AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અપમાનજનક ટિપ્પણી પર માલદીવના નેતાએ કહ્યું- પીએમ મોદી ગ્લોબલ લીડર, અમને તેમની જરૂર છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપ મુલાકાતને લઈને માલદીવના કેટલાક નેતાઓની અપમાનજનક ટિપ્પણીએ વિવાદ ઉભો કર્યો છે. આ ટિપ્પણી બાદ માલદીવની સરકાર પણ આગળ આવી અને કહ્યું કે પહેલા તેને નિવેદનને વ્યક્તિગત અભિપ્રાય ગણાવ્યો, પરંતુ બાદમાં ત્રણેય નેતાઓને સસ્પેન્ડ કરી દીધા.

અપમાનજનક ટિપ્પણી પર માલદીવના નેતાએ કહ્યું- પીએમ મોદી ગ્લોબલ લીડર, અમને તેમની જરૂર છે
Ahmed Adeeb
| Updated on: Jan 07, 2024 | 9:20 PM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લક્ષદ્વીપની મુલાકાતની તસવીરો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી હતી અને ત્યાં પર્યટનને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારબાદ રવિવારે માલદીવના કેટલાક નેતાઓએ સોશિયલ મીડિયા પર પીએમ મોદી અને ભારત વિરુદ્ધ ટિપ્પણી કરી હતી. પરંતુ આ પછી માલદીવ સરકારે આ નિવેદનોથી પોતાને દૂર કર્યા અને કહ્યું કે આ તેના અંગત વ્યક્તિગત વિચારો હોઈ શકે છે.

આ પછી માલદીવ સરકારે મંત્રીઓને સસ્પેન્ડ પણ કર્યા. બોલિવુડના ઘણા મોટા સ્ટાર્સે પણ તે ટિપ્પણીની આલોચના કરી હતી. આ તમામ મુદ્દાઓ પર ટીવી 9 ભારતવર્ષે માલદીવના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અહમદ અદીબ સાથે વાત કરી હતી જેમણે કહ્યું હતું કે પીએમ મોદી ગ્લોબલ લીડર છે અને માલદીવને તેમની જરૂર છે.

તે ખૂબ જ દુઃખદ છે, વાતચીત દ્વારા ઉકેલ લાવવો જરૂરી

માલદીવના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અહમદ અદીબે કહ્યું કે અમારા મંત્રીઓએ જે કહ્યું તે ઘણું ખોટું છે, માલદીવની સરકારે તે બધાને સસ્પેન્ડ પણ કરી દીધા છે. ભારતમાં પણ માલદીવ વિરોધી ટ્વીટ થવા લાગ્યા છે, જેનાથી અમને મોટું નુકસાન થઈ શકે છે. ભારતથી અમારું ટુરિઝમ વધારે ચાલે છે, હું ટુરિઝમ મંત્રી પણ રહી ચુક્યો છું, તેથી મને ખબર છે કે ભારતનું અમારા માટે શું મહત્વ છે.

ડિપ્લોમેટિક વાતચીત ખૂબ જ જરૂરી છે

અહમદે આગળ કહ્યું કે આ તમામ મુદ્દાઓને વાતચીત કરીને ઉકેલવા જોઈએ. મેં મારી સરકારને પણ સલાહ આપી છે કે વાત કરીને આ મુદ્દો ઉકેલે, સસ્પેન્શન બાદ અન્ય મંત્રીઓ પણ સતર્ક રહેશે. દરેક વ્યક્તિએ ભારતનું સન્માન કરવું જોઈએ, પીએમ મોદી ગ્લોબલ લીડર છે. માલદીવે ભારતને સાથે લઈને ચાલવું જોઈએ. માલદીવની ઈકોનોમીને ભારતની જરૂર છે. તેથી આપણે એવું કંઈ ન કરવું જોઈએ જેનાથી ભવિષ્યમાં આપણને તકલીફ થાય.

આ પણ વાંચો: PM મોદી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરનાર માલદીવની મંત્રી સસ્પેન્ડ, વધુ બે લોકો વિરુદ્ધ તપાસનો આદેશ

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
g clip-path="url(#clip0_868_265)">