ભારત પર મહેરબાન અમેરિકી સરકાર ! ટ્રમ્પના શપથ ગ્રહણ પહેલા આપી મોટી ભેટ

|

Jan 20, 2025 | 2:43 PM

ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરીએ અમેરિકાના નવા રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. ત્યારે ટ્રમ્પના શપથ ગ્રહણ પહેલા અમેરિકી સરકારે ભારતને મોટી ભેટ આપી છે. અમેરિકાએ ભારતની મહત્વપૂર્ણ સંસ્થાઓ પરના પ્રતિબંધો હટાવી લીધા છે. પ્રતિબંધ હટતાં અમેરિકા અને ભારત સાથેના સંબંધો વધુ મજબૂત બનશે.

ભારત પર મહેરબાન અમેરિકી સરકાર ! ટ્રમ્પના શપથ ગ્રહણ પહેલા આપી મોટી ભેટ
Donald Trump

Follow us on

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે અને 20 જાન્યુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના નવા રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. ત્યારે ટ્રમ્પના શપથ ગ્રહણ પહેલા અમેરિકી સરકારે ભારતને મોટી ભેટ આપી છે. અમેરિકાએ ભારતની મહત્વપૂર્ણ પરમાણુ સંસ્થાઓ પરના પ્રતિબંધો હટાવી લીધા છે. બાઈડેન વહીવટી તંત્રના આ નિર્ણયને ભારતની ટોચની પરમાણુ સંસ્થાઓ અને અમેરિકન કંપનીઓ વચ્ચે નાગરિક પરમાણુ સહયોગ વધારવાના પ્રયાસો તરીકે જોવામાં આવી રહ્યો છે.

અમેરિકાએ ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (BARC) ઉપરાંત ઇન્ડિયન રેર અર્થ્સ (IRE) અને ઇન્દિરા ગાંધી સેન્ટર ફોર એટોમિક રિસર્ચ (IGCAR) પરના પ્રતિબંધો હટાવી લીધા છે. આનાથી અમેરિકા માટે ભારત સાથે નાગરિક પરમાણુ ટેકનોલોજી શેર કરવાનો માર્ગ મોકળો થશે. પ્રતિબંધ હટાવવાના નિર્ણયને ભારત અને અમેરિકા વચ્ચેના નાગરિક પરમાણુ કરારના અમલીકરણને સરળ બનાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે.

આ પ્રતિબંધ અમેરિકા દ્વારા 1998માં પોખરણમાં પરમાણુ પરીક્ષણો કરવા અને પરમાણુ અપ્રસાર સંધિ પર હસ્તાક્ષર ન કરવા બદલ લાદવામાં આવ્યો હતો. હવે લગભગ બે દાયકા પછી અમેરિકાએ આ પ્રતિબંધ હટાવ્યો છે. એટલું જ નહીં અમેરિકાએ રાષ્ટ્રીય સુરક્ષાને લગતા પ્રતિબંધોના એન્ટિટી લિસ્ટમાં 11 ચીની સંસ્થાઓનો ઉમેરો કર્યો છે. યુનાઇટેડ સ્ટેટ્સ બ્યુરો ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ સિક્યુરિટી (BIS)એ આ વાતની પુષ્ટિ કરી છે.

Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?

એન્ટિટી લિસ્ટ શું છે ?

એન્ટિટી લિસ્ટ યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ દ્વારા બહાર પાડવામાં આવે છે. આમાં એ વિદેશી વ્યક્તિઓ, સંગઠનો અને સંસ્થાઓનો સમાવેશ થાય છે. જેમને અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા અથવા વિદેશ નીતિ માટે જોખમ માનવામાં આવે છે. આ યાદીનો ઉપયોગ તે વસ્તુઓના વેપાર પર સ્પષ્ટપણે પ્રતિબંધ મૂકવા માટે થાય છે. તેનો ઉપયોગ આતંકવાદ, સામૂહિક વિનાશના શસ્ત્ર (WMD) કાર્યક્રમો અથવા અન્ય પ્રવૃત્તિઓને સમર્થન આપવા માટે થઈ શકે છે જેને યુનાઇટેડ સ્ટેટ્સ તેની વિદેશ નીતિ અથવા રાષ્ટ્રીય સુરક્ષા હિતોની વિરુદ્ધ માને છે.

 

20 વર્ષ પહેલા થયા હતા પરમાણુ કરાર

લગભગ 20 વર્ષ પહેલાં પૂર્વ રાષ્ટ્રપતિ બુશ અને ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે એક દૂરંદેશી પરમાણુ કરારનો પાયો નાખ્યો હતો. હકીકતમાં ભારતે 11-13 મે 1998ના રોજ રાજસ્થાનના પોખરણમાં પરમાણુ પરીક્ષણો કર્યા હતા. આ પરીક્ષણ ઓપરેશન શક્તિ તરીકે જાણીતું હતું. આ પરીક્ષણોને કારણે ઘણા દેશોએ ભારત પર આર્થિક પ્રતિબંધો લાદ્યા. ત્યારબાદ અમેરિકાએ 200 થી વધુ ભારતીય સંસ્થાઓ પર પ્રતિબંધ લગાવ્યા હતા.

મનમોહનસિંહ સરકાર દરમિયાન એક ઐતિહાસિક કરાર થયો હતો. મનમોહનસિંહે જુલાઈ 2005માં અમેરિકાની મુલાકાત લીધી હતી. આ સમયગાળા દરમિયાન તેમણે તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યુ બુશને પરમાણુ કરાર માટે સંમત કર્યા. જો કે, આ માટે અમેરિકાએ ભારત પર બે શરતો મૂકી હતી.

પ્રથમ શરત એ હતી કે, ભારત તેની લશ્કરી અને નાગરિક પરમાણુ પ્રવૃત્તિઓને અલગ રાખશે. બીજી શરત એ હતી કે પરમાણુ ટેકનોલોજી અને સામગ્રી પૂરી પાડ્યા પછી ભારતના પરમાણુ કેન્દ્રોનું નિરીક્ષણ આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી (IAEA) દ્વારા કરવામાં આવશે.

ભારતે બંને શરતો સ્વીકારી. આ પછી અમેરિકન રાષ્ટ્રપતિ માર્ચ 2006માં ભારતની મુલાકાતે આવ્યા. આ મુલાકાત દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચે એક ઐતિહાસિક કરાર પર હસ્તાક્ષર થયા. જો કે, વિપક્ષી પાર્ટીઓએ તેનો વિરોધ કર્યો હતો. ડાબેરી પક્ષોએ કહ્યું કે આ કરાર ભારતની વિદેશ નીતિ પર અસર કરશે.

ડાબેરી પક્ષોએ પોતાનો ટેકો પાછો ખેંચી લીધા પછી મનમોહનસિંહે સંસદમાં બહુમતી સાબિત કરી. આ પછી 8 ઓક્ટોબર 2008ના રોજ યુએસ રાષ્ટ્રપતિ બુશે આ કરાર પર હસ્તાક્ષર કરીને છેલ્લી ઔપચારિકતા પૂર્ણ કરી. જો કે, આ સોદા દરમિયાન જે નવા રિએક્ટર સ્થાપિત કરવા માટે સંમત થયા હતા તે હજુ સુધી સ્થાપિત થયા નથી. જો કે, આ સોદાથી ભારતને જે ફાયદો થયો તે એ હતો કે તેના માટે વિશ્વભરનું પરમાણુ બજાર ખુલ્લું થયું.

પ્રતિબંધ હટતાં ભારત અને અમેરિકાને શું ફાયદો થશે ?

જો ભારતમાં અમેરિકન પરમાણુ સંબંધિત કંપનીઓનો વ્યવસાય વધે છે, તો ભારતના ખાનગી ક્ષેત્ર, વૈજ્ઞાનિકો અને ટેક્નોલોજિસ્ટ્સને અમેરિકા સાથે ઊંડાણપૂર્વક સહયોગ કરવાની તક મળશે. આને ખૂબ મોટી વાત માનવામાં આવી રહી છે. આનાથી બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનશે.

ભારત પરમાણુ ઊર્જાના ક્ષેત્રમાં સતત સારું કરી રહ્યું છે. અમેરિકા સારી રીતે જાણે છે કે જો તે ભારત સાથે મળીને કામ કરશે તો તેને ફાયદો થશે. કારણ કે હવે ઊર્જાથી લઈને અવકાશ સુધીના ઘણા ક્ષેત્રો છે, જ્યાં બંને દેશોને એકબીજાની જરૂર છે. અમેરિકન અને ભારતીય કંપનીઓ આગામી પેઢીની સેમિકન્ડક્ટર ટેકનોલોજી બનાવવા માટે સાથે મળીને કામ કરતી જોવા મળશે.

આ ઉપરાંત અમેરિકન અને ભારતીય અવકાશયાત્રીઓ અત્યાધુનિક સંશોધન અને અવકાશ સંશોધન કરવા માટે સાથે મળીને કામ કરશે. ત્યારે અમેરિકા ભારતમાં મોટું રોકાણ કરી રહ્યું છે. તેવી જ રીતે ભારતે અમેરિકન રોકાણમાં ભૂમિકા ભજવી છે. છેલ્લા બે દાયકામાં બંને દેશો નજીક આવ્યા છે. પરસ્પર વિશ્વાસ વધ્યો છે.

અમેરિકા હવે આ મુદ્દે ભારત સાથે કેમ હાથ મિલાવવા માંગે છે ?

ભારતમાં પરમાણુ ઊર્જા અને પરમાણુ રિએક્ટર માટે એક મોટું બજાર છે. ભારત તેને સતત આગળ વધારી રહ્યું છે. ભારત મોટાપાયે પરમાણુ રિએક્ટર બનાવવા માંગે છે, ખાસ કરીને નાના મોડ્યુલર રિએક્ટર અથવા SMR કે જે 30 મેગાવોટથી 300 મેગાવોટની ક્ષમતાવાળા છે, તેને ભવિષ્ય માટે સ્થાપિત કરવા માંગે છે.

ચીન પણ આવી જ મહત્વાકાંક્ષી યોજનાઓને સક્રિયપણે આગળ ધપાવી રહ્યું છે, જો કે તે મોટા રિએક્ટરના નિર્માણમાં ઘણું પાછળ છે. ભારત તેના અસૈન્ય પરમાણુ કાર્યક્રમમાં નાના રિએક્ટર અને તેનાથી ઉપરના રિએક્ટર બનાવવામાં કુશળતા ધરાવે છે, પરંતુ ભારત માટે સમસ્યા તેની રિએક્ટર ટેકનોલોજી છે.

હેવી વોટર અને કુદરતી યુરેનિયમ પર આધારિત PHWRs, લાઇટ વોટર રિએક્ટર્સ (LWRs) કરતા ઘણા પાછળ છે, જે ટેકનોલોજીનો ઉપયોગ કરીને હવે વિશ્વભરમાં મોટા રિએક્ટર બનાવવામાં આવી રહ્યા છે. રશિયા અને ફ્રાન્સની સાથે યુએસ પણ LWR ટેકનોલોજીમાં અગ્રેસર છે.

Next Article