AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઈરાનને રાખમાં ફેરવી નાખવા ઈઝરાયેલના નેતન્યાહુના ચડાવ્યા અમેરિકાના ત્રણ પ્રમુખ ના ચડ્યા, પણ ટ્રમ્પ માની ગયા : ભૂતપૂર્વ વિદેશ સચિવનો દાવો

યુએસએના ભૂતપૂર્વ વિદેશ સચિવ જોન કેરીએ એવો ચોકાવનારો ખુલાસો કર્યો છે કે, ઇઝરાયલના વડા પ્રધાન નેતન્યાહૂએ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા, બુશ અને જો બાઈડન સમક્ષ ઈરાન સાથે યુદ્ધનો પ્રસ્તાવ મૂક્યો હતો. જો કે ઈરાન સામે યુદ્ધે ચડવાનો પ્રસ્તાવ આ ત્રણેય રાષ્ટ્ર પ્રમુખે નકારી કાઢ્યો હતો.

ઈરાનને રાખમાં ફેરવી નાખવા ઈઝરાયેલના નેતન્યાહુના ચડાવ્યા અમેરિકાના ત્રણ પ્રમુખ ના ચડ્યા, પણ ટ્રમ્પ માની ગયા : ભૂતપૂર્વ વિદેશ સચિવનો દાવો
'Obama, Bush, Biden, Trump
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 23, 2026 | 3:25 PM
Share

અમેરિકાના ભૂતપૂર્વ વિદેશ સચિવ જોન કેરીએ, ઈરાન-ઈઝરાયેલ યુદ્ધના સમયે એવો ચોકાવનારો ખુલાસો કર્યો છે કે, ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ, ટ્રમ્પની અગાઉના અમેરિકન રાષ્ટ્રપતિને ઈરાન સામે અણુબોંબના નામે યુદ્ધનો પ્રસ્તાવ મૂક્યો હતો. પરંતુ બધા પ્રમુખોએ બેન્જામિન નેતન્યાહૂના યુદ્ધ પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો.

ધ લેટ શો વિથ સ્ટીફન કોલ્બર્ટ નામના કાર્યક્રમમાં બોલતા, યુએસએના ભૂતપૂર્વ વિદેશ સચિવ જોન કેરીએ કહ્યું, ” બરાક ઓબામાએ ના કહ્યું. જ્યોર્જ બુશે પણ ના પાડી હતી. રાષ્ટ્રપતિ જો બાઈડને પણ યુદ્ધ માટે ના કહ્યું હતું. આ હુ એટલા માટે કહુ છે કે, હું તે વાતચીતનો ભાગ હતો.”

‘ઓબામા, બુશ અને બાઈડન ઈરાન સાથે યુદ્ધ કરવા માટે સંમત થયા ન હતા’

ભૂતપૂર્વ અમેરિકન અધિકાર જોન કેરીએ કહ્યું કે અગાઉના અમેરિકન રાષ્ટ્રપતિઓ ઈરાન સામે યુદ્ધ કરવા માટે સંમત થયા ના હતા, કારણ કે તેઓએ શાંતિપૂર્ણ ઉકેલ માટે તમામ માર્ગો હજુ સુધી સંપૂર્ણપણે અપનાવ્યા નહતા. તેમણે દલીલ કરી હતી કે, વિયેતનામ અને ઇરાક બંને યુદ્ધો, અમેરિકાને એક સર્વસામાન્ય બોધપાઠ મળ્યો છે. આ બોધપાઠ એવો છે કે, ખાસ કરીને વિયેતનામ યુદ્ધના અનુભવ બાદ એમ કહી શકાય કે, અમેરિકન જનતાને દગો ના આપવો જોઈએ.

તેમણે વધુમાં વિયેતનામ યુદ્ધના એક અનુભવી સૈનિક તરીકે કહ્યું, “જ્યાં આવા નિર્ણયો ખૂબ જ મહત્વપૂર્ણ હતા, અમને તે યુદ્ધ ખરેખર શું હતું તે વિશે જૂઠું બોલવામાં આવ્યું હતું. તે યુદ્ધ તેમજ ઇરાક યુદ્ધમાંથી મળેલો બોધપાઠ એ છે કે: અમેરિકન લોકો સાથે જૂઠું બોલવું નહીં, અને પછી તેમને તેમના પુત્રો અને પુત્રીઓને લડવા માટે મોકલવાનું કહેવું નહીં.”

ઈરાને વીડિઓ શેર કર્યો

કેરીની આ ક્લિપ શેર કરતા, ઈરાનના ‘પ્રેસ ટીવી’ એ લખ્યું: “ભૂતપૂર્વ યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ જોન કેરીએ જણાવ્યું છે કે ઇઝરાયલી વડા પ્રધાન નેતન્યાહૂએ, અમેરિકાના રાષ્ટ્રપતિ ઓબામા, બુશ અને બાઈડનને ઈરાન પર યુદ્ધ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. પરંતુ તે બધાએ આ વિચારને નકારી કાઢ્યો હતો. તેમણે આગાહી કરી હતી કે, આવા પગલાથી શાસન પરિવર્તન થશે અને લોકપ્રિય બળવો થશે. જોકે, જેમ આપણે જોયું છે, વાસ્તવમાં આવું કંઈ થયું નહીં.”

નેતન્યાહૂએ ટ્રમ્પને કેવી રીતે મનાવ્યા?

*ધ ન્યૂ યોર્ક ટાઈમ્સ* ના અહેવાલમાં વિગતો આપવામાં આવી છે કે, નેતન્યાહૂએ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ઈરાન પર હુમલો કરવા માટે ઇઝરાયલ સાથે જોડાવા માટે કેવી રીતે સમજાવ્યા.

અહેવાલમાં જણાવાયું છે: “11 ફેબ્રુઆરીના રોજ, સિચ્યુએશન રૂમમાં, નેતન્યાહૂએ અસરકારક રીતે પોતાની વાત રજૂ કરી. તેમણે સૂચવ્યું કે ઈરાનમાં શાસન પરિવર્તનનો યોગ્ય સમય આવી ગયો છે, અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે સંયુક્ત યુએસ-ઇઝરાયલી કાર્યવાહી આખરે ‘ઇસ્લામિક રિપબ્લિક’નો અંત લાવી શકે છે.”

અહેવાલ મુજબ, ટ્રમ્પે જવાબ આપ્યો કે, “આ મને યોગ્ય લાગે છે,” અને ત્યારબાદ યુએસ-ઇઝરાયલની સંયુક્ત કાર્યવાહી માટે લીલી ઝંડી આપી. જેના ભાગ રૂપે 28 ફેબ્રુઆરી 2026ના રોજ ઈરાન પર હવાઈ હુમલો કર્યો.

Breaking News : પાકિસ્તાન સરહદે ઈરાનની મોટી કાર્યવાહી, ઘૂસણખોરી કરતા આતંકવાદીઓને કર્યા ઠાર

Follow Us
જામનગરના કાલાવડ પંથકમાં કાળજાળ ગરમી બાદ કમોસમી વરસાદ
જામનગરના કાલાવડ પંથકમાં કાળજાળ ગરમી બાદ કમોસમી વરસાદ
ડેટિંગ અને મેટ્રોમોનિયલ એપ પર યુવતીઓને ફસાવતો નકલી PSI ઝડપાયો
ડેટિંગ અને મેટ્રોમોનિયલ એપ પર યુવતીઓને ફસાવતો નકલી PSI ઝડપાયો
બ્રહ્મસમાજ સાથે શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીએ બેઠક યોજીને માગી માફિ
બ્રહ્મસમાજ સાથે શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીએ બેઠક યોજીને માગી માફિ
ખેડૂતો રોડ પર આવ્યા! આણંદ-ખેડામાં ડીઝલની ભયંકર અછત - જુઓ Video
ખેડૂતો રોડ પર આવ્યા! આણંદ-ખેડામાં ડીઝલની ભયંકર અછત - જુઓ Video
બ્રહ્મસમાજે સ્વામી સામે ખોલ્યો મોરચો,માફી નહીં માંગે તો વિરોધની ચેતવણી
બ્રહ્મસમાજે સ્વામી સામે ખોલ્યો મોરચો,માફી નહીં માંગે તો વિરોધની ચેતવણી
ડીઝલનો 40 ટકા જથ્થો ઉપલબ્ધ, સાંસદ પરષોત્તમ રુપાલાનું નિવેદન!
ડીઝલનો 40 ટકા જથ્થો ઉપલબ્ધ, સાંસદ પરષોત્તમ રુપાલાનું નિવેદન!
કચ્છ જિલ્લાના તહેરા ગામ પાસે ઝાડીમાંથી શંકાસ્પદ ડ્રોન મળ્યું
કચ્છ જિલ્લાના તહેરા ગામ પાસે ઝાડીમાંથી શંકાસ્પદ ડ્રોન મળ્યું
હાઈડ્રોલિક મશીનથી 4 લોકોનું રેસ્ક્યુ કરાયું જુઓ Video
હાઈડ્રોલિક મશીનથી 4 લોકોનું રેસ્ક્યુ કરાયું જુઓ Video
અમદાવાદના ₹2600 કરોડના ગટર પ્રોજેક્ટને હાઇકોર્ટમાં પડકાર, જુઓ-Video
અમદાવાદના ₹2600 કરોડના ગટર પ્રોજેક્ટને હાઇકોર્ટમાં પડકાર, જુઓ-Video
પોલીસ પર પથ્થરમારો કરનારા આરોપી સદ્દામ અંસારીની ધરપકડ!
પોલીસ પર પથ્થરમારો કરનારા આરોપી સદ્દામ અંસારીની ધરપકડ!
g clip-path="url(#clip0_868_265)">