AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LPG Gas Subsidy Status : શું ગેસ સબસિડી તમારા ખાતામાં આવી રહી છે? જાણો તપાસવાની રીત

અમે તમને સરળ રીત બતાવવા જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે સરળતાથી જાણી શકો છો કે ગેસ સિલિન્ડરની સબસિડી તમારા ખાતામાં આવી રહી છે કે નહીં.

LPG Gas Subsidy Status : શું ગેસ સબસિડી તમારા ખાતામાં આવી રહી છે? જાણો તપાસવાની રીત
LPG Gas Cylinder
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 14, 2021 | 7:39 AM
Share

LPG Gas Subsidy Status: પેટ્રોલિયમ ઉત્પાદનોના ભાવ આસમાને પહોંચવા સાથે એલપીજી સિલિન્ડર (LPG Cylinder)ની કિંમત પણ ઊંચી જઈ રહી છે. એલપીજી સિલિન્ડરના ભાવ પણ ઘણા વધુ છે.

મોટાભાગના લોકો સિલિન્ડરની સબસિડીને લઈને મૂંઝવણમાં છે કારણ કે તેમને ખબર નથી હોતી કે સબસિડી આવે છે કે નહીં? પરંતુ તમારે વધારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે અમે તમને સરળ રીત બતાવવા જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે સરળતાથી જાણી શકો છો કે ગેસ સિલિન્ડરની સબસિડી તમારા ખાતામાં આવી રહી છે કે નહીં.

ગેસ સિલિન્ડરની સબસિડીનું સ્ટેટ્સ જાણવા આ સ્ટેપ્સને ફોલો કરો 

  • www.mylpg.in વેબસાઇટ મદદરૂપ બનશે
  •  જાણકારી મેળવવા તમારે બ્રાઉઝરમાં વેબસાઇટ www.mylpg.in લોગ ઇન કરવું પડશે.
  •  વેબ પેજમાં ઉપર જમણી બાજુએ ગેસ કંપનીઓના નામમાંથી તમારી સેવા આપનાર કંપનીનું નામ પસંદ કરો.
  • હવે તમને એલપીજી આઈડી પૂછવામાં આવશે. તે એન્ટર કરો જે પછી, તમારો રજીસ્ટર્ડ મોબાઇલ નંબર અને વર્તમાન નાણાકીય વર્ષ પસંદ કરો
  •  આ સ્ટેપ બાદ તમારી સબસિડીની તમામ વિગતો તમારી સ્ક્રીન પર દર્શાવાશે.

આ વિગતમાં દર મહિને તમારા ખાતામાં મોકલવામાં આવતી સબસિડીની રકમની વિગતો શામેલ છે. ઉપરાંત, જો સબસિડીની રકમ તમારા ખાતામાં આવતી નથી, તો તમે તરત જ ફીડબેક બટનને ક્લિક કરીને તમારી ફરિયાદ કરી શકો છો.

સબસિડી ન મળવાનું મુખ્ય કારણ શું હોય છે ? સબસિડી ન મળવાનું મુખ્ય કારણ LPG ID ને એકાઉન્ટ નંબર સાથે લિંક ન હોવાનું હોય છે. આ માટે, તમારા નજીકના ડિસ્ટ્રીબ્યુટરનો સંપર્ક કરો અને તેને તમારી સમસ્યાથી વાકેફ કરો. ટોલ ફ્રી નંબર 18002333555 પર કોલ કરીને પણ તમે તમારી ફરિયાદ નોંધાવી શકો છો.

એલપીજી સિલિન્ડરના ભાવ કેવી રીતે નક્કી થાય છે? એલપીજી સિલિન્ડરના ભાવ સરેરાશ આંતરરાષ્ટ્રીય બેંચમાર્ક રેટ અને વિદેશી ચલણના વિનિમય દર અનુસાર નક્કી થાય છે. આ કારણોસર, એલપીજી સિલિન્ડરની સબસિડીની રકમ પણ દર મહિને બદલાય છે. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવમાં વધારો થાય છે ત્યારે સરકાર વધુ સબસિડી આપે છે અને જ્યારે દર નીચે આવે છે ત્યારે સબસિડીમાં ઘટાડો કરવામાં આવે છે. કરવેરાના નિયમો અનુસાર એલપીજી પરના ગુડ્ઝ અને સર્વિસ ટેક્સ (જીએસટી) ની ગણતરી બળતણના બજાર ભાવ પર કરવામાં આવે છે.

આ પણ વાંચો : Infosys Q2 Results : ઇન્ફોસિસના નફામાં 11.9% અને આવકમાં 20.5%નો વધારો, પ્રતિ શેર 15 રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ અપાશે

આ પણ વાંચો : Petrol Diesel Price Today: ભડકે બળતા ઇંધણ ભાવ ઉપર ક્યારે નિયંત્રણ આવશે? જાણો આજે કેટલા મોંઘા થયા પેટ્રોલ – ડીઝલ

Follow Us
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
g clip-path="url(#clip0_868_265)">