PM Modi Kedarnath Visit: PM મોદી પહોચ્યા કેદારનાથના, બાબા કેદારનાથના દર્શન કર્યા બાદ આદિ ગુરુ શંકરાચાર્યની પ્રતિમાનું કરશે અનાવરણ
પીએમ મોદીની મુલાકાત માટે તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી હતી અને મંદિર પરિસરને ભવ્ય રીતે સજાવવામાં આવ્યું છે
PM Modi Kedarnath Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે કેદારનાથ ધામ (Kedarnath Dham)ની મુલાકાતે પોહચી ગયા છે. વડાપ્રધાન બન્યા બાદ તેઓ પાંચમી વખત કેદારનાથ આવ્યા છે. પીએમ મોદીની મુલાકાત માટે તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી હતી અને મંદિર પરિસરને ભવ્ય રીતે સજાવવામાં આવ્યું છે.
પીએમ મોદી (PM Modi) ના દેહરાદૂન આગમન પર, સીએમ પુષ્કર સિંહ ધામી (CM Pushkar Singh Dhami) એ કહ્યું કે તેઓ ભારતના સફળ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ઉત્તરાખંડના દેવભૂમિમાં આગમન પર સ્વાગત અને અભિવાદન કરે છે. આજે માનનીય વડાપ્રધાન શ્રી કેદારનાથ ધામ પહોંચશે અને આદિ શંકરાચાર્યની પવિત્ર સમાધિ અને ભવ્ય પ્રતિમા સાથે વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે.
भारत के यशस्वी प्रधानमंत्री श्री @narendramodi जी के देवभूमि उत्तराखण्ड आगमन पर स्वागत एवं अभिनन्दन किया।
आज माननीय प्रधानमंत्री जी श्री केदारनाथ धाम पहुंचकर आदि शंकराचार्य जी की पवित्र समाधि एवं भव्य प्रतिमा के साथ विभिन्न परियोजनाओं का लोकार्पण करेंगे। pic.twitter.com/qYrNMqiM2J
— Pushkar Singh Dhami (@pushkardhami) November 5, 2021
હેલિકોપ્ટર લેન્ડિંગ વ્યવસ્થા પીએમ મોદીની મુલાકાત દરમિયાન કેદારનાથમાં ખરાબ હવામાન કે અન્ય કારણોસર ગૌચરમાં હેલિકોપ્ટર લેન્ડિંગ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે.
પીએમ મોદીની મુલાકાતને લઈને સમગ્ર કેમ્પસમાં સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે અને મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી બુધવારે જ કેદારનાથ પહોંચ્યા હતા અને ત્યાર બાદ ગુરુવારે પણ તેઓ કેદારધામ પહોંચ્યા હતા અને તમામ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે પીએમની મુલાકાતની તૈયારીઓને લઈને અધિકારીઓને જરૂરી માર્ગદર્શિકા પણ આપી છે.