AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ગુજરાત સહિત 8 રાજ્યોમાં કાળઝાળ ગરમીનું રેડ એલર્ટ, ઉત્તર ભારતમાં પારો 48 ડિગ્રી સુધી

ગુજરાતમાં ગરમીનો પારો 43 ડિગ્રી આસપાસ યથાવત છે. હવામાન વિભાગે 28 મે સુધી રાહત નહીં મળવાની આગાહી કરી છે. ઉત્તર ભારતમાં કાળઝાળ ગરમી અને હીટવેવના કારણે 8 રાજ્યોમાં રેડ એલર્ટ અપાયું છે, તાપમાન 48 ડિગ્રી સુધી પહોંચી શકે છે.

Breaking News : ગુજરાત સહિત 8 રાજ્યોમાં કાળઝાળ ગરમીનું રેડ એલર્ટ, ઉત્તર ભારતમાં પારો 48 ડિગ્રી સુધી
| Updated on: May 22, 2026 | 9:45 PM
Share

ગુજરાત સહિત સમગ્ર દેશ હાલમાં કાળઝાળ ગરમીની ઝપેટમાં છે, જ્યાં તાપમાનના વિક્રમો નોંધાઈ રહ્યા છે. હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આગામી 28 મે સુધી ગરમીમાંથી કોઈ ખાસ રાહત મળવાની શક્યતા નથી. ગુજરાતમાં હાલમાં 43 ડિગ્રી સેલ્સિયસની આસપાસ તાપમાન નોંધાઈ રહ્યું છે, જે લોકોની સહનશક્તિની કસોટી લઈ રહ્યું છે. નવી આગાહી મુજબ, ગરમીનો પારો આ જ રીતે 42 થી 43 ડિગ્રી સેલ્સિયસ સુધી રહી શકે છે.

ગુજરાતના વિવિધ શહેરોમાં તાપમાનની વાત કરીએ તો, રાજકોટમાં સૌથી વધુ 43.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં 41.7 ડિગ્રી સેલ્સિયસ, ગાંધીનગરમાં 41.2 ડિગ્રી સેલ્સિયસ, અમરેલીમાં 41.7 ડિગ્રી સેલ્સિયસ, વીનગરમાં 41.3 ડિગ્રી સેલ્સિયસ અને કંડલા એરપોર્ટ પર 41.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. ઉત્તર પાકિસ્તાન તરફ સક્રિય થયેલી સાયક્લોનિક સિસ્ટમને કારણે વાતાવરણમાં બદલાવની શક્યતા વ્યક્ત કરાઈ છે, પરંતુ તાત્કાલિક રાહતની કોઈ આશા નથી.

ઉત્તર ભારતમાં ગરમીનો પ્રકોપ વધુ ભયાવહ બન્યો છે. દેશના આઠ રાજ્યોમાં ગરમીનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યાં પારો 48 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. દિલ્હી સહિત અનેક રાજ્યોમાં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું છે. દિલ્હીમાં ભીષણ ગરમી અને હીટવેવને કારણે ઓરેન્જ એલર્ટ અપાયું છે. દિલ્હીમાં ગરમીએ 14 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે અને ગઈકાલની રાત સૌથી ગરમ રાત રહી હતી. દિલ્હીની આરએમએલ હોસ્પિટલમાં હીટ સ્ટ્રોકના કારણે બે દર્દીની હાલત બગડી હોવાના અહેવાલ છે.

દેશના અન્ય મુખ્ય શહેરોના તાપમાન પર નજર કરીએ તો, દિલ્હીમાં 43 ડિગ્રી સેલ્સિયસ, ઉત્તર પ્રદેશના લખનઉમાં 43 ડિગ્રી સેલ્સિયસ, મધ્ય પ્રદેશના ભોપાલમાં 41 ડિગ્રી સેલ્સિયસ, રાજસ્થાનના જયપુરમાં 41 ડિગ્રી સેલ્સિયસ, બિહારના પટનામાં 39 ડિગ્રી સેલ્સિયસ, ઝારખંડના રાંચીમાં 39 ડિગ્રી સેલ્સિયસ, ચેન્નઈમાં 37 ડિગ્રી સેલ્સિયસ અને કોલકાતામાં પણ 37 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે.

આ ભીષણ ગરમીને કારણે દેશભરમાં વીજળીની માંગમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. વીજળીની માંગ વધીને 271 ગીગાવોટ પર પહોંચી છે અને જૂન મહિનામાં તે 283 ગીગાવોટ સુધી પહોંચવાની શક્યતા છે. દેશમાં વધી રહેલી વીજ માંગને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ઉર્જા મંત્રાલય એક્શનમાં આવ્યું છે. ઉનાળાની સિઝનમાં દેશના તમામ થર્મલ પાવર પ્લાન્ટ કાર્યરત રાખવાનો નિર્ણય લેવાયો છે. સામાન્ય સંજોગોમાં કેટલાક પ્લાન્ટ જાળવણી માટે બંધ કરાતા હોય છે, પરંતુ આ નિર્ણયથી દેશમાં 15,000 મેગાવોટ વધુ વીજળી મળવાની કેન્દ્રને આશા છે, જે રાજ્યોમાં વીજ અછતને ઓછી કરવામાં મદદ કરશે. મંત્રાલય કોઈપણ પ્રકારના વીજ સંકટનો સામનો કરવા તૈયાર હોવાનો દાવો કરે છે.

ઉત્તર પ્રદેશ દેશનું સૌથી ગરમ રાજ્ય બન્યું છે. ઉત્તર પ્રદેશના જિલ્લાઓમાં કાળઝાળ ગરમી છે અને સતત ચોથા દિવસે યુપીનું બાંદા દેશનું સૌથી ગરમ શહેર બન્યું છે, જ્યાં 47.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. પ્રયાગરાજમાં 46.6 ડિગ્રી સેલ્સિયસ, આગ્રામાં 46 ડિગ્રી સેલ્સિયસ, વારાણસીમાં 45.6 ડિગ્રી સેલ્સિયસ અને સુલ્તાનપુરમાં પણ 45.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. એક અઠવાડિયા સુધી તાપમાન ઘટવાની કોઈ શક્યતા દેખાતી નથી.

જામનગરના કાલાવડ પંથકમાં કાળજાળ ગરમી બાદ કમોસમી વરસાદ

Follow Us
સુરત ડિમોલિશન કેસમાં મોટો ખુલાસો, 15 અધિકારીઓના નામ આવ્યા સામે
સુરત ડિમોલિશન કેસમાં મોટો ખુલાસો, 15 અધિકારીઓના નામ આવ્યા સામે
પરિવારમાં આવશે ઉત્સાહ અને ખુશીઓ, અચાનક બિઝનેસ ટ્રિપથી થશે મોટો ફાયદો
પરિવારમાં આવશે ઉત્સાહ અને ખુશીઓ, અચાનક બિઝનેસ ટ્રિપથી થશે મોટો ફાયદો
અમદાવાદમાં ગરીબનગર ચાર રસ્તા પાસે ગંભીર અકસ્માત, યુવતીનું મોત
અમદાવાદમાં ગરીબનગર ચાર રસ્તા પાસે ગંભીર અકસ્માત, યુવતીનું મોત
અમદાવાદમાં ગેરકાયદે પાર્કિંગ પર AMCનો સકંજો
અમદાવાદમાં ગેરકાયદે પાર્કિંગ પર AMCનો સકંજો
સાબરકાંઠા: ખાતર વિતરણ માટેની મોબાઈલ એપ બની માથાનો દુખાવો
સાબરકાંઠા: ખાતર વિતરણ માટેની મોબાઈલ એપ બની માથાનો દુખાવો
બોટાદમાં મધુ નદીમાં કચરો ઠલવાતા સ્થાનિકોમાં ભારે રોષ, પૂરની ભીતિ
બોટાદમાં મધુ નદીમાં કચરો ઠલવાતા સ્થાનિકોમાં ભારે રોષ, પૂરની ભીતિ
દ્વારિકાના નાથના અનેરા ભક્તની આકરી ભક્તિ, દંડવત કરી દ્વારકા પહોંચશે
દ્વારિકાના નાથના અનેરા ભક્તની આકરી ભક્તિ, દંડવત કરી દ્વારકા પહોંચશે
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કેમ્પસ સુધી પહોંચ્યો દીપડો
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કેમ્પસ સુધી પહોંચ્યો દીપડો
અમદાવાદમાં રિક્ષા મુસાફરી મોંઘી થઈ: મિનિમમ અને પ્રતિ કિમી ભાડું વધ્યું
અમદાવાદમાં રિક્ષા મુસાફરી મોંઘી થઈ: મિનિમમ અને પ્રતિ કિમી ભાડું વધ્યું
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, 48 કલાકમાં મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, 48 કલાકમાં મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી
g clip-path="url(#clip0_868_265)">