જુનાગઢમાં અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બ્રહ્મલીન થતા શરૂ થયો ગાદી વિવાદ, મહેશગીરીએ કહ્યુ ગુરુ પરંપરાની શાખ બચાવવાની જવાબદારી મારી- Video
જુનાગઢમાં અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બ્રહ્મલીન થયા છે. જેને લઈને હવે ભવનાથના મહંતો વચ્ચે ગાદીને લઈને વિવાદ શરૂ થયો છે. મહંત હરીગીરી, ઈન્દ્રભારતી અને મહંત મહેશગીરી વચ્ચે ગાદીને લઈને વિખવાદ સામે આવ્યો છે.
જુનાગઢમાં હવે ગાદી માટેનો વિવાદ શરૂ થયો છે. અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બ્રહ્મલીન થતા ભવનાથના મહંતો વચ્ચે ગાદીને લઈને વિખવાદ શરૂ થયો છે. મહંત હરીગીરી, ઈન્દ્રભારતી અને મહંત મહેશગીરી વચ્ચે વિખવાદ શરૂ થયો છે. તનસુખગીરીના શિષ્ય કિશોર અને યોગેશે મહેશગીરી સામે હોસ્પિટલમાં સહી સિક્કા કરાવ્યા હોવાનો પણ આરોપ લાગ્યો છે. તનસુખ ગીરી પાસેથી હોસ્પિટલમાં જ મહેશગીરીએ સહી સિક્કા કરાવી લીધા હોવાનો આરોપ તેમના શિષ્યો લગાવી રહ્યા છે.
આ સમગ્ર આરોપો અને વિવાદ અંગે મહેશગીરી બાપુનું નિવેદન સામે આવ્યુ છે. તેમણે જણાવ્યુ કે તેમણે સહી-સિક્કા ડૉક્ટર અને વકીલની સાક્ષીમાં કરાવ્યા છે. મહંત તનસુખગીરી બાપુની પરવાનગીથી જ સહી-સિક્કા કરાવ્યા છે. તમામ પુરાવા ટૂંક સમયમાં મીડિયા સમક્ષ રાખીશ તેમ જણાવ્યુ છે. વધુમાં મહેશગીરીએ જણાવ્યુ કે મને તનસુખગીરી બાપુએ ધ્યાન રાખવા કહ્યુ હતુ. ગુરુ પરંપરાની શાખ બચાવવાની મારી જવાબદારી છે અને મારો એક જ ધ્યેય ગીરનાર અને ભવનાથને બચાવવાનો છે.
Input Credit- Vijaysinh Parmar- Junagadh