વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતા અમેરિકા પર નાદારીનો ખતરો મંડરાઈ રહ્યો હોવાનું ટેસ્લાના સીઇઓ એલોન મસ્ક કહ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને તેમણે અહીંના લોકોને ઓછો ખર્ચ કરવાની સલાહ આપી છે. કારણ કે અમેરિકાનું દેવું સતત વધી રહ્યું છે અને આવકવેરામાંથી આવતી 76 ટકા રકમ તો સીધી આ દેવાના વ્યાજ ચુકવામાં જ જતી રહે છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, વિશ્વમાં એવા કેટલા દેશો છે, જે નાદાર થયા છે અને કેટલી વખત નાદારી જાહેર કરી ચુક્યા છે. વિશ્વનો સૌથી શક્તિશાળી ગણાતો દેશ અમેરિકા ગંભીર આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. અમેરિકા સામે સૌથી મોટી કટોકટી એ છે કે તેને સમયસર જૂની લોન ચૂકવવા માટે નવી લોન લેવાની જરૂર પડી રહી છે અને આ લોનના વ્યાજ ચુકવવામાં જ અમેરિકાની કરમાંથી આવતી આવકનો 76 ટકા હિસ્સો જતો રહે છે. નાદારી એટલે શું ? કોઈ દેશ નાદાર ત્યારે થાય છે, જ્યારે તે દેશ દેવાની ભરપાઈ કરી શકતો નથી. જે તેને તકનીકી રીતે નાદાર...