AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vladimir Putin Biography: સામાન્ય પરિવારમાંથી આવે છે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, જાણો તેની કેટલીક ખાસ વાતો

રશિયા-યુક્રેનના યુધ્ધને પગલે આજે દરેક વ્યકિત રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વિશે જાણવા માંગે છે. ત્યારે આજે અમે તમને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વિશે કેટલીક રસપ્રદ બાબતો જણાવીશુ.

Vladimir Putin Biography: સામાન્ય પરિવારમાંથી આવે છે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, જાણો તેની કેટલીક ખાસ વાતો
Russia President Vladimir Putin (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 25, 2022 | 3:14 PM
Share

Vladimir Putin Biography:  રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને(Russia President Vladimir Putin)  ગુરૂવારે યુક્રેન સાથેના યુધ્ધની જાહેરાત કરી હતી. જેને પગલે હાલ યુક્રેનની(Ukraine-russia war)  સ્થિતિ વિકટ છે,  દરેક વ્યક્તિ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન વિશે જાણવા આતુર છે, ત્યારે આજે અમે તમને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વિશે જણાવીશુ.

વ્લાદિમીર પુતિનનુ જીવન

વ્લાદિમીર પુતિનના જીવનની વાત કરીએ તો પુતિનનો જન્મ 7 ઓકટોબર, 1952ના રોજ લેનિનગ્રાડ, રશિયા ખાતે થયો હતો. રશિયાના રાષ્ટ્રપતિ બન્યા પૂર્વે તેમણે 15 વર્ષ રશિયાની જાસુસી સંસ્થા KGBમાં સેવા આપી હતી. ઉલ્લેખનીય છે કે,વ્લાદિમીર પુતિન હાલ રશિયાના રાષ્ટ્રપતિ છે અને એલેક્ઝાંડર લુકાશેન્કો બાદ યુરોપમાં બીજા સૌથી લાંબા સમય માટે શાસન કરનારા નેતા પણ છે. તેઓ 1999થી 2000 અને ફરીથી 2008થી 2012 સુધી રશિયાના વડાપ્રધાન પણ હતા.

સામાન્ય પરિવારમાંથી આવે છે પુતિન

તેમના પરિવારની વાત કરીએ તો, પિતા વ્લાદિમીર સ્પિરિડોનોવિચ પુટિન અને માતા મારિયા ઇવાનોવના પુટિનાનું તે એકમાત્ર સંતાન છે. તેમની ભૂતપૂર્વ પત્નીનું નામ લ્યુડમિલા શ્ક્રેબનેવા છે અને તેમને 2 દીકરીઓ મારિયા અને કેટેરીના પણ છે.વ્લાદિમીર પુતિનના દાદા સ્પિરિડોન પુતિન વ્લાદિમીર લેનિનએ જોસેફ સ્ટાલિનના રસોઈયા હતા.જ્યારે તેની માતા ફેક્ટરી વર્કર હતી અને તેના પિતા સોવિયેત નેવીમાં કાર્યરત હતા. તેમના પિતાએ 1930ના દાયકાની શરૂઆતમાં રશિયાના સબમરીન કાફલામાં સેવા આપી હતી અને તેમણે બીજા વિશ્વયુદ્ધની શરૂઆતમાં એનકેવીડીની બટાલિયનમાં પણ મહત્વની ભુમિકા ભજવી હતી.

પુતિને કહી હતી આ મોટી વાત..!

વ્લાદિમીર પુતિને આ વાતને વાગોળતા એક વખત કહયુ હતુ કે, “હું ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવુ છુ. અને મેં એ સાદગી હંમેશા જાળવી રાખી છે.”બીજા વિશ્વયુદ્ધ પછી વ્લાદિમીર પુતિનનો પરિવાર બાસ્કોવ લેન ખાતે શિફ્ટ થયો હતો. તેમણે વર્ષ 1960-68માં લેનિનગ્રાડની પ્રાથમિક શાળા નંબર 193માં અભ્યાસ કર્યો હતો.

8મા ધોરણ બાદ તેમણે હાઈસ્કૂલ નંબર 281માં અભ્યાસ કર્યો હતો. 1975માં ગ્રેજયુએશન કર્યા બાદ તેમણે એક થીસીસ લખ્યો હતો જેનું નામ હતું ‘ધ મોસ્ટ ફેવર્ડ નેશન ટ્રેડિંગ પ્રિન્સિપલ ઇન ઇન્ટરનેશનલ લો’. ત્યારબાદ તેઓ ત્યાં સોવિયેત યુનિયનની કમ્યુનિસ્ટ પાર્ટીમાં જોડાયા હતા.સમય જતાં તેઓ રશિયન બંધારણના સહ-લેખક બન્યા.

આ પણ વાંચો : રશિયન પ્રમુખ પુતિન કેવી રીતે વિતાવે છે દિવસ: આમલેટ અને 2 કલાક સ્વિમિંગથી દિવસની કરે છે શરૂઆત

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">