Kutch Breaking News : વિવાદાસ્પદ ટિપ્પણી અંગે બ્રહ્મસમાજ સાથે શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીએ બેઠક યોજીને માગી માફિ
માંડવીમાં વૃંદાવન સેવા અમૃત મહોત્સવ દરમિયાન વિવાદાસ્પદ નિવેદનથી માહોલ ગરમાયો હતો. સ્વામિનારાયણ મંદિરના શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીએ બ્રહ્મ સમાજ અંગે અપમાનજનક ટિપ્પણી કરી હતી. “બ્રહ્મ સમાજ તમારી પાસે ભીખ માંગતો હોય તો પણ તે બ્રહ્મ સમાજ છે” તેવુ વિવાદાસ્પદ નિવેદન કરતા સમગ્ર બ્રાહ્મણ સમાજમાં રોષ વ્યાપી જવા પામ્યો હતો.
કચ્છના માંડવીમાં શ્રી વૃંદાવન સેવા અમૃત મહોત્સવ દરમિયાન કરાયેલા પ્રવચનમાં સ્વામિનારાયણ મંદિરના શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીએ બ્રહ્મ સમાજ માટે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. આના પગલે સ્વામી સામે વિરોધનો વંટોળ ઉઠ્યો હતો. ખાસ કરીને સોશિયલ મીડિયામાં સ્વામી વિરુદ્ધ ટિપ્પણીઓ અને બ્રહ્મસમાજની માફિ માગે તેવી લાગણીઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી. પોતાના નિવેદનથી સર્જાયેલા વિવાદ બાદ, શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીએ, બ્રહ્મસમાજના આગેવાનો સાથે બેઠક યોજીને પોતે ઉચ્ચારેલા શબ્દો બદલ દિલગીરી વ્યક્ત કરી હતી. માંડવીમાં બ્રહ્મસમાજ-સંતો વચ્ચે સુખદ સમાધાન થયું હતું. સનાતન ધર્મની એકતા માટે સમાધાનનો માર્ગ અપનાવવામાં આવ્યો હતો. વાયરલ વીડિયો બાદ સર્જાયેલી ગેરસમજ દૂર કરવામાં આવી હતી.
માંડવીમાં શ્રી વૃંદાવન સેવા અમૃત મહોત્સવ દરમિયાન વિવાદાસ્પદ નિવેદનથી માહોલ ગરમાયો હતો. સ્વામિનારાયણ મંદિરના શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીએ બ્રહ્મ સમાજ અંગે અપમાનજનક ટિપ્પણી કરી હતી. “બ્રહ્મ સમાજ તમારી પાસે ભીખ માંગતો હોય તો પણ તે બ્રહ્મ સમાજ છે” તેવુ વિવાદાસ્પદ નિવેદન કરતા સમગ્ર બ્રાહ્મણ સમાજમાં રોષ વ્યાપી જવા પામ્યો હતો. આ જ કાર્યક્રમમાં ઉપસ્થિત માંડવીના ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી અનિરુદ્ધ દવેએ, શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીને તરત જ વળતો જવાબ આપ્યો હતો.
શ્રી વૃંદાવન સેવા અમૃત મહોત્સવ દરમિયાન આશરે 1400 જેટલા બ્રાહ્મણોની ઉપસ્થિતિ હતી. આવા સમયે સ્વામિનારાયણ મંદિરના શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીનું નિવેદન ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું. સોશિયલ મીડિયા પર સ્વામીના નિવેદનનો વીડિયો વાયરલ થતા, ચોમેરથી વિરોધની માંગ ઉઠી હતી. બ્રાહ્મણ સમાજ દ્વારા માફી માંગે તેવી રજૂઆતો થઈ રહી હતી. જો કે, આજે સ્વામીએ માફી માગી લેતા, હાલમાં તો સમગ્ર મામલો થાળે પડ્યો છે.
Breaking News : વિવાદીત નિવેદન બાદ બ્રહ્મસમાજે સ્વામી સામે ખોલ્યો મોરચો, માફી નહીં માંગે તો ઉગ્ર વિરોધની ચેતવણી, જુઓ-Video
બ્રહ્મસમાજ સાથે શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીએ બેઠક યોજીને માગી માફિ
ખેડૂતો રોડ પર આવ્યા! આણંદ-ખેડામાં ડીઝલની ભયંકર અછત - જુઓ Video
બ્રહ્મસમાજે સ્વામી સામે ખોલ્યો મોરચો,માફી નહીં માંગે તો વિરોધની ચેતવણી
ડીઝલનો 40 ટકા જથ્થો ઉપલબ્ધ, સાંસદ પરષોત્તમ રુપાલાનું નિવેદન!
