પાકિસ્તાનમાં પણ દિવાળીની કંઈક આ રીતે થાય છે ઉજવણી, જાણો ભારતથી કેટલો અલગ હોય છે માહોલ

Diwali In Pakistan: ભારતમાં દિવાળીને લઈને ખાસ ઉજવણી કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો દિવાળી પર પાકિસ્તાનમાં કેવો માહોલ હોય છે. આવો જાણીએ પાકિસ્તાનમાં કેવી રીતે દિવાળીની ઉજવણી થાય છે.

પાકિસ્તાનમાં પણ દિવાળીની કંઈક આ રીતે થાય છે ઉજવણી, જાણો ભારતથી કેટલો અલગ હોય છે માહોલ
File photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 01, 2021 | 1:49 PM

ઘણીવાર ભારતના (India) લોકોને પાકિસ્તાન (Pakistan) વિશે જાણવામાં રસ હોય છે. એ જાણવાની ઉત્સુકતા હોય છે ત્યાંના લોકોની લાઇફસ્ટાઇલની કેવી હોય છે ત્યાંના નિયમો કાયદા કેવા હોય છે. હવે ભારતના સૌથી મહત્વપૂર્ણ તહેવારો પૈકી એક દિવાળીને (Diwali) ગણતરીના દિવસો જ બાકી છે. દેશના મોટાભાગના શહેરોમાં દિવાળીને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. 

આ સ્થિતિમાં લોકોના મનમાં એક રસ જાગ્યો છે કે આખરે શું પાકિસ્તાનમાં પણ દિવાળીનો ઉત્સાહ હોય છે ? ઘણીવાર લોકો એ જાણવા માંગે છે કે દિવાળીમાં પાકિસ્તાનમાં કેવું વાતાવરણ હોય છે અને ત્યાંના લોકો દિવાળી કેવી રીતે ઉજવે છે. આપણે જાણીએ કે પાકિસ્તાનમાં દિવાળી કેવી રીતે ઉજવવામાં આવે છે અને એ પણ જાણીએ કે દિવાળીને લઈને ત્યાં કેવું વાતાવરણ છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

શું પાકિસ્તાનમાં દિવાળી ઉજવવામાં આવે છે? પાકિસ્તાનમાં રહેતા હિન્દુ પરિવારો દિવાળીની ઉજવણી કરે છે. જ્યાં હિન્દુ વસ્તી રહે છે તે વિસ્તારોમાં દિવાળીના દિવસે સારો માહોલ જોવા મળે છે. પાકિસ્તાનમાં ભારત જેવો ખાસ માહોલ હોતો નથી. પરંતુ હિન્દુ વસ્તી ભારતની જેમ ઉજવણી કરે છે. મીડિયા રિપોર્ટ્સ અને છેલ્લા ઘણા વર્ષથી પાકિસ્તાની ચેનલો અનુસાર, પાકિસ્તાનમાં દિવાળીની ઉજવણી ઘુમઘામથી કરવામાં આવે છે.

 દિવાળી કેવી રીતે ઉજવો છો? અહીં પણ ભારતની જેમ ફટાકડા ફોડીને શણગાર કરવામાં આવે છે. પરંતુ, અહીં એક વાત અલગ છે કે પાકિસ્તાનમાં દિવાળીના દિવસે લોકો મંદિરમાં જઈને વધુ ઉજવણી કરે છે, જ્યારે ભારતમાં લોકો પોતાના ઘરમાં વધુ ઉજવણી કરે છે. પાકિસ્તાનમાં મંદિરોમાં ઘણી ભીડ હોય છે અને લોકો ભારતની જેમ ત્યાં પૂજા કરવા અને દીવા પ્રગટાવવા જાય છે.

પાકિસ્તાનના વડાપ્રધાન સહિત ઘણી હસ્તીઓ પણ સોશિયલ મીડિયા દ્વારા દિવાળી વગેરેની શુભકામનાઓ આપે છે. કરાચી, લાહોર અને અન્ય શહેરોમાં દિવાળીની ઉજવણી મટિયારી, તાંડો અલ્લાહયાર, તાંડો મુહમ્મદ ખાન, જામશોરો બાદિન, સંઘર, હાલા, તાંડા આદમ અને શહાદપુરમાં કરવામાં આવે છે.

શું દિવાળીની રજા છે? અગાઉ પાકિસ્તાનમાં દિવાળી જેવા અનેક તહેવારો પર રજા ન હતી, પરંતુ હવે પાકિસ્તાનમાં પણ તેના માટે રજાઓ મળી રહી છે. અગાઉ હિન્દુ લઘુમતીઓ પાકિસ્તાનમાં દિવાળીની રજાની માંગ કરતા હતા, પરંતુ થોડા વર્ષોથી તેમને દિવાળીની રજાઓ પણ મળવા લાગી છે. તમને જણાવી દઈએ કે પાકિસ્તાનમાં હિન્દુઓ સૌથી મોટો લઘુમતી સમુદાય છે અને સત્તાવાર અનુમાન મુજબ દેશમાં લગભગ 75 લાખ હિન્દુઓ રહે છે. જો કે, સમુદાય દેશમાં 90 લાખ હિંદુ હોવાની વાત કરે છે.

આ પણ વાંચો : Accident : ભૂતપૂર્વ મિસ કેરળ અને રનર અપ યુવતીનું રોડ અકસ્માતમાં મોત, બાઇક સવારને બચાવવા જતા કાર પલટી

આ પણ વાંચો  : Birthday Special: ઈશાન ખટ્ટરે બાળ કલાકાર તરીકે કરી હતી કરિયરની શરૂઆત, શાહિદ કપૂર સાથે છે ખાસ સંબંધ

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">