AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ટ્રમ્પની ધમકી અને ઈરાનનો ‘માનવ કિલ્લો’ ! પાવર પ્લાન્ટ્સ બચાવવા રસ્તા પર ઉતરી હજારોની જનતા

ડોનાલ્ડ ટ્રમ્પની સીધી ધમકી બાદ ઈરાનમાં લોકોએ પાવર પ્લાન્ટ્સની આસપાસ 'માનવ સાંકળ' બનાવી દીધી છે. શું ટ્રમ્પ ખરેખર નાગરિક સુવિધાઓ પર હુમલો કરશે? જાણો શું છે અત્યારની સ્થિતિ.

Breaking News: ટ્રમ્પની ધમકી અને ઈરાનનો 'માનવ કિલ્લો' ! પાવર પ્લાન્ટ્સ બચાવવા રસ્તા પર ઉતરી હજારોની જનતા
Image Credit source: TV9 Network
| Updated on: Apr 07, 2026 | 8:42 PM
Share

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની એક ચેતવણીએ મધ્ય પૂર્વમાં ખળભળાટ મચાવી દીધો છે. ટ્રમ્પની ધમકી બાદ ઈરાનની સામાન્ય જનતા હવે પોતાના દેશના સંસાધનોને બચાવવા માટે રસ્તા પર ઉતરી આવી છે. ઈરાની નાગરિકો પોતાના પાવર પ્લાન્ટ્સ અને મહત્વના પુલની આસપાસ ‘હ્યુમન ચેઈન’ (માનવ સાંકળ) બનાવીને ઉભા રહી ગયા છે, જેથી અમેરિકાને સંદેશ આપી શકાય કે જનતા પોતાની સંપત્તિની રક્ષા કરવા તૈયાર છે.

શું છે ટ્રમ્પની ‘ડેડલાઈન’?

ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે જો 7 તારીખે રાત્રે 8 વાગ્યા સુધી (અમેરિકી સમય મુજબ) ઈરાન સાથેની વાતચીતનું કોઈ પરિણામ નહીં આવે, તો અમેરિકા ઈરાનના પાવર પ્લાન્ટ્સ, પુલ અને અન્ય નાગરિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નષ્ટ કરી શકે છે. આ ધમકી બાદ ઈરાન સરકારે દેશના યુવાનો, કલાકારો, ખેલાડીઓ અને વિદ્યાર્થીઓને એક થવા અપીલ કરી હતી.

પાવર પ્લાન્ટ્સ ફરતે જીવતું કવચ

ઈરાનના અહવાઝમાં વ્હાઈટ બ્રિજ અને અન્ય શહેરોના પાવર પ્લાન્ટ્સની બહાર હજારો લોકો હાથમાં હાથ પરોવીને ઉભા છે. આ અભિયાનને ‘ઈરાની યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટેની માનવ સાંકળ’ નામ આપવામાં આવ્યું છે. લોકોનું કહેવું છે કે પાવર પ્લાન્ટ જેવી નાગરિક સુવિધાઓ પર હુમલો કરવો એ આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ ‘યુદ્ધ અપરાધ’ (War Crime) છે અને તેઓ પોતાના જીવના જોખમે પણ તેની રક્ષા કરશે.

વાતચીતના તમામ દરવાજા બંધ

પરિસ્થિતિ ત્યારે વધુ ગંભીર બની જ્યારે ઈરાને અમેરિકા સાથેના તમામ સીધા અને આડકતરી રીતે થતા સંદેશા વ્યવહાર બંધ કરી દીધા. હવે બંને દેશો વચ્ચે કોઈ પણ પ્રકારની વાતચીત થઈ રહી નથી. રિપોર્ટ્સ મુજબ, આ યુદ્ધમાં અત્યાર સુધીમાં ઈરાનના 3,500 થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે લેબનાનમાં પણ ઈઝરાયેલના હુમલામાં 1,530 લોકોએ જીવ ગુમાવ્યા છે.

વિશ્વની નજર હવે ઘડિયાળના કાંટા પર

ટ્રમ્પની ડેડલાઈન નજીક આવી રહી છે અને ઈરાની જનતા રસ્તા પર છે. જો અમેરિકા હુમલો કરે છે, તો શું આ હજારો નાગરિકોના જીવ જોખમમાં મૂકાશે? આ સવાલ અત્યારે આખી દુનિયાને સતાવી રહ્યો છે. ઈરાનનો આ માનવ કિલ્લો ટ્રમ્પના ઈરાદાઓને રોકી શકશે કે કેમ, તે જોવું અત્યંત મહત્વનું રહેશે.

Smartwatch Innovation: માઉસ-કીબોર્ડના દિવસો ભરાઈ ગયા ! હવે માત્ર હવામાં આંગળીઓ ફેરવશો તો ચાલશે કમ્પ્યુટર, જાણો શું છે આ ‘વોચહેન્ડ’ ટેકનોલોજી

Follow Us
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video
અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video
TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત
TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત
વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે
વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે
રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય
રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય
રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી
રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી
તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video
તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video
અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો
અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો
ભારે વરસાદને પગલે દિલ્લી-સુરત ફ્લાઈટ અમદાવાદ ડાયવર્ટ! 18 મુસાફરો સવાર
ભારે વરસાદને પગલે દિલ્લી-સુરત ફ્લાઈટ અમદાવાદ ડાયવર્ટ! 18 મુસાફરો સવાર
આજનું રાશિફળ : અટકેલી ડીલ ફાઇનલ, વિદેશથી નફો કે નવી નોકરીની ઓફર?
આજનું રાશિફળ : અટકેલી ડીલ ફાઇનલ, વિદેશથી નફો કે નવી નોકરીની ઓફર?
g clip-path="url(#clip0_868_265)">