Rajkot: ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મબલખ આવક, પ્રથમ દિવસે જ 2 હજાર બોરીની આવક નોંધાઈ

રાજકોટના ધોરાજીમાં આવેલા સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડમાં આજથી ડુંગળીની હરાજી શરૂ થઈ છે. હરાજીના પ્રથમ દિવસે જ ડુંગળીની મબલખ આવક નોંધાઈ છે. પ્રથમ દિવસે જ 2 હજાર બોરી ડુંગળીની આવક થઈ છે.

| Updated on: Nov 19, 2024 | 2:08 PM

રાજકોટના ધોરાજીમાં આવેલા સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડમાં આજથી લાલ ડુંગળીની હરાજી શરૂ થઈ છે. પ્રથમ દિવસથી ડુંગળીની પુષ્કળ આવક નોંધાઈ રહી છે. માર્કેટ યાર્ડમાં પ્રથમ દિવસે 2 હજાર કટાની આવક નોંધાઈ છે. ગત વર્ષની સરખામણીએ સારા ભાવ મળતા હોવાને કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવાઈ રહી છે. ખેડૂતોને પ્રતિ મણ ડુંગળીના 300 થી 600 રૂપિયા ભાવ મળી રહ્યા છે.

આ તરફ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાંની હરાજી શરૂ થઈ છે. પ્રથમ દિવસે મુહૂર્ત ટ્રેડિંગમાં જ મરચાંના રેકોર્ડ બ્રેક 23 હજાર 113 રૂપિયા ભાવ બોલાયા હતા. યાર્ડમાં લાલ ચટાક મરચાંની સિઝનની સૌ પ્રથમવાર આવક શરૂ કરવામાં આવી હતી. સૌપ્રથમ મરચાંની હરાજી મુહૂર્તની પૂજા વિધિ કરવામાં આવી હતી. મરચાંની અંદાજે 3 હજાર 500થી 4 હજાર ભારીની આવક નોંધાઈ છે. જ્યારે મુહૂર્તમાં મરચાની 1 ભારીના રેકોર્ડબ્રેક 23 હજાર 113 રૂપિયા ભાવ બોલાયા હતા. સાથે જ 20 કિલો મરચાંના ભાવ 3થી 6 હજાર સુધી બોલાયા હતા.

ગોંડલનું મરચું સમગ્ર ભારત ઉપરાંત વિદેશમાં પણ પ્રખ્યાત છે. જેને લઈને અન્ય રાજ્યોમાંથી જેવા કે રાજસ્થાન, કર્ણાટક, મધ્યપ્રદેશ, યુ.પી સહિતના રાજ્યોમાંથી વેપારીઓ પણ અહીંયા મરચાંની ખરીદી કરવા માટે આવ્યા હતા. ખેડૂતો પોતાનો મરચાંનો પાક સુકવીને લઈને આવે જેથી કરી ખેડૂતોને પોતાના પાકનો વધુ સારો ભાવ મળે તેવી યાર્ડના ચેરમેન દ્વારા અપીલ કરવામાં આવી હતી.

Input Credit Hussain Kureshi- Dhoraji

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
Rajkot: ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં હરાજી શરૂ થતા જ ડુંગળીની મબલખ આવક
Rajkot: ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં હરાજી શરૂ થતા જ ડુંગળીની મબલખ આવક
પાલનપુરની ઉમિયા B.ED કોલેજના સંચાલક સામે દોઢ કરોડની ઉચાપતની ફરિયાદ
પાલનપુરની ઉમિયા B.ED કોલેજના સંચાલક સામે દોઢ કરોડની ઉચાપતની ફરિયાદ
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાંની હરાજી શરૂ થતા જ નોંધાઈ પુષ્કળ આવક
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાંની હરાજી શરૂ થતા જ નોંધાઈ પુષ્કળ આવક
ગુજરાતમાં 24 દિવસમાં 18 હત્યાની બની ઘટના
ગુજરાતમાં 24 દિવસમાં 18 હત્યાની બની ઘટના
આ 4 રાશિના જાતકોને વ્યવસાયમાં અણધારી સફળતા મળવાના સંકેત
આ 4 રાશિના જાતકોને વ્યવસાયમાં અણધારી સફળતા મળવાના સંકેત
સુરેન્દ્રનગર પંથકમાં જુગારના અડ્ડા પર SMCના દરોડા, 30 આરોપીઓની ધરપકડ
સુરેન્દ્રનગર પંથકમાં જુગારના અડ્ડા પર SMCના દરોડા, 30 આરોપીઓની ધરપકડ
ગુજરાતવાસીઓ કાતિલ ઠંડી માટે થઇ જાવો તૈયાર !
ગુજરાતવાસીઓ કાતિલ ઠંડી માટે થઇ જાવો તૈયાર !
બનાસકાંઠા, પંચમહાલ અને ગીર સોમનાથમાં ખેડૂતોની સ્થિતિ કપરી, જુઓ Video
બનાસકાંઠા, પંચમહાલ અને ગીર સોમનાથમાં ખેડૂતોની સ્થિતિ કપરી, જુઓ Video
અમદાવાદ-મહેસાણા-પાલનપુર રસ્તાને હાઈસ્પીડ કોરિડોર તરીકે કરાશે ડેવલપ
અમદાવાદ-મહેસાણા-પાલનપુર રસ્તાને હાઈસ્પીડ કોરિડોર તરીકે કરાશે ડેવલપ
પાટણની ઘટના બાદ અમદાવાદની મેડિકલ કોલેજમાં tv9એ કર્યુ રિયાલિટી ચેક
પાટણની ઘટના બાદ અમદાવાદની મેડિકલ કોલેજમાં tv9એ કર્યુ રિયાલિટી ચેક
g clip-path="url(#clip0_868_265)">