Accident : ભૂતપૂર્વ મિસ કેરળ અને રનર અપ યુવતીનું રોડ અકસ્માતમાં મોત, બાઇક સવારને બચાવવા જતા કાર પલટી

એન્સી કબીર (Ancy Kabeer) અને અંજના શાજને (Anjana Shajan) 2019માં મિસ કેરળ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં અન્સી વિજેતા અને અંજના રનર અપ રહી હતી.

Accident : ભૂતપૂર્વ મિસ કેરળ અને રનર અપ યુવતીનું રોડ અકસ્માતમાં મોત, બાઇક સવારને બચાવવા જતા કાર પલટી
File photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 01, 2021 | 11:19 AM

મિસ કેરળ સ્પર્ધાના ભૂતપૂર્વ વિજેતા અને રનરઅપ રહી ચુકેલી યુવતીઓનું વૈટિલા (Vytilla) નજીક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું છે. પોલીસે સોમવારે આ માહિતી આપી હતી. પોલીસે સોમવારે જણાવ્યું હતું કે તિરુવનંતપુરમના રહેવાસી એન્સી કબીર (24) (Ancy Kabeer)  અને થ્રિસુરની રહેવાસી અંજના શાજન (25)ની (Anjana Shajan)  કાર કથિત રીતે બાઈક સવારને બચાવવા જતા પલટી જતા અકસ્માત થયો હતો.

પોલીસે જણાવ્યું કે અકસ્માત રવિવારે મોડી રાતે 1 વાગ્યાની આસપાસ થયો હતો. જ્યારે કારમાં બેઠેલા અન્ય બે લોકો ઘાયલ થયા હતા. “તેની સાથે કારમાં સવાર અન્ય એક વ્યક્તિને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને તેની હાલત નાજુક હોવાનું કહેવાય છે,” પોલીસે જણાવ્યું હતું. તે ત્રિશૂરના માલાનો રહેવાસી છે. જો કે અન્ય એક ઘાયલ વ્યક્તિની હાલત હાલ સ્થિર છે.

દેહરાદૂનમાં પણ ભીષણ અકસ્માત, 13ના મોત

કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1

પોલીસને શંકા છે કે કારના ડ્રાઈવરે જ સીટબેલ્ટ બાંધ્યો હતો. એન્સી કબીર અને અંજના શાજને 2019માં મિસ કેરળ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં અંસી વિજેતા અને અંજના રનર અપ રહી હતી. તે જ સમયે ઉત્તરાખંડના દેહરાદૂન જિલ્લામાં રવિવારે એક વાહન ઊંડી ખીણમાં પડતાં 13 લોકોનાં મોત નીપજ્યાં હતાં. જ્યારે અન્ય બે લોકો ઘાયલ થયા હતા.

પોલીસે જણાવ્યું કે કાર દેહરાદૂનના ચકરાતા વિસ્તારમાં બુલહાદ-બાયલા રોડ પર એક ખીણમાં પડી હતી, જેના કારણે આ અકસ્માત થયો હતો. તેણે જણાવ્યું કે તુનીથી વિકાસનગર તરફ આવતી વખતે બાયલા ગામ પાસે કારે નિયંત્રણ ગુમાવ્યું અને ખીણમાં પડી હતી. પોલીસે જણાવ્યું કે અકસ્માત સમયે કારમાં 15 લોકો સવાર હતા. જેમાંથી 13ના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

આ પણ વાંચો : શ્વેતા તિવારીની લાડલી પલકથી પ્રભાવિત થયો ભાઈજાન, વીડિયો શેર કરીને લખી નાખ્યુ એવું કે વિશ્વાસ પણ નહીં આવે

આ પણ વાંચો : શાહરુખ- ગૌરી ખાને, પોતાના લાડલા આર્યનખાન માટે લીધો મોટો ફેંસલો ! જાણો જામીન પર છુટ્યા બાદ શું લીધો નિર્ણય ?

g clip-path="url(#clip0_868_265)">