામાં આવ્યું છે. ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ આજે ફરી મુંબઈ અને દિલ્હીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ત્યારે સામાન્ય કરતા પણ વધુ વરસાદની આગાહીના કારણે એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે અવિરત વરસાદને કારણે દેશના ઘણા શહેરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આ સાથે કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ છે.

ભારે વરસાદની આગાહી

અનેક રાજ્યમાં ભારે વરસાદ છે ત્યારે દિલ્હીના કેટલાક વિસ્તારોમાં મંગળવારે ભારે વરસાદ થયો હતો. હવામાન વિભાગે આગામી છથી સાત દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે ભારેથી અતીભારે વરસાદની આગાહી કરી છે. તે સાથે દિલ્હી એરપોર્ટ પર એલર્ટ જાહેર કરી એડવાઝરી બહાર પાડવામાં આવી છે. ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટના અધિકારીઓએ જણાવ્યું હતું કે ખરાબ હવામાનને કારણે ત્રણ ફ્લાઈટને ડાયવર્ટ કરવામાં આવી હતી. બેને અમૃતસરમાં અને એકને લખનઉમાં ઉતરવું પડ્યું. ત્યારે ખરાબ હવામાનના કારણે ફ્લાઈટ લેન્ડિંગમાં સમસ્યા સર્જાય રહી છે.

મુંબઈમાં યલો એલર્ટ

IMDએ આજના દિવસે વરસાદની સ્થિતીને કહ્યું હતુ કે બુધવારે દિલ્હીમાં ભારે વરસાની આગાહી છે જેને લઈને ત્યાં યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે પોતાની ચેતવણીમાં કહ્યું છે કે વરસાદને કારણે દિલ્હીના નીચાણવાળા વિસ્તારોમાં પૂર આવી શકે છે. મુખ્ય માર્ગો પર વાહનવ્યવહાર ખોરવાઈ શકે છે. તમને જણાવી દઈએ કે બુધવારે મહત્તમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસથી 37 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની શક્યતા છે.

દિલ્હીમાં છેલ્લા આ વખતે સામાન્ય કરતાં વધુ વરસાદ નોંધાય રહ્યો હોવાની જાણકારી મળી રહી છે. માર્ચમાં સામાન્ય 17.4 મીમીની સામે 53.2 મીમી, એપ્રિલમાં 16.3 મીમીના સામાન્ય સામે 20.1 મીમી, મે 30.7 મીમીના સામાન્ય સામે 111 મીમી અને જૂનમાં 74.1 મીમીના સામાન્ય સામે 101.7 મીમી વરસાદ નોંધાયો હતો.

ટ્રેન સેવાને પણ અસર

IMDના મુંબઈ પ્રાદેશિક કેન્દ્રે આગામી ત્રણ દિવસ માટે ‘યલો એલર્ટ’ જારી કર્યું છે. છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનો મંગળવારે મધ્ય રેલવે અને પશ્ચિમ રેલવે બંને કોરિડોર પર સામાન્ય રીતે ચાલી રહી હતી, અધિકારીઓના જણાવ્યા અનુસાર. જો કે, કેટલાક મુસાફરોએ દાવો કર્યો હતો કે ટ્રેન સેવાઓ 10 થી 15 મિનિટ મોડી ચાલી રહી છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
g clip-path="url(#clip0_868_265)">