AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan News: ભગતસિંહને ફાંસી આપ્યાના 92 વર્ષ બાદ હવે શા માટે પાકિસ્તાનમાં થયો હોબાળો?

19 માર્ચ, 1931 ના રોજ ભગતસિંહ પર બ્રિટિશ શાસન વિરુદ્ધ કાવતરું ઘડવાના આરોપમાં કેસ ચલાવવામાં આવ્યો અને સજા કરવામાં આવી. પહેલા તેમને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી, પછી બીજા કેસમાં તેમને આરોપી બનાવ્યા બાદ તેને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. તેના પર વકીલોના એક જૂથે લાહોર હાઈકોર્ટમાં તેની સજા રદ કરાવવા માટે અરજી કરી હતી.

Pakistan News: ભગતસિંહને ફાંસી આપ્યાના 92 વર્ષ બાદ હવે શા માટે પાકિસ્તાનમાં થયો હોબાળો?
Lahore Court on Bhagat Singh
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 17, 2023 | 6:08 PM
Share

ભગત સિંહને (Bhagat Singh) ફાંસી આપ્યાના 92 વર્ષ બાદ પાકિસ્તાનમાં (Pakistan) હોબાળો મચી ગયો છે. 19 માર્ચ, 1931 ના રોજ તેમના પર બ્રિટિશ શાસન વિરુદ્ધ કાવતરું ઘડવાના આરોપમાં કેસ ચલાવવામાં આવ્યો અને સજા કરવામાં આવી. પહેલા તેને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી, પછી બીજા કેસમાં તેને આરોપી બનાવ્યા બાદ તેને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. તેના પર વકીલોના એક જૂથે લાહોર હાઈકોર્ટમાં તેની સજા રદ કરાવવા માટે અરજી કરી હતી.

અરજી દ્વારા સ્વતંત્રતા સંગ્રામના મહાનાયક ભગતસિંહના મૃત્યુ બાદ તેમનું સન્માન કરવાની માગ કરવામાં આવી હતી. લાહોર હાઈકોર્ટે ભગત સિંહનો કેસ ફરીથી ખોલવા સામે વાંધો વ્યક્ત કર્યો છે. વકીલોની પેનલે પણ અરજી સંદર્ભે પોતાની દલીલો આપી છે.

ફરી સુનાવણી માટે અરજદારોની 5 મોટી દલીલો

1. FIRમાં ભગત સિંહનું નામ નથી: પિટિશન દાખલ કરનાર વકીલોની પેનલમાં સામેલ એડવોકેટ ઈમ્તિયાઝ રશીદ કુરેશીનું કહેવું છે કે, બ્રિટિશ ઓફિસર જોન સોન્ડર્સની હત્યા અંગે જે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી તેમાં ભગત સિંહનું નામ ક્યાંય પણ નથી.

2. સાક્ષીઓ વિના મૃત્યુદંડની સજા: સમગ્ર કેસની સુનાવણી વિશેષ ન્યાયાધીશો દ્વારા કરવામાં આવી હતી. તેમણે કેસ સાથે સંબંધિત 450 સાક્ષીઓને સાંભળ્યા વિના ભગતસિંહને મૃત્યુદંડની સજા સંભળાવી. તેથી ફરી એકવાર આ મામલે સુનાવણીની જરૂર છે.

3. દરેક ધર્મના લોકો તરફથી સન્માન મળ્યું: અરજીકર્તાઓનું કહેવું છે કે, ભગતસિંહે સમગ્ર ઉપખંડની આઝાદી માટે લડ્યા હતા. હિંદુ હોય, મુસ્લિમ હોય કે શીખ, દરેક ધર્મના લોકો તેમનું સન્માન કરે છે. તેથી આ મામલે સુનાવણી થવી જોઈએ.

4. પાકિસ્તાનના સ્થાપક ઝીણા પણ ભગત સિંહને આપતા હતા માન: લાહોર કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાનના સ્થાપક મોહમ્મદ અલી ઝીણા પણ ભગત સિંહનું સન્માન કરતા હતા. તેમણે સેન્ટ્રલ એસેમ્બલીમાં તેમના ભાષણ દરમિયાન બે વાર તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

5. તેમને 12 કલાક પહેલા આપવામાં આવી ફાંસી, ન લઈ શક્યા ભોજન: ભગતસિંહને રાજગુરુ અને સુખદેવની સાથે લાહોર સેન્ટ્રલ જેલમાં ફાંસી આપવામાં આવનાર હતી. તેના માટે 24 માર્ચ, 1931નો દિવસ નક્કી કરવામાં આવ્યો હતો. પરંતુ તેમને રાજગુરુ અને સુખદેવ સાથે 12 કલાક પહેલા એટલે કે 23 માર્ચ, 1931ના રોજ સાંજે 7.33 કલાકે ફાંસી આપવામાં આવી હતી. તે ખોરાક પણ ખાઈ શક્યા ન હતા.

અરજી નામંજૂર કરતી વખતે કોર્ટે શું દલીલ આપી?

એડવોકેટ ઈમ્તિયાઝ રાશિદ કુરેશીનું કહેવું છે કે, લાહોર હાઈકોર્ટે શહીદ ભગત સિંહના કેસને ફરીથી ખોલવા માટે બંધારણીય બેંચની રચના સામે વાંધો ઉઠાવ્યો છે. કોર્ટની દલીલ છે કે આ કેસ કોર્ટની મોટી બેંચ દ્વારા સુનાવણી કરવા યોગ્ય નથી. તેમનું કહેવું છે કે કોર્ટના આદેશ બાદ લાહોર પોલીસે અનારકલી પોલીસ સ્ટેશનના રેકોર્ડની તપાસ કરી અને એફઆઈઆર મળી જે સેન્ડર્સની હત્યા બાદ નોંધવામાં આવી હતી.

આ પણ વાંચો : Pakistan News: PoKમાં લહેરાશે ત્રિરંગો, બલૂચિસ્તાન-બાલ્ટિસ્તાનના લોકો પાકિસ્તાનથી કેમ આઝાદીની કરી રહ્યા છે માગ?

FIR ઉર્દૂમાં નોંધવામાં આવી હતી, જેમાં લખવામાં આવ્યું હતું કે 17 ડિસેમ્બર 1928ના રોજ સાંજે 4 વાગ્યે બે અજાણ્યા બંદૂકધારીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસ આઈપીસીની કલમ 302, 120 અને 109 હેઠળ નોંધવામાં આવ્યો હતો.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">