હવે કોનો વારો ! પાણીપુરી વિક્રેતાઓ પર નવસારીમાં આરોગ્ય વિભાગની તવાઇ, જુઓ Video
છેલ્લા કેટલાક સમયથી ભેળસેળના અનેક કિસ્સાઓ સમે આવતા રહે છે. જોકે આવા કૃત્યને કારણે લોકોના આરોગ્ય સાથે સીધા ચેડાં થયા છે તેમ કહેવાય તો ખોટું નથી. જોકે આમ ન થયા તે માટે તંત્ર દ્વારા નવસારીમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
નવસારીમાં પાણીપુરી વિક્રેતાઓ પર આરોગ્ય વિભાગની કાર્યવાહી સામે આવી છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને પાલિકાની ટીમની સંયુક્ત તપાસ હાથ ધરી થી. વિજલપોરમાં પાણીપુરીની લારીઓ પર સઘન તપાસ કરવામાં આવી રહી છે. પાણીપુરીમાં વપરાતું તેલ અને ખાદ્ય સામગ્રીનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
મહત્વનું છે કે અવાર નવાર પાણીપૂરીને લગતા વીડિયો વાયરલ થતાં હોય છે. જેમાં કેટલીક ગેરરીતિ થતી જણાઈ આવે છે. જોકે આ તમામ બાબતોની તપાસ પણ આરોગ્ય વિભાગ દ્વારા નવસારીમાં કાર્યવાહી દરમ્યાન કરવામાં આવી હતી. પાણીપુરીની ગુણવત્તાની પણ ચકાસણી કરવામાં આવી હતી. ગુણવત્તામાં ખામી સામે આવશે તો પાણપુરી વિક્રેતાઓ સામે થશે કાર્યવાહી કરાશે તેવું પણ જણાવ્યું હતું.
(ઈનપુટ – નીલેશ ગામીત, નવસારી)
Published on: Nov 19, 2024 06:47 PM
Latest Videos