AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: શું આજે રાત્રે ઈરાનનો ઈતિહાસ ભૂંસાઈ જશે? ટ્રમ્પના નિવેદનથી દુનિયા સ્તબ્ધ, ભારતે પોતાના નાગરિકો માટે જાહેર કર્યું ડેન્જર એલર્ટ

ટ્રમ્પની 'સભ્યતા ખતમ' કરવાની ધમકી બાદ અમેરિકાએ ઈરાન પર હુમલા શરૂ કર્યા છે. ભારતીય દૂતાવાસે ત્યાં ફસાયેલા નાગરિકોને ઘરની બહાર ન નીકળવા કડક સૂચના આપી છે.

Breaking News: શું આજે રાત્રે ઈરાનનો ઈતિહાસ ભૂંસાઈ જશે? ટ્રમ્પના નિવેદનથી દુનિયા સ્તબ્ધ, ભારતે પોતાના નાગરિકો માટે જાહેર કર્યું ડેન્જર એલર્ટ
Image Credit source: TV9 Network
| Updated on: Apr 07, 2026 | 9:26 PM
Share

ઈરાન અને અમેરિકા વચ્ચેનું યુદ્ધ હવે ભયાનક વળાંક પર પહોંચી ગયું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આપવામાં આવેલી ડેડલાઈન પૂરી થાય તે પહેલા જ અમેરિકા અને ઈઝરાયેલે ઈરાન પર પ્રચંડ હુમલા શરૂ કરી દીધા છે. આ ગંભીર પરિસ્થિતિને જોતા ઈરાન સ્થિત ભારતીય દૂતાવાસે ત્યાં રહેતા તમામ ભારતીય નાગરિકો માટે અત્યંત મહત્વની એડવાઈઝરી જાહેર કરી છે.

ભારતીય દૂતાવાસની કડક સૂચના: ‘જ્યાં છો ત્યાં જ રહો’

ઈરાનમાં ઝડપથી બગડતી સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય દૂતાવાસે કહ્યું છે કે જે ભારતીયો અત્યારે ઈરાનમાં છે, તેઓ આગામી 48 કલાક સુધી પોતે જ્યાં છે ત્યાં જ રહે. સુરક્ષિત સ્થળોએ આશરો લેવો અને કોઈપણ પ્રકારની મુસાફરી કે અવરજવર ટાળવી. બહાર નીકળતા પહેલા દૂતાવાસનો સંપર્ક કરવો અનિવાર્ય છે.

શું ખરેખર ઈરાન નકશા પરથી મટી જશે?

અમેરિકાએ ઈરાનના ખર્ગ આઇલેન્ડ અને રેલવે નેટવર્ક પર ઘાતક હુમલા કર્યા છે, જેના કારણે ઈરાનના અનેક શહેરોમાં ‘બ્લેકઆઉટ’ એટલે કે અંધારપટ છવાઈ ગયો છે. હુમલા બાદ ટ્રમ્પે એવું નિવેદન આપ્યું છે જેણે દુનિયાને હચમચાવી દીધી છે. ટ્રમ્પે કહ્યું, “આજે રાત્રે એક આખી સભ્યતા ખતમ થઈ જશે. હું નથી ઈચ્છતો કે આવું થાય, પણ આવું થઈને રહેશે. ભગવાન ઈરાનના લોકોની રક્ષા કરે.”

ઈરાનનો વળતો પ્રહાર: તેલ અને ગેસ ફિલ્ડ પર હુમલો

માત્ર અમેરિકા જ નહીં, ઈરાને પણ જડબાતોડ જવાબ આપવાનું શરૂ કર્યું છે. ઈરાને મધ્ય પૂર્વમાં આવેલા અમેરિકાના તેલ અને ગેસ ફિલ્ડને નિશાન બનાવ્યા છે. આ ઉપરાંત અમેરિકાના સાથી દેશોના ઓઈલ ફિલ્ડ અને ઈઝરાયેલની સૈન્ય સુવિધાઓ પર પણ હવાઈ હુમલા કરવામાં આવ્યા છે. અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે કહ્યું છે કે તેઓ ‘આર્થિક આતંકવાદ’નો અંત લાવશે.

હોર્મુઝની લડાઈ અને વિશ્વ પર સંકટ

ટ્રમ્પે અગાઉ ચેતવણી આપી હતી કે જો મંગળવારે રાત્રે 8 વાગ્યા સુધી (અમેરિકી સમય મુજબ) ઈરાન ‘હોર્મુઝ’ રસ્તો નહીં ખોલે, તો તેઓ ઈરાનનો નાશ કરી દેશે. આ લડાઈ હવે માત્ર બે દેશો વચ્ચે નથી રહી, પણ તેની અસર વૈશ્વિક અર્થતંત્ર અને લાખો લોકોના જીવ પર પડી રહી છે.

શું ટ્રમ્પની આ ધમકી મુજબ આજે રાત્રે ઈરાનનો ઈતિહાસ બદલાઈ જશે? ભારતીય દૂતાવાસ પળેપળની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે.

Breaking News: ટ્રમ્પની ધમકી અને ઈરાનનો ‘માનવ કિલ્લો’ ! પાવર પ્લાન્ટ્સ બચાવવા રસ્તા પર ઉતરી હજારોની જનતા

Follow Us
g clip-path="url(#clip0_868_265)">