World’s Best Country List : સ્વિત્ઝર્લેન્ડે ફરી જીત્યો વિશ્વના સર્વશ્રેષ્ઠ દેશનો ખિતાબ, અમેરિકાને થયું નુકસાન, જાણો ભારતનું રેન્કિંગ

|

Sep 10, 2023 | 10:16 AM

World's Best Country List : રેન્કિંગ અનુસાર વિશ્વના શ્રેષ્ઠ દેશોની યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં સ્વિટ્ઝર્લેન્ડે ફરી એકવાર જીત મેળવી છે. આ સાથે અમેરિકાને પણ નુકસાન થયું છે.

Worlds Best Country List : સ્વિત્ઝર્લેન્ડે ફરી જીત્યો વિશ્વના સર્વશ્રેષ્ઠ દેશનો ખિતાબ, અમેરિકાને થયું નુકસાન, જાણો ભારતનું રેન્કિંગ
World's Best Country List

Follow us on

World’s Best Country Ranking : સ્વિત્ઝર્લેન્ડે ફરી એકવાર વિશ્વના સર્વશ્રેષ્ઠ દેશનો ખિતાબ જીત્યો છે. સ્વિટ્ઝર્લેન્ડે સતત બીજી વખત આ ખિતાબ જીત્યો છે. તે જ સમયે આ છઠ્ઠી વખત છે જ્યારે સ્વિટ્ઝર્લેન્ડ યુએસ ન્યૂઝ અને વર્લ્ડ રિપોર્ટના વાર્ષિક રેન્કિંગમાં વિશ્વનો શ્રેષ્ઠ દેશ બન્યો છે.

આ પણ વાંચો : PHOTOS : ન્યૂયોર્કમાં PM Modiની હાજરીમાં બન્યો વર્લ્ડ રેકોર્ડ, 135 દેશોના પ્રતિનિધિઓ એક સાથે કર્યા યોગા

તાજેતરમાં જાહેર કરાયેલા રેન્કિંગમાં કેનેડા બીજા સ્થાને છે. તે જ સમયે સ્વીડન નંબર 3 પર, ઓસ્ટ્રેલિયા 4 નંબર પર અને યુનાઇટેડ સ્ટેટ્સ 5માં નંબર પર સ્થાન મેળવવામાં સફળ થયું છે. તમને જણાવી દઈએ કે અમેરિકાના પ્રદર્શનમાં એક સ્થાનનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. અગાઉ 2022માં અમેરિકા ચોથા સ્થાને હતું, જે એક સ્થાન નીચે આવ્યું છે.

રિષભ પંતની ગર્લફ્રેન્ડ ઈશા નેગીએ બનાવ્યા 'એબ્સ'
દેશનું અનોખું રેલવે સ્ટેશન, જે અડધુ ગુજરાતમાં અને અડધુ મહારાષ્ટ્રમાં
ગુજરાતમાં છે અનોખુ બે અક્ષરવાળું રેલવે સ્ટેશન, જાણો નામ ?
High Blood Sugar : 400 સુગર લેવલ ઝડપથી કંટ્રોલ કરશે મખાના, જાણો ખાવાની રીત
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
Rahu Dosh Signs : રાહુ દોષ છે કે નહીં તે કેવી રીતે જાણી શકાય?

યુરોપિયન દેશો પ્રભુત્વ ધરાવે છે

2023 રેન્કિંગમાં યુરોપિયન દેશો ટોચના 25 માંથી 16 સ્થાન મેળવીને ટોચના સ્તર પર પ્રભુત્વ ધરાવે છે. જર્મની જે 2022 રેન્કિંગમાં બીજા સ્થાને હતું, તે આ વર્ષે એટલે કે 2023 માં જાપાનથી નીચે 7મા સ્થાને આવી ગયું છે. એશિયન દેશોની વાત કરીએ તો ટોપ 25માં જાપાન, સિંગાપુર, ચીન અને દક્ષિણ કોરિયાનો સમાવેશ થાય છે.

ભારતનું રેન્કિંગ

તે જ સમયે 87 દેશોની યાદીમાં કેમરૂન, અલ્જીરિયા, મ્યાનમાર, હોન્ડુરાસ, સર્બિયા, ઉઝબેકિસ્તાન, કઝાકિસ્તાન, લેબનોન, બેલારુસ અને ઈરાન નીચેના 10 દેશોમાં સ્થાન મેળવ્યું છે. આ રેન્કિંગ વૈશ્વિક સર્વેક્ષણ પર આધારિત છે જેમાં 17,000 થી વધુ ઉત્તરદાતાઓ સામેલ છે. રેન્કિંગ ગતિશીલતા, સુરક્ષા, આર્થિક સ્થિરતા અને સામાજિક ન્યાય પ્રત્યેની પ્રતિબદ્ધતા જેવી 73 લાક્ષણિકતાઓના આધારે દેશોનું મૂલ્યાંકન કરે છે.

તે જ સમયે જો આપણે વિશ્વના શ્રેષ્ઠ દેશોની યાદીમાં ભારતની વાત કરીએ તો તે એક સ્થાનના સુધારા સાથે 30માં સ્થાને પહોંચી ગયું છે. ગયા વર્ષે રેન્કિંગમાં ભારત 31માં નંબરે હતું.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Article