NPS માં આ 6 નિયમોમાં કરાયા ફેરફાર, રોકાણ કરતા પહેલા જાણો સંપૂર્ણ માહિતી વિગતવાર

પેન્શન ફંડ રેગ્યુલેટરએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે સપ્ટેમ્બર 2021 ના ​​અંત સુધીમાં વિવિધ પેન્શન યોજનાઓમાં ગ્રાહકોની સંખ્યા 24 ટકા વધીને 4.63 કરોડ થઈ ગઈ છે. આ યોજનાના નિયમોમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે.

NPS માં આ 6 નિયમોમાં કરાયા ફેરફાર, રોકાણ કરતા પહેલા જાણો સંપૂર્ણ માહિતી વિગતવાર
Changes made to these 6 rules in NPS
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 14, 2021 | 8:05 AM

નેશનલ પેન્શન સ્કીમ (NPS) કેન્દ્ર સરકાર દ્વારા સામાજિક સુરક્ષા પહેલ છે અને જાહેર, ખાનગી અને અસંગઠિત ક્ષેત્રોમાં કર્મચારીઓ માટે યોજના ખુલ્લી મુકાઈ છે. NPS લોકોને તેમના રોજગાર દરમિયાન પેન્શન ખાતામાં રોકાણ કરવા પ્રોત્સાહિત કરે છે. નિવૃત્તિ પછી ભંડોળનો ચોક્કસ ભાગ ઉપાડી શકે છે. NPS નું નિયમન પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) દ્વારા કરવામાં આવે છે.

પેન્શન ફંડ રેગ્યુલેટરએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે સપ્ટેમ્બર 2021 ના ​​અંત સુધીમાં વિવિધ પેન્શન યોજનાઓમાં ગ્રાહકોની સંખ્યા 24 ટકા વધીને 4.63 કરોડ થઈ ગઈ છે. આ યોજનાના નિયમોમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. ચાલો જાણીએ નિયમોમાં શું ફેરફાર થયો છે….

પ્રવેશની ઉંમરમાં વધારો પેન્શન ફંડ રેગ્યુલેટર PFRDA એ રાષ્ટ્રીય પેન્શન યોજના માટે પ્રવેશ વય મર્યાદા બદલી છે. નવા નિયમ હેઠળ 70 વર્ષની ઉંમર સુધી વ્યક્તિ પેન્શન યોજનામાં નોંધણી કરાવી શકે છે. અગાઉ આ મર્યાદા 65 વર્ષ સુધીની હતી. હવે 18-70 વર્ષની વચ્ચેની કોઈપણ વ્યક્તિ NPS સબ્સ્ક્રાઇબ કરી શકશે. નવા પ્રવેશ વય નિયમ સાથે જે ગ્રાહકોએ NPSમાંથી બહાર નીકળ્યા છે તેઓ પણ તેમના ખાતા ફરી ખોલી શકે છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

લોક ઈન પિરિયડ હવે 65 વર્ષ પછી NPSમાં જોડાતા નવા ગ્રાહકો માટે 3 વર્ષનો લોક-ઇન પીરિયડ છે. બહાર નીકળવાની મહત્તમ ઉંમર 75 છે. સબ્સ્ક્રાઇબર્સ કુલ રકમમાંથી 60 ટકા રકમ એક કરમુક્ત રકમ તરીકે ઉપાડી શકે છે અને બાકીની 40 ટકા રકમનો ઉપયોગ એન્યુઈટી ખરીદવા માટે કરવો પડશે. જો કે, ભંડોળ 5 લાખ રૂપિયાથી ઓછું હોય તો ગ્રાહક આખી રકમ ઉપાડી શકે છે.

એસેટ એલોકેશનના નિયમોમાં ફેરફાર NPSને 65 વર્ષની ઉંમર પછી જોડનારા ગ્રાહકો માટે વધુ આકર્ષક બનાવવા માટે PFRDAએ તેમને ઇક્વિટીમાં 50 ટકા સુધી ભંડોળ ફાળવવાની મંજૂરી આપી છે. જો ડિફોલ્ટર ઓટો ચોઇસ હેઠળ રોકાણ કરવાનું નક્કી કરે છે તો તેને માત્ર 15 ટકા સુધી રોકાણ કરવાની મંજૂરી આપવામાં આવશે.

પ્રિમેચ્યોર એક્ઝીટ 3 વર્ષ NPSમાંથી બહાર નીકળવું એ પ્રિમેચ્યોર એક્ઝીટ તરીકે ગણવામાં આવશે. આમાં સબ્સ્ક્રાઇબરે ‘એન્યુઇટી’ માટે ઓછામાં ઓછા 80 ટકા ફંડનો ઉપયોગ કરવો પડશે. જો સબ્સ્ક્રાઇબર પ્રિમેચ્યોર એનપીએસમાંથી ઉપાડવા માંગે છે અને તેનું ભંડોળ 2.5 લાખ રૂપિયાથી ઓછું છે તો તે એક જ સમયે સંપૂર્ણ રકમ ઉપાડી શકે છે.

NPS ખાતાને 75 વર્ષ સુધી સ્થગિત રાખો NPS ખાતાધારકોને 75 વર્ષની ઉંમર સુધી તેમનું ખાતું સ્થગિત રાખવાની મંજૂરી આપવામાં આવી છે

સરકારી ક્ષેત્ર માટે ઓનલાઇન ઉપાડની પ્રક્રિયા PFRDA એ તાજેતરમાં સરકારી ક્ષેત્રના ગ્રાહકો માટે ઓનલાઈન અને પેપરલેસ એક્ઝિટ પ્રક્રિયાને વિસ્તૃત કરી છે. અગાઉ માત્ર બિન-સરકારી ક્ષેત્રના ગ્રાહકોને જ ઓનલાઈન એક્ઝિટ પ્રક્રિયાની એન્ડ-ટુ-એન્ડ સુવિધાનો લાભ મળતો હતો. સબ્સ્ક્રાઇબર્સના હિતમાં હાલની માર્ગદર્શિકાઓ અનુસાર ઓનલાઈન એક્ઝિટને ત્વરિત બેંક ખાતાની ચકાસણી સાથે જોડવામાં આવશે.

આ પણ વાંચો : LPG Gas Subsidy Status : શું ગેસ સબસિડી તમારા ખાતામાં આવી રહી છે? જાણો તપાસવાની રીત

આ પણ વાંચો : Infosys Q2 Results : ઇન્ફોસિસના નફામાં 11.9% અને આવકમાં 20.5%નો વધારો, પ્રતિ શેર 15 રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ અપાશે

g clip-path="url(#clip0_868_265)">