Ahmedabad Breaking News: 20 યુવતીઓનો શિકારી જેલભેગો ! ડેટિંગ એપ પર માયાજાળ બિછાવનારા નકલી PSI ને ક્રાઈમ બ્રાન્ચે દબોચ્યો – જુઓ Video
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક મોટી કાર્યવાહી કરતા સોશિયલ મીડિયા અને ડેટિંગ એપ્સ પર સક્રિય એક ઠગને ઝડપી પાડ્યો છે. આ આરોપી AI ટેકનોલોજીની મદદથી પોલીસ અધિકારીના નકલી ફોટા અને દસ્તાવેજો બનાવીને યુવતીઓને પોતાની જાળમાં ફસાવતો હતો.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક એવા ઠગની ધરપકડ કરી છે કે, જે નકલી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) બનીને યુવતીઓને પોતાની જાળમાં ફસાવતો હતો. ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાયેલા આ આરોપીનું નામ હિમાંશુ ઉર્ફે રોકી પંચાલ છે. આરોપી હિમાંશુ ડેટિંગ એપ્સ પર PSI ના યુનિફોર્મવાળા AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) દ્વારા જનરેટ કરેલા નકલી ફોટા મૂકતો હતો અને મેટ્રોમોનિયલ એપ્સ પર યુવતીઓ સામે પોતાની ઓળખ એક ઉચ્ચ પોલીસ અધિકારી તરીકે આપતો હતો.
આ નકલી ઓળખના સહારે તેણે 20 થી વધુ યુવતીઓ સાથે સંબંધો કેળવ્યા હતા અને તેમની પાસેથી અંદાજે ₹50 હજારથી લઈને ₹80 હજાર સુધીની રકમની માંગણી કરીને રૂપિયા પડાવ્યા હોવાનો આક્ષેપ છે. પોતાની વાત સાચી સાબિત કરવા માટે આરોપી AIની મદદથી આઈટી (IT) રેઇડ અને સસ્પેન્શનના નકલી પત્રો તેમજ નકલી એપોઇન્ટમેન્ટ લેટર તૈયાર કરતો હતો. આ રીતે તે યુવતીઓ અને તેમના પરિવારજનો સાથે નજીકના સંબંધો બનાવીને મોટી છેતરપિંડી આચરતો હતો.
જો કે, આ દરમિયાન એક યુવતીને તેના પર શંકા જતાં સમગ્ર ભાંડો ફૂટી ગયો હતો અને મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. પોલીસ તપાસમાં એવો પણ ખુલાસો થયો છે કે, આ આરોપી વિરુદ્ધ અગાઉ મુંબઈમાં પણ બળાત્કારનો ગુનો નોંધાયેલો છે અને તે મુંબઈના નાલાસોપારામાં એક યુવતી સાથે રહેતો હતો. હાલ ક્રાઈમ બ્રાન્ચે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
ડીઝલની ભારે અછત સર્જાતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા, પંપો પર લાગ્યા ‘નો સ્ટોક’ના પાટિયા – જુઓ Video
ડેટિંગ અને મેટ્રોમોનિયલ એપ પર યુવતીઓને ફસાવતો નકલી PSI ઝડપાયો
બ્રહ્મસમાજ સાથે શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીએ બેઠક યોજીને માગી માફિ
ખેડૂતો રોડ પર આવ્યા! આણંદ-ખેડામાં ડીઝલની ભયંકર અછત - જુઓ Video
બ્રહ્મસમાજે સ્વામી સામે ખોલ્યો મોરચો,માફી નહીં માંગે તો વિરોધની ચેતવણી
