આ અમેરિકી રોકસ્ટારે ચુટકીઓમાં કરાવી દીધી IND-USની ડીલ, એવુ તો શું કર્યુ કે ટ્રમ્પ તરત માની ગયા-વાંચો
અમેરિકાના ભારત ખાતેના નવા રાજદૂતે જાન્યુઆરી 2026માં પદ સંભાળતાની સાથે જ ઈન્ડિયા-યુએસના સંબંધોને નવી દિશા આપવાનું કામ કર્યુ. તેમણે ટ્રમ્પ પ્રશાસન સાથે સીધા સંપર્કમાં રહીને તમામ વેપાર વિવાદોનો અંત લાવી દીધો ને ટેરિફ 50% થી ઘટાડીને 18% કરાવ્યો.

ભારતમાં અમેરિકી રાજદૂત સર્જિયો ગોરે જાન્યુઆરીમાં પદભાર સંભાળ્યા પછી, તેમના દૂતાવાસના કર્મચારીઓને કહ્યું, “સાચા મિત્રો અસંમત થઈ શકે છે, પરંતુ તેઓ આખરે તેમના ઝગડાનું નિરાકરણ લાવે છે.” તેમણે આ ટિપ્પણી એવા સમયે કરી હતી જ્યારે ભારત ટ્રમ્પ તરફથી ટેરિફ અને વેપાર પર દબાણનો સામનો કરી રહ્યું હતું. આમ છતાં, ગોર શરૂઆતથી જ ભારત-અમેરિકાના સંબંધોને લઈને ઘણા સકારાત્મક રહ્યા હતા
ગોરની ‘રોકસ્ટાર’ એન્ટ્રીન ત્રણ જ સપ્તાહમાં સોમવારે ટ્રમ્પે ભારત પર ટેરિફ 50% થી ઘટાડીને 18% કર્યો, અને એક વેપાર કરારને પણ અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું. આ સાથે જ સર્જિયો ગોર અને ભારત-અમેરિકન સંબંધોને સુધારવાના તેમના પ્રયાસો પર ખૂબ ચર્ચા થઈ રહી છે.
ગોરની ટ્રમ્પ સુધી સતત સીધી પહોંચ આ પ્રયાસમાં મહત્વપૂર્ણ રહી છે. ટ્રમ્પે તેમના આ યુએસ રાજદૂતને “ખૂબ જ સારા મિત્ર” અને એવા વ્યક્તિ તરીકે વર્ણવ્યા જેના પર તેઓ તેમના એજન્ડાને પૂર્ણ કરવા માટે ‘સંપૂર્ણ વિશ્વાસ’ કરી શકે છે. ટ્રમ્પ સાથેની આ નિકટતાનો અંદાજ તેના પરથી પણ લગાવી શકાય કે તેમનું નિકનેમ (ઉપનામ) ‘મેયર ઓફ માર-એ-લાગો’ છે.
આ ઉપલબ્ધિઓની સાથે જ ગોર 12 જાન્યુઆરીની સવાલે દિલ્હી પહોંચ્યા હતા. જેથી ભારત-અમેરિકા સંબંધોમાં રહેલી ઉષ્ણતાને આગળ ધપાવી શકે. તેમણે એક મહિના કરતા પણ ઓછા સમયમાં તેનું પરિણામ પણ બતાવી દીધુ.
સર્જિયો ગોર કેવી રીતે મુખ્ય કડી બન્યા?
ભારતમાં આગામી યુએસ રાજદૂત તરીકે નિયુક્ત થયા પછી, ગોરે યુએસ અને ભારત વચ્ચે સ્પષ્ટ વાતચીત જાળવી રાખી અને સંબંધો પ્રત્યે સકારાત્મક અભિગમ અપનાવ્યો છે. તેમણે ટ્રમ્પના કેટલાક સહાયકો અને અધિકારીઓથી વિપરીત, રશિયન તેલ ખરીદીના મુદ્દા પર ભારત વિશે કટાક્ષ અથવા ધારદાર ટિપ્પણીઓ કરવાનું ટાળ્યુ.
તેનાથી વિપરીત, ગોરે વારંવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટ્રમ્પની ગાઢ મિત્રતાનો ઉલ્લેખ કરતા રહ્યા. ઓક્ટોબરમાં મોદી સાથેની તેમની પહેલી મુલાકાત દરમિયાન, ગોરે વડાપ્રધાનને ટ્રમ્પ અને મોદીનો એક ફોટોગ્રાફ રજૂ કર્યો, જેના પર યુએસ રાષ્ટ્રપતિના હસ્તાક્ષર હતા, તેના પર સંદેશ લખ્યો હતો, “મિસ્ટર પ્રાઈમ મિનિસ્ટર યુઆર ગ્રેટ.”
જાન્યુઆરીમાં જ્યારે ગોર યુએસ એમ્બેસીમાં પ્રવેશ્યા, ત્યારે તેમણે ખાતરી કરી કે તેમના શબ્દો સત્તાના કોરિડોરમાં ગુંજતા રહે. MAGA પાર્ટીઓમાં ભૂતપૂર્વ ડીજે ગોરના સ્વાગત સમારંભમાં ગન્સ એન રોઝથી લઈને મેટાલિકા સુધીનું સંગીત વાગ્યું, જેનાથી રોક કોન્સર્ટ જેવું વાતાવરણ સર્જાયું. આ મંચ પરથી, ગોરે જાહેર કર્યું કે અમેરિકા માટે ભારત જેટલો મહત્વમો કોઈ દેશ નથી.
ત્યારબાદ તેમણે જાહેરાત કરી કે ભારતને ‘પેક્સ સિલિકા’ માં જોડાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે, જે ટ્રમ્પની પહેલ છે જેનો હેતુ AI અને અદ્યતન ટેકનોલોજી માટે સપ્લાય ચેઇન તૈયાર કરવાનો છે.
સૌથી અગત્યની વાત, ગોરે ભારત માટે મહત્વપૂર્ણ મુદ્દાઓ, જેમ કે આતંકવાદ વિરોધી સહયોગ, અને ટેરિફ અને વેપાર વિવાદોની આડમાં દબાઈ જવા ન દીધા. તેમનો આ આશાવાદી અભિગમ કામ કરી ગયો.
વેપાર વાટાઘાટોને કેવી રીતે વેગ મળ્યો?
ગોરે ચાણક્યપુરી સ્થિત દૂતાવાસ કેમ્પસમાં વેપાર વાટાઘાટોને ઝડપથી આગળ ધપાવી. વરિષ્ઠ પત્રકાર શીલા ભટ્ટે વોશિંગ્ટનના એક સ્ત્રોતને ટાંકીને કહ્યું કે ગોરે ઘણી પ્રક્રિયાઓ “ઝડપી રીતે આગળ ધપાવી”. ભટ્ટે ટ્વિટ કર્યું, “સર્જિયો ગોર ડોનાલ્ડ ટ્રમ્પને ભારતનું વિઝન પહોંચાડવામાં સફળ રહ્યા.”
સોમવારે વેપાર સોદાની જાહેરાત થયા પછી, વિશ્લેષકો અને રાજદ્વારીઓએ ગોરને સંબંધોમાં આવેલી ખટાશ દૂર કરવા અને ટ્રમ્પ અને ભારત વચ્ચે સેતુ બનવાનો શ્રેય આપ્યો.
ભૂ-રાજકીય વિશ્લેષક માઈકલ કુગેલમેને કહ્યું, “અમે સકારાત્મક સંદેશાઓ, ઉચ્ચ-સ્તરીય વાતચીત અને પછી તેમની સફળતા જોઈ. રાષ્ટ્રપતિની નજીકની પહોંચ ધરાવતા ગોરે અહીં નિર્ણાયક ભૂમિકા ભજવી.”
ભૂતપૂર્વ ભારતીય રાજદ્વારી સદાનંદ ધુમેએ પણ વેપાર સોદા માટે ગોરની પ્રશંસા કરી. તેમણે કહ્યું, “જ્યાં શ્રેય આપવો જોઈએ ત્યાં શ્રેય આપવો જોઈએ… ભારતમાં સર્જિયો ગોરના કાર્યકાળની એક શાનદાર શરૂઆત.”
ઉઝબેકિસ્તાનમાં જન્મેલા ગોરને યુનાઇટેડ સ્ટેટ્સમાં ટ્રમ્પના સૌથી વિશ્વસનીય લેફ્ટનન્ટમાંના એક માનવામાં આવે છે. તેમણે પોતાને એક એવા માણસ તરીકે સ્થાપિત કર્યા છે જે તેમને સોંપેલા કામ શિદ્દતથી પૂર્ણ કરે છે.
તેમણે ન માત્ર ટ્રમ્પના 2024 ના ચૂંટણી પ્રચાર માટે લાખો ડોલરન એકત્ર કરવામાં મદદ કરી, પરંતુ તેમના બીજા કાર્યકાળમાં વ્હાઇટ હાઉસ માટે એક વફાદાર ટીમ બનાવવામાં પણ મુખ્ય ભૂમિકા ભજવી. ટ્રમ્પનો તેમના પરનો વિશ્વાસ તેમને ભારતમાં “ટ્રમ્પનો માણસ” બનાવવાનું મુખ્ય કારણ હતું.
તેના પરિણામો પણ તરત જ દેખાઈ આવ્યા. ગોરે ટ્રબલશુટર (સંકટમોચન) તરીકે કામ કર્યું, જ્યારે ભારત ટ્રમ્પના આંતરિક વર્તુળ સુધી પહોંચવામાં સંઘર્ષ કરી રહ્યું હતું ત્યારે ભારતને મદદ કરી. વેપાર કરારની જાહેરાત કર્યા પછી, ગોરે એ પણ સ્પષ્ટતા કરી કે રશિયન તેલ ખરીદી પર લાદવામાં આવેલા ટેરિફ હટાવી લેવામાં આવ્યા છે.
જોકે તેમને પદ સંભાળ્યાને માત્ર એક મહિના કરતા પણ ઓછો સમય થયો છે, છતા ગોરે ભારત-અમેરિકા સંબંધોની અમર્યાદિત સંભાવના ઝડપથી સમજી લીધી છે. જેના પરથી એવું લાગે છે કે તેમણે ટ્રમ્પ અને તેમના સાથીઓની નાડ બરાબર પારખી લીધી છે.
