AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WHOએ આપી ચેતવણી, કોરોના મહામારીને કારણે આ દેશમાં ફ્રેબ્રુઆરી સુધી 5 લાખ લોકો ગુમાવી શકે છે જીવ

ડો. હંસ ક્લુગેએ (Hans Kluge) જણાવ્યું હતું કે, આ ક્ષેત્રના દેશોમા વેક્સિનેશન વિવિધ તબક્કામાં છે અને સરેરાશ 47 ટકા લોકોનું સંપૂર્ણ રસીકરણ કરવામાં આવ્યું છે.

WHOએ આપી ચેતવણી, કોરોના મહામારીને કારણે આ દેશમાં ફ્રેબ્રુઆરી સુધી 5 લાખ લોકો ગુમાવી શકે છે જીવ
File photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 05, 2021 | 10:19 AM
Share

સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસે (Corona) હવે ફરી એકવાર યુરોપ અને મધ્ય એશિયામાં તબાહી મચાવવાની તૈયારી કરી લીધી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ના સ્થાનિક કાર્યાલયના વડાએ ગુરુવારે જણાવ્યું હતું કે, યુરોપ અને મધ્ય એશિયાના 53 દેશોના પ્રદેશ આગામી અઠવાડિયામાં કોરોના વાયરસના ખતરાનો સામનો કરશે અથવા તે પહેલાથી જ કરી રહ્યું છે. અત્રે એ નોંધનીય છે કે યુરોપમાં કોરોનાની આ લહેર એવા સમયે જોવા મળી રહી છે. જ્યારે અહીં રસીકરણ ચાલી રહ્યું છે અને રસીની કોઈ કમી જોવા મળી નથી.

ડો. હંસ ક્લુગેએ (Hans Kluge) કહ્યું કે કોરોના કેસની સંખ્યા ફરી રેકોર્ડ સ્તરે વધી રહી છે. આ વિસ્તારમાં કોરોનાના ફેલાવાની ઝડપ ગંભીર ચિંતાનો વિષય છે. ડેનમાર્કની રાજધાની કોપનહેગનમાં ડબ્લ્યુએચઓના યુરોપ સ્થિત હેડક્વાર્ટર ખાતે પત્રકારો સાથે વાત કરતા ક્લુગે કહ્યું, “આપણે રોગચાળાના પુનઃ ઉદભવના બીજા નિર્ણાયક તબક્કે છીએ.”

યુરોપ રોગચાળાના કેન્દ્ર તરીકે પાછું આવ્યું છે. અમે એક વર્ષ પહેલા આવી જ પરિસ્થિતિમાં હતા. તેમણે કહ્યું કે હવે અલગ વાત એ છે કે આરોગ્ય અધિકારીઓ વાયરસ વિશે વધુ જાણે છે અને તેમની પાસે તેની સામે લડવા માટે વધુ સારા હથિયારો છે.

ફેબ્રુઆરી સુધીમાં પાંચ લાખ લોકોના મોત થઈ શકે છે ક્લુગેએ કહ્યું કે કેટલીક જગ્યાએ, નિવારણ પગલાંમાં મંદી અને રસીકરણનો ઓછો દર વાયરસના નવી લહેર વિશે જણાવે છે. તેમણે કહ્યું કે 53 દેશોના ક્ષેત્રમાં કોરોનાને કારણે હોસ્પિટલમાં દાખલ થવાનો દર ગયા સપ્તાહની તુલનામાં બમણાથી વધુ છે. જો આ સિલસિલો ચાલુ રહ્યો તો ફેબ્રુઆરી સુધીમાં આ ક્ષેત્રમાં પાંચ લાખ લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવવો પડી શકે છે.

WHOનું કહેવું છે કે આ વિસ્તારમાં એક સપ્તાહમાં લગભગ 18 લાખ લોકો સંક્રમિત થયા છે. ગયા સપ્તાહથી તેમાં લગભગ છ ટકાનો વધારો થયો છે. તે જ સમયે, આ સમયગાળા દરમિયાન 24 હજાર લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં 12 ટકાનો વધારો થયો છે.

માત્ર 47 ટકા લોકોએ સંપૂર્ણ રસીકરણ કર્યું છે ડો. હંસ ક્લુગેએ જણાવ્યું હતું કે, આ ક્ષેત્રના દેશો રસીકરણના વિવિધ તબક્કામાં છે અને સરેરાશ 47 ટકા લોકોનું સંપૂર્ણ રસીકરણ કરવામાં આવ્યું છે. માત્ર આઠ દેશો એવા છે જ્યાં 70 ટકા વસ્તીને સંપૂર્ણ રસી આપવામાં આવી છે. ક્લુગેએ કહ્યું, આપણે આપણી વ્યૂહરચના બદલવી જોઈએ, કોવિડના વધતા જતા કેસોને લઈને આપવામાં આવેલ પ્રતિસાદને પણ બદલવાની જરૂર છે. જેથી તેને તાત્કાલિક રોકી શકાય.

જિનીવામાં WHOના મુખ્યમથકે બુધવારે જણાવ્યું કે યુરોપમાં સતત પાંચમા સપ્તાહે કેસમાં વધારો થયો છે. જેના કારણે તે વિશ્વનો એકમાત્ર એવો પ્રદેશ બની ગયો છે જ્યાં કોરોના સતત તબાહી મચાવી રહ્યો છે.

આ પણ વાંચો : Vaccination Drive: ડોર ટુ ડોર રસીકરણ અભિયાન માટે રસીની કોઈ અછત નથી, ડો એન કે અરોરાએ કર્યો દાવો

આ પણ વાંચો : PM Modi Kedarnath Visit: PM મોદી પહોચ્યા કેદારનાથના, બાબા કેદારનાથના દર્શન કર્યા બાદ આદિ ગુરુ શંકરાચાર્યની પ્રતિમાનું કરશે અનાવરણ

Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
Breaking News : આકાશમાંથી પેરાશુટ લઇને યુવક વીજ વાયર પર પડ્યો
Breaking News : આકાશમાંથી પેરાશુટ લઇને યુવક વીજ વાયર પર પડ્યો
જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">