AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

યુદ્ધ માટે થઈ જાવ તૈયાર ! સ્વીડન અને ફિનલેન્ડમાં લોકોને કરાયા સતર્ક

સ્વીડન અને ફિનલેન્ડમાં 50 લાખથી વધુ પેમ્ફલેટ્સનું વિતરણ કરીને યુદ્ધને લઈને લોકોને સતર્ક કરાયા છે. પેમ્ફલેટમાં યુદ્ધની સંભાવના માટે તૈયાર રહેવા અને ખોરાક અને પાણીનો સંગ્રહ કરવા વિશે સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે. જેને જોતાં લાગી રહ્યું છે કે, યુરોપમાં યુદ્ધને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

યુદ્ધ માટે થઈ જાવ તૈયાર ! સ્વીડન અને ફિનલેન્ડમાં લોકોને કરાયા સતર્ક
Third world war
| Updated on: Nov 19, 2024 | 7:28 PM
Share

એક તરફ રશિયા અને યુક્રેન વચ્ચે અઢી વર્ષથી વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે, તો બીજી તરફ ઈઝરાયેલ પણ છેલ્લા એક વર્ષથી હમાસ સાથે યુદ્ધ લડી રહ્યું છે. આ દરમિયાન નવા યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે અને સ્વીડને તેના નાગરિકોને યુદ્ધ માટે તૈયાર રહેવા માટે કહ્યું છે. આ માટે સ્વીડન અને ફિનલેન્ડમાં 50 લાખથી વધુ પેમ્ફલેટ્સનું વિતરણ કરીને યુદ્ધને લઈને લોકોને સતર્ક કરાયા છે. પેમ્ફલેટમાં યુદ્ધની સંભાવના માટે તૈયાર રહેવા અને ખોરાક અને પાણીનો સંગ્રહ કરવા વિશે સ્પષ્ટ સૂચનાઓ આપી છે.

સ્વીડન અને ફિનલેન્ડ માટે તણાવ વધ્યો

આ દરમિયાન સ્વીડનના પાડોશી ફિનલેન્ડે પણ તૈયારીઓને લઈને નવી વેબસાઈટ બનાવી છે. આ ઉપરાંત નોર્વેમાં પણ પેમ્ફલેટ્સનું વિતરણ કરવામાં આવ્યું છે. યુદ્ધ અને અન્ય જોખમોના કિસ્સામાં કેવી રીતે બચવું તેની સૂચના આપવામાં આવી છે.

ભયંકર સુરક્ષા પરિસ્થિતિને ટાંકીને, સ્વીડન રશિયા-યુક્રેન સંઘર્ષની શરૂઆતથી જ તેના દેશવાસીઓને યુદ્ધની સ્થિતિ માટે માનસિક તેમજ તાર્કિક રીતે તૈયાર રહેવાની સલાહ આપી રહ્યું છે. જો યુદ્ધ, કુદરતી આફતો અથવા સાયબર હુમલા જેવી કટોકટી માટે કેવી રીતે તૈયાર રહેવું તેની માહિતી આપવામાં આવી છે. તે સ્વીડિશ સિવિલ કન્ટીજન્સી એજન્સી (MSB) દ્વારા આ પેમ્ફલેટ્સનું વિતરણ કરવામાં આવ્યું છે.

પેમ્ફલેટમાં કહેવામાં આવ્યું છે કે, વૈશ્વિક સુરક્ષા સ્થિતિમાં પરમાણુ હથિયારોના ઉપયોગનું જોખમ વધી ગયું છે. પરમાણુ, જૈવિક અથવા રાસાયણિક હથિયારોના હુમલાના કિસ્સામાં, હવાઈ હુમલાની જેમ જ કવર કરવું. પેમ્ફલેટમાં એક મેસેજ પણ છે, જો સ્વીડન પર અન્ય કોઈ દેશ દ્વારા હુમલો કરવામાં આવે તો અમે ક્યારેય હાર માનીશું નહીં.

શું બાઈડેનના નિર્ણયથી યુદ્ધને વેગ મળ્યો ?

આ ઘટના એવા સમયે બની છે, જ્યારે રશિયા અને યુક્રેનના પશ્ચિમી સહયોગીઓ વચ્ચે અણબનાવ વધી ગયો છે. તમને જણાવી દઈએ કે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને યુક્રેનને રશિયાની અંદરના ટાર્ગેટ પર હુમલો કરવા માટે અમેરિકા દ્વારા સપ્લાય કરવામાં આવતી લાંબા અંતરની મિસાઈલોનો ઉપયોગ કરવાની મંજૂરી આપી દીધી છે. આ નિર્ણયથી માત્ર રશિયા જ નહીં પરંતુ નવા ચૂંટાયેલા યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકો પણ ગુસ્સે થયા છે, જેમણે યુક્રેનને યુએસ સહાયમાં કાપ મૂકવા અને સંઘર્ષને વહેલા નિષ્કર્ષ પર લાવવાનું વચન આપ્યું હતું.

g clip-path="url(#clip0_868_265)">