ઈઝરાયેલના નાકમાં દમ કરી દેનાર ગાઝા પર અમેરિકા કરશે કબજો? ટ્રમ્પે કહ્યુ “અમે ગાઝાને બનાવશુ મિડલ ઈસ્ટ રિવેરા”
20 જાન્યુઆરી બાદથી સમગ્ર વિશ્વની નજર એ વાત પર મંડાયેલી હતી કે અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયલના પીએમ બેન્ઝામિન નેતન્યાહુ બંને મળશે ત્યારે ટ્રમ્પ શું કહેશે. અથવા તો ગાઝાને લઈને ક્યો એવો પ્લાન છે જે ટ્રમ્પના મનમાં છે અને હવે ટ્રમ્પે જે નિવેદન આપ્યુ છે તેનાથી સમગ્ર દુનિયા ચોંકી ગઈ છે. આ અંગે આ જે વિગતવાર આપણે આ આર્ટીકલમાં ચર્ચા કરશુ.

દુનિયાનો કોઈપણ રાષ્ટ્રાધ્યક્ષ જ્યારે ચૂંટાઈને આવે છે તો સૌથી પહેલા તે પ્રથમ વિદેશ યાત્રા માટે ક્યા દેશની પસંદગી કરી છે અથવા તો તેઓ સૌપ્રથમ ક્યા વિદેશી વ્યક્તિને મળ્યા? તેના પર વિશ્વની નજર રહે છે કે. તેનાથી એ દેશની વિદેશનીતિ નક્કી થાય છે. ટ્રમ્પે તેના શરૂઆતના ભાષણોમાં જ સંકેત આપી દીધા હતા કે તેઓ તેમની પહેલી વિદેશ યાત્રા માટે સાઉદી અરેબિયા જશે, કારણ કે તેમને ત્યાંથી સૌથી વધુ રોકાણ મળ્યુ છે. પરંતુ ટ્રમ્પ વિશે કોઈ કંશુ કહી શકે નહીં. એ જશે કે નહીં તે તો આવનારા સમય પર નિર્ભર છે પરંતુ પ્રથમ વિદેશી રાષ્ટ્રાધ્યક્ષ જેઓને તેઓ મળ્યા તેનુ નામ બેન્ઝામિન નેતન્યાહુ છે. નેતન્યાહુ ટ્રમ્પ સાથે મુલાકાત કરનારા સૌપ્રથમ વિદેશી મહેમાન બન્યા છે. આનાથી એ સ્પષ્ટ થાય છે કે ટ્રમ્પ કઈ રીતે તેની વિદેશનીતિને આવનારા ચાર વર્ષમાં દિશા આપવાના છે. ...