પુતિનને છે પાર્કિન્સન્સ રોગનું જોખમ, યુકેના પૂર્વ MI6ના વડાએ આ કેમ કહ્યું અને શું છે આ રોગ?

Vladimir Putin may have Parkinsons diease: રશિયા અને યુક્રેન વચ્ચે પુતિનની ચર્ચા અન્ય કારણસર થઈ રહી છે. યુકેની ગુપ્તચર એજન્સી MI6ના વડા સર રિચર્ડ ડીયરલોવનું કહેવું છે કે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને પાર્કિન્સન્સ રોગ હોઈ શકે છે. જાણો શા માટે તેણે આવું કહ્યું.

પુતિનને છે પાર્કિન્સન્સ રોગનું જોખમ, યુકેના પૂર્વ MI6ના વડાએ આ કેમ કહ્યું અને શું છે આ રોગ?
President Vladimir Putin (File image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 12, 2022 | 12:34 PM

રશિયા અને યુક્રેન (Russia Ukraine War) વચ્ચે પુતિનની ચર્ચા અન્ય એક કારણથી થઈ રહી છે. યુકેની ગુપ્તચર એજન્સી MI6ના વડા સર રિચર્ડ ડીયરલોવે (Sir Richard Dearlove) કહ્યું છે કે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને પાર્કિન્સન્સ રોગ (Parkinson’s Disease) થઈ શકે છે. તે કહે છે કે તેના જાહેર દેખાવની રીત બદલાઈ ગઈ છે. આ એ વાતનો પુરાવો છે કે, તે સ્ટીરોઈડ લઈ રહ્યો છે. મિરર રિપોર્ટમાં સર રિચર્ડ કહે છે કે, આ ચિંતાનો વિષય છે. આ પહેલાં પણ પુતિન સ્ટેરોઈડ લેતા હોવાની વાત સામે આવી છે. જેના કારણે તેઓ ગુસ્સે થઈ રહ્યા છે.

પાર્કિન્સન્સ રોગ શું છે, શા માટે થાય છે અને આ રોગ સાથે સ્ટેરોઇડ્સનું શું જોડાણ છે, જાણો આ પ્રશ્નોના જવાબ..

પાર્કિન્સન્સ રોગ શું છે અને તે શા માટે થાય છે?

નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ એજિંગ અનુસાર પાર્કિન્સન્સ રોગ મગજનો વિકાર છે. આ મગજનો રોગ છે જે આખા શરીરને અસર કરે છે. તેના કેસો સ્ત્રીઓ કરતાં પુરુષોમાં 50 ટકા વધુ જોવા મળે છે. આ રોગથી પીડિત દર્દીઓમાં મનની સાથે-સાથે શરીર અને તેના વર્તનમાં પણ ફેરફાર દેખાવા લાગે છે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

સૌથી મોટું જોખમ પરિબળ છે ઉંમર

પરિણામે, દર્દીને ચાલવામાં અને સંતુલન કરવામાં તકલીફ થાય છે. સમય સાથે આ રોગની અસર પણ વધે છે. પરિણામે ઊંઘની સમસ્યા, ડિપ્રેશન, યાદશક્તિની સમસ્યા અને થાક વધે છે. આ રોગ માટેનું સૌથી મોટું જોખમ પરિબળ ઉંમર છે. આ રોગની શરૂઆત 60 વર્ષની ઉંમરે થાય છે. કેટલાક લોકોમાં તેના લક્ષણો 50 વર્ષની ઉંમરે દેખાવા લાગે છે. આનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ જીન મ્યુટેશનને કારણે થઈ શકે છે.

નિષ્ણાંતોના મતે મગજનો એક ખાસ ભાગ (બેઝલ ગેંગલિયા) શરીરને નિયંત્રિત કરવાનું કામ કરે છે. આ ભાગમાં ચેતા કોષો હોય છે. જે આ કરવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જ્યારે આ કોષો મૃત્યુ પામે છે અને તેમની અસર ગુમાવે છે, ત્યારે પાર્કિન્સન્સ રોગના લક્ષણો દેખાવા લાગે છે.

આ ચેતા કોષો શરીરમાં ડોપામાઈન રસાયણ ઉત્પન્ન કરે છે, પરંતુ જ્યારે તેઓ ક્ષતિગ્રસ્ત અથવા નાશ પામે છે ત્યારે આવું થતું નથી. પરિણામે રોગ તેની અસર બતાવવાનું શરૂ કરે છે. જ્યારે શરીરમાં ડોપામાઈન ઓછું હોય છે, ત્યારે શરીરની હલન-ચલન ઓછી થવા લાગે છે. જો કે આવું શા માટે થાય છે તે વૈજ્ઞાનિકો ચોક્કસપણે શોધી શક્યા નથી.

પાર્કિન્સન્સ રોગ અને સ્ટેરોઇડ્સ વચ્ચે શું છે જોડાણ?

વેલ્સની સ્વાનસી યુનિવર્સિટીનું સંશોધન કહે છે કે, સ્ટેરોઈડ્સ પાર્કિન્સન્સ રોગની સારવારમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. આ રોગની અસરોને ઘટાડી શકે છે. અન્ય એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જો કોઈ વ્યક્તિ સ્ટેરોઈડ લે છે તો તે વ્યક્તિને પાર્કિન્સન્સ રોગ થવાનું જોખમ 20 ટકા ઓછું થઈ જાય છે.

આ  પણ વાંચો: Vladimir Putin Biography: સામાન્ય પરિવારમાંથી આવે છે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, જાણો તેની કેટલીક ખાસ વાતો

આ  પણ વાંચો: Vladimir Putin: રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની પહેલી Pakistan મુલાકાત, મોસ્કો અને ઈસ્લામાબાદ વચ્ચે મંત્રણા શરૂ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">